એક્સ્ટ્રીમ ફિટનેસ કેર દ્વારા વિવિધ ક્ષેત્રોની આઇકોનિક બહેનોનું વિશેષ સન્માન
એક્સ્ટ્રીમ ફિટનેસ કેર દ્વારા આયોજિત ઇન્ટરનેશનલ વુમન્સ ડે ફિટનેસ સેલિબ્રેશન એન્ડ કોમ્પિટિશનનું ભવ્ય ઉદઘાટન…



સમાજ માટે ઉપયોગી વિવિધ ક્ષેત્રોની આઇકોનિક બહેનોનું વિશેષ સન્માન.
જય ભારત સવિનય સાથ જણાવવાનું કે આજે વિશ્વભરમાં ઇન્ટરનેશનલ વુમન્સ ડે મહિલાઓના વિશેષ હક માટે 8 માર્ચ પર વિશેષ કાર્યક્રમના આયોજન થઈ રહ્યા છે જેના ભાગરૂપે એક્સ્ટ્રીમ ફિટનેસ કેર દ્વારા ઇન્ટરનેશનલ વુમન્સ ડે ના ઉપલક્ષમાં મહિલાઓમાં સ્વાસ્થ્ય માટે અવેરનેસ આવે આવા ઉમદા હેતુથી ફીટનેસ સેલિબ્રેશન એન્ડ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવેલ..
આ વિશેષ સમારંભના મુખ્ય મહેમાન પોરબંદર નગર સેવા સદનના હોનહાર પ્રમુખ અને મોર્ડન ઝાંસી કી રાની એવા ડોક્ટર ચેતનાબેન તિવારી , લાયન્સ ક્લબ ઓફ પોરબંદરના પ્રમુખ એડવોકેટ નિધીબેન શાહ,ન્યુઝ 18 ના રિપોર્ટર કુમારી ગાયત્રી ચૌહાણ, એકસ્ત્રિમ ફિટનેસ કેર ના સી. ઈ . ઓ. નિશા કોટિયા વગેરે ઉપસ્થિત રહી આ કાર્યક્રમ નું દીપ પ્રાગટ્ય દ્વારા ઉદઘાટન કરેલ .
આ અવસરે એક્સ્ટ્રીમ ફિટનેસ કેર દ્વારા સમાજમાં રહી અનેક ચેલેન્જો સાથે કોમ્પ્રોમાઈઝ ન કરીને સમાજ માટે કોઈને કોઈ ક્ષેત્રમાં ઉપયોગી થઈ અને વિશિષ્ટ સ્થાન મેળવનાર બહેનોનું સુંદર એવોર્ડ દ્વારા સન્માન કરવામાં આવેલ જે અંતર્ગત આઇકોનિક વુમન ઇન પોલિટિક્સ ડોક્ટર ચેતનાબેન તિવારી, આઇકોનિક વુમન ઇન સોશિયલ સર્વિસ એડવોકેટ નિધિબેન શાહ મોઢવાડિયા, આઇકોનિક વુમન ઇન મીડિયા કુમારી ગાયત્રીબેન ચૌહાણ,ગર્લ્સ સેલ્ફ ડિફેન્સ ની ટ્રેનિંગ આપવા દરમ્યાન માર્ગ અકસ્માત માં પોતાનો જીવ ગુમાવનારા સ્વર્ગસ્થ કરાટે વીર સેન્સિયી જયેશ ખેતરપાળ ના પત્ની કીર્તિબેન જયેશભાઇ ખેતરપાળ તેમજ વર્ષ દરમિયાન માનવતા માટે વિવિધ ક્ષેત્રમાં સેવા રૂપી ભાગ ભજવનાર બહેનોના વિવિધ ગ્રુપ ને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવેલ.
આ કાર્યક્રમના પ્રારંભમાં બાળકો દ્વારા ઝુમ્બા ડાન્સ, શૌર્ય ડાન્સ, પ્રાર્થના દ્વારા કાર્યક્રમની શોભા વધારેલ.
આ પ્રસંગે એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના મુખ્ય આયોજક કેતન કોટિયા, સુરજ મસાણીએ સતત એક સપ્તાહ ચાલનાર ફિટનેસ માટેના વિવિધ કાર્યક્રમોની રૂપરેખા આપેલ જે અંતર્ગત બહેનો માટે વિવિધ સ્પર્ધાઓ હેલ્ધી ડીશ, ફ્રુટ્સ ડીશ ડેકોરેશન, પ્લેન્ક પોઝ હોલ્ડ , ડેડ લિફ્ટ ચેલેન્જ, ટાયર ફ્લીપ વિથ બરપીસ, ટગ ઓફ વોર વગેરે જેવી સ્પર્ધાઓનું નું આયોજન રહેશે..
આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેલ પોરબંદર નગર સેવા સદનના મહિલા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી મોર્ડન ઝાંસી કી રાની એ બહેનોને પોતાની આગવી શૈલીમાં વિશેષ ઉદ્બોધન કરી અને પ્રોત્સાહિત કરેલ તથા બહેનો સાથે ઝેરોસલેમા આધ્યાત્મિક સોંગ પર ડાન્સ કરી અને આ ઇન્ટરનેશનલ વુમન્સ ડે ફિટનેસ સેલિબ્રેશન એન્ડ કોમ્પિટિશન નું ગ્રાન્ડ ઓપનિંગ કરેલ.
આયોજક કેતન કોટિયા એક્સ્ટ્રીમ ફિટનેસ કેર ના આ કાર્યક્રમને સફર બનાવવા માટે સહભાગી થનાર અને એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના ઇન્સ્ટ્રક્ટરો નિશા કોટિયા,સેંસઇ મહેશ મોતીવરસ, સેંસેઇ સુનિલ ડાકી, સેંસઈ અંજલી ગંધ્રોકિયા,ક્રિષ્ના મહેતા, ધ્વનિ સલેટ,જૈનિકા ગોહેલ ,પાયલ ચામડિયા,હીના ભરડા,પાયલ કાઠી ,યશ ડોડીયા મિલાપ લોઢારી, મોહિત મઢવી,નયન જેઠવા,કિંજલ હોદાર,ખુશ્બુ દાઉદીયા,હેબીટ મલેક,સંધ્યા પાંડાવદરા,ધરતી કોટિયા,વિશ્વા ગોહેલ,મીરા પંડ્યા,ડીજે કાજલ ઓડેદરા,ડીજે
પંકજ સલેટ ,વિશાલ બલેજા, શ્રેયસ કોટીયા, યસ કોટિયા વગેરે ના સહયોગ માટે વિશેષ આભાર વ્યક્ત કરેલ આ સાથે આ કાર્યક્રમ માં વિશેષ ઉપસ્થિતિ માટે તમામ મહિલા મહેમાનો અને મહિલા પ્રેક્ષકો નો વિશેષ આભાર વ્યક્ત કરેલ .
