સુખપુર પ્રાથમિક શાળામાં વિશ્વ મહિલા દિવસની અનોખી ઉજવણી-શિક્ષક દ્વારા કર્મભૂમિનું ઋણસ્વીકાર
વિશ્વ મહિલા દિવસે પોરબંદર તાલુકાની પે. સેન્ટર ટુકડા મિયાણી અંતર્ગત આવેલી અમારી સુખપુર પ્રા. શાળા દ્વારા વકૃત્વ,નિબંધ, ચિત્ર સ્પર્ધા, એક પાત્ર અભિનય સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે તેમ છતાં આ વખતે એક ઉત્તમ કાર્ય કરવાનો વિચાર આવ્યો હતો કે જન્મભૂમિનું ઋણ સ્વીકાર તો દરેક લોકો કરતા હોય છે તો કર્મભૂમિનું ઋણ સ્વીકાર શા માટે નહીં ??? હાલ વર્તમાન સમયમાં ટેકનોલોજીના માધ્યમ દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસ તથા રીવીઝન કરાવવું ખૂબ સરળ રહે છે. શાળામાં હાલ એલ.સી.ડી. ટીવી બગડી ગયું હતું તો આ વિશેષ દિન પર એક ઉત્તમ વિચાર કરીને શાળામાં ફરજ બજાવતા આચાર્યશ્રી પ્રભાબેન વિરાભાઈ માકડીયા તેમજ મદદનીશ શિક્ષક પરાગભાઈ, પરેશભાઈ અને સામતભાઈ એ પોતાને મળતા વેતનમાંથી ફાળો એકત્ર કર્યો હતો અને તેમાંથી 23,000 કિંમતનું સ્માર્ટ એન્ડ્રોઇડ 4k ટીવી, સ્ટેબિલાઈઝર ખરીદીને શાળાના બાળકોને અભ્યાસ માટે થઈને અમારી કર્મભૂમિ એવી સુખપુર પ્રાથમિક શાળાને સમર્પિત કરેલ છે. જેના દ્વારા બાળકો સરકાર દ્વારા જી-શાળા એપ્સમાં અભ્યાસ કરી શકે છે. તેમજ ઓનલાઈના અનેક માધ્યમથી પણ અભ્યાસ સરળતાથી કરી શકશે. ટીવીની ખરીદી સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે હોવાથી શ્રીજી ઇલેક્ટ્રોનિક્સના માલિક રોહિતભાઈએ સ્પેશિયલ ડિસ્કાઉન્ટ કરી આપ્યું હતું. આવા પ્રેરણાદાયી કાર્ય બદલ સુખપુર ગામના સરપંચશ્રી, ગ્રામજનો તેમજ વાલીગણે શાળા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.
