મહા શિવરાત્રિ મેળાની પોરબંદર ડેપો ના ઇતિહાસમાં પ્રથમ વખત રેકોર્ડ બ્રેક આવક
તા.04/03/2024 થી જુનાગઢ ભવનાથ ખાતે યોજાયેલા મહા શિવરાત્રિ મેળા માં જવા- આવવા માટે પોરબંદર જિલ્લાની મુસાફર જનતા માટે પોરબંદર ડેપો દ્વારા એક્સ્ટ્રા બસો ફાળવવામાં આવેલ હતી.
તા. 04/03/2024 થી તા. 09/03/2024 સુઘી પોરબંદર ડેપો દ્વારા સંચાલિત એક્સ્ટ્રા બસો નો બહોળી સંખ્યામાં મુસાફરો એ લાભ લીધેલ હતો અને આ દિવસો દરમ્યાન માત્ર પોરબંદર ડેપો દ્વારા સંચલિત કુલ105 બસો દ્વારા 16559 લોકોએ મુસાફરી કરેલ હતી અને પોરબંદર ડેપોને ₹1417510 ની વધારાની રેકોર્ડબ્રેક આવક થવા પામેલ હતી.
– મહા શિવરાત્રિ મેળાની પોરબંદર ડેપો ના ઇતિહાસમાં પ્રથમ વખત રેકોર્ડ બ્રેક આવક.
– ડ્રાઈવર કંડકટરો એ મુસાફર જનતા ની સગવડ માટે જરૂરીયાત મુજબ ડબલ ડ્યુટી ની ફરજ પણ બજાવી.
– ડેપો મેનેજર શ્રી પી.બી. મકવાણા તથા સ્ટેન્ડ ઈન્ચાર્જ શ્રી એચ.એમ. રૂઘાણી દ્વારા સવારે 5:00 વાગ્યા થી રાત્રીના 22:00 કલાક સુધી બસ સ્ટેન્ડ પર હાજર રહી મુસાફરો ની જરૂરીયાત અનુસાર સતત બસો ફાળવેલ.
– ડેપો મેનેજર શ્રી પી. બી. મકવાણા તથા સ્ટેન્ડ ઇન્ચાર્જ એચ.એમ. રૂઘાણી દ્વારા
એકસ્ટ્રા બસો નો બહોળા પ્રમાણમાં લાભ લેવા બદલ મુસાફર જનતા નો ખુબ ખુબ આભાર માનેલ છે તથા દિવસ રાત જોયા વગર નિષ્ઠા પુર્વક ફરજ બજાવી જુનાગઢ વિભાગ માં પોરબંદર ડેપો ને ગૌરવવંતુ સ્થાન અપાવવા બદલ પોરબંદર ડેપો ના સર્વે કર્મચારીઓ ને અભિનંદન પાઠવેલ છે.