લાયન્સ કલબ પોરબંદર દ્વારા બીપીનભાઈ તથા આશાબેન ભગાણી,લંડનના આર્થિક સહયોગથી નિષ્કલંક માતા કિડઝ, રાણપર,ભાણવડ માં વોટર કૂલર અર્પણ કરાયું

લાયન્સ કલબ પોરબંદર દ્વારા તા. 19-03-2024 મંગળવારના રોજ બીપીનભાઈ તથા આશાબેન ભગાણી,લંડનના આર્થિક સહયોગથી નિષ્કલંક માતા કિડઝ, રાણપર,ભાણવડ માં વોટર કૂલર અર્પણ કરવામાં આવેલ.

તા. 19-03-2024 મંગળવારના રોજ બિપીનનભાઈ તથા આશાબેન ભગાણી,લંડનના આર્થિક સહયોગથી નિષ્કલંક માતા કિડઝ, રાણપર,ભાણવડ માં વોટર કૂલર લાયન વિજય ઉનડકટ હસ્તે અર્પણ કરવામાં આવેલ.
નિષ્કલંક માતા કિડઝ, રાણપર માં છેલ્લા ઘણા વર્ષોથી એક અંગ્રેજી માધ્યમ સ્કૂલ સાથે સેવાકીય પ્રવૃતિઓ કરતી સંસ્થાના રૂપમાં કાર્યરત છે.
રાણપર તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં શૈક્ષણિક સુવિધા સાથે સાથે સારવારની સેવા આપતી ડિસ્પેન્સરી પણ ચલાવી લોકઉપયોગી કાર્ય કરે છે.
નાના ભૂલકાંઓ પાસે તેમની મન પસંદ પ્રવૃતિઓ કરાવવામાં આવે અને સાથે જ્ઞાન સાથે ગમત થી શિક્ષણ મળી રહે,તે માટે તેમની પાસે મૌલિક ચિત્રો દોરવાનું જણાવતા,જેમાં દરેક બાળકોને પોતાનો મનોભાવ વ્યક્ત થાય તેવા ચિત્રો દોરેલાં.
લાયન સુરેશભાઈ શાહ ના આર્થિક સહયોગથી નિષ્કલંક માતા કિડઝના તમામ નાના ભૂલકાઓને ડ્રોઈગ બુક,કલર,તેમજ પેન્સિલ વિતરણ કરી ભૂલકાંઓના ચહેરા ઉપર સ્મિત લહેરાવી દીધેલ.
આ કાર્યક્રમમાં લાયન્સ કલબ પોરબંદરના પ્રેસિડેન્ટ લાયન નિધિ શાહ મોઢવાડિયા, સેક્રેટરી લાયન અજય દત્તાણી, ફાધર જેગીન,ડાયરેકટર ઓફ નિષ્કલંક માતા વેલફર સેન્ટર, નિષ્કલંક માતા વેલફર સેન્ટરનો કર્મચારી ગણ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેલ હતાં.

મોટાભાગની જાહેર જગ્યામાં કોલ્ડ બોટલ્ડ વોટર નો ઉપયોગ વધ્યો છે, જેનો ઉપયોગ ઘરમાં પણ થઈ ગયો છે. આ એક ખૂબ જ આરોગ્ય ને પ્રતિકૂળ અને નુકશાનકર્તા બની રહ્યું છે ,એવા સમયમાં વોટર કૂલર સાથે વોટર ફિલ્ટર ઇન્સ્ટોલ કરવાથી પીવાનું શુદ્ધ પાણી તેમજ ઠંડુ પાણી આ સંસ્થાના લાભાર્થીઓને કાયમી સુવિધા મળી રહે તેવા ઉમદા હેતુથી લાયન્સ કલબ પોરબંદર દ્વારા એક સેવાકીય પ્રવૃતિઓ માં કલગી ઉમેર્યા ની ખુશી સાથે.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!