પોરબંદર જિલ્લામાં ધાર્મીક કાર્યક્રમમાં નશાબંધી પ્રચાર કાર્યક્રમ યોજાયો
પોરબંદરના ગામડાઓમાં વસતો અનુસુચિત જન જાતિ – રબારી સમાજમાં શિક્ષણના અભાવને કારણે બાળકો,યુવાનોમાં તમાકુ,દારૂ,માવા જેવા અસંખ્ય વ્યશનોથી પિડાતો સમાજ હોય આ બાબતે નશાબંધી અધીક્ષક પી.આર ગોહિલના માર્ગદર્શન હેઠળ નશાબંધી જનજાગૃતી કાર્યક્રમ આયોજન સાથે-સાથે ભુવાઆતા દાનાભાઇ મકવાણા દ્રારા ધાર્મીક કાર્યક્રમ તેમજ રક્તદાન કેમ્પ આયોજન ’’બાવીસી માતાજીના મંદિરે દિગ્વવિજયગઢ,ટોલનાકા પોરબંદર ખાતે જન જાગૃતી કાર્યક્રમ યોજયો હતો કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના કરી મહેમાનોના હસ્તે દિપપ્રાગટ્ય કરી ભુવાઆતા દાનાભાઇ મકવાણાએ ઉપસ્થિત મહેમાનોને શબ્દોથી સ્વાગત કરી તેમજ આજુ-બાજુ વિસ્તારનો પરિચય આપ્યો, નશાબંધી અધીક્ષક પી.આર ગોહિલએ નશાબંધી ખાતાનો પરિચય આપી જણાવ્યુ કે, પાન,માવા,તમાકુ,દારુ જેમાં વ્યશનથી દૂર રહેવા જણાવ્યુ અને વ્યશનીને વ્યશન છોડવા માટેના નુસ્ખા આપ્યા, ’’ વ્યસની લોકોની પરિસ્થિત જોવી હોય તો એક દિવસ અમદાવાદ સિવીલ હોસ્પિટલમાં કેન્સર વિભાગની મુલાકાત લેવા જણાવ્યુ હતું કે બાળકોને જણાવ્યુ કે, બર્થે-ડે ગિફ્ટ કે કોઇ પણ ગિફ્ટ માં ’’વ્યશન છોડવાની ગિફ્ટ જિદ્ કરીને માંગજો, વ્યશન છોડવા માંગતા લોકોને બાવીસી માતાજીની સાક્ષીએ હવે પછી વ્યશન નહીં કરૂ અને આડોશ-પાડોશના ૧૦ વ્યક્તિઓને વ્યશન છોડાવીશ તે બાબતે પ્રતિજ્ઞા લેવડાવી અને જણાવ્યુ કે છ મહિના પછી ફરી થી અહિ સાથે ભેગા થશુ અને ત્યારે કોણે-કોણે વ્યશન મુકાવ્યા તે બાબતે રીવ્યુ લઇશ, ત્યારબાદ રબારી સમાજ પ્રમુખે દાનાભાઇ મકવાણાએ આભાર વીધી કરી જણાવ્યુ કે, આ વિસ્તાર ખુબ જ પછાત વિસ્તાર છે, અહીયા ઘરે-ઘરે વ્યશની લોકો છે. નશાબંધી ખાતાના આ જનજાગૃતી કાર્યક્રમ થકી જાગૃતી આવશે અને આશા છે. કે સારા પરિણામો મળશે, અને એક ભુવાઆતા તરીકે ઇશ્વરને પ્રાર્થના કરી કે વ્યશનમુક્તિની શપથમાં ઇશ્વર મદદરૂપ થશે, અને વ્યશન છોડવાની શક્તિ આપશે, એવા આર્શીવાદ આપ્યા, નશાબંધીનો કાર્યક્રમ કરવા બાબતે નશાબંધી ખાતાનો આભાર માન્યો, કાર્યક્રમનું સંચાલન રબારી સમાજ પ્રમુખ દાનાભાઇ મકવાણા તેમજ વિનેશ મકવાણા દ્રારા કરવામાં આવ્યુ,
આ નશાબંધી પ્રસાર કાર્યક્રમમાં નશાબંધી અધીક્ષક પી.આર ગોહિલ તેમજ રબારી સમાજના પ્રમુખ/બાવીસી માતાજીના ભુવાઆતા દાનાભાઇ મકવાણા તેમજ ઇસુભાઇ ગઢવી તેમજ કિરણભાઇ દેસાઇ, તેમજ પરબતભાઇ બાપોદરા તેમજ તેમજ વિનેશભાઇ મકવાણા તેમજ મુળુભાઇ ઓડેદરા તેમજ ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી પોરબંદર પ્રમુખ અને સ્ટાફગણ તેમજ રબારી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા,