લાયન્સ કલબ પોરબંદર દ્વારા શ્રી પીપળીયા પ્રાથમિક શાળા,પીપળીયા માં “વિદ્યાર્થીની યાત્રા ” સેમિનાર યોજાયો
લાયન્સ કલબ પોરબંદર દ્વારા તા.15-03-2024 શુક્રવારના રોજ શ્રી પીપળીયા પ્રાથમિક શાળા,પીપળીયા માં “વિદ્યાર્થીની યાત્રા ” સેમિનાર યોજાયેલ.
તા.15-03-2024 શુક્રવારના રોજ શ્રી પીપળીયા પ્રાથમિક શાળા,પીપળીયા માં વિદ્યાર્થીની યાત્રા સેમિનારમાં કાર્યક્રમની શરૂઆત શ્રી મમતાબેન વાછાણી દ્વારા લાયન્સ કલબ પોરબંદરના તમામ પદાધિકારીનું પુસ્તક આપી સ્વાગત કરેલ.લાયન્સ ક્લબ પ્રેસિડેન્ટ લાયન નિધિ શાહ મોઢવાડીયા દ્વારા સંસ્થાનો પરિચય આપી વિદ્યાર્થીઓમાં અભ્યાસ પ્રત્યે રુચિ વિશે હળવી શૈલીમાં જાણકારી મેળવેલ.
તા.15-03-2024 શુક્રવારના રોજ શ્રી પીપળીયા પ્રાથમિક શાળા,પીપળીયામાં “વિદ્યાર્થીની યાત્રા” સેમિનારમાં પોરબંદરના મોટીવેશનલ સ્પીકર શિલ્પાબેન કક્કડ “વિદ્યાર્થીની યાત્રા” વિશે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓએ અભ્યાસ માટે ક્યાં સુધી યાત્રા કરવાની છે તે નક્કી કરીને પ્રાથમિક સિદ્ધાંત સત્ય,પ્રમાણિકતા,મહેનત અને લક્ષ રાખીને આગળ વધવા ઉપર ભાર મૂક્યો હતો,
શાળાના ધોરણ આઠની વિદ્યાર્થીની ક્રિષ્ના કરસનભાઈ મોઢવાડીયાએ શિલ્પાબેનના વક્તવ્યને ખુબજ ટુંકાણપૂર્વક સમજાવીને મંત્ર મુગ્ધ કરી દીધા હતા.
જોઈન્ટ સેક્રેટરી હરદત્તપુરી ગોસ્વામી દ્વારા તમામ વિદ્યાર્થીઓને સામાન્ય જ્ઞાનને લગતા પ્રશ્નો પૂછી વિજેતા વિદ્યાર્થીને પ્રોત્સાહિત રૂપે માતાપિતા ને ઉપયોગી બને તેવા પુસ્તકો પ્રોત્સાહિત ઈનામ તરીકે આપવામાં આવેલ હતા.
લાયન્સ ક્લબ પ્રેસિડેન્ટ લાયન નિધિ શાહ મોઢવાડીયાના હસ્તે મોટીવેશનલ સ્પીકર શિલ્પાબેન કક્કડનું અભિવાદન પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
પ્રેસિડેન્ટ લાયન નિધિ શાહ મોઢવાડીયા વરદ હસ્તે બજાર માં ક્યાંય વેચાતા ન મળે તેવા અને ખાસ શિક્ષક વર્ગને ઉપયોગી થાય તેવા પુસ્તકો શ્રી પીપળીયા પ્રાથમિક શાળાના આચાર્ય તથા શિક્ષક ગણને “લાયન્સ કવેસ્ટ” પુસ્તકો ભેટ આપવામાં આવેલ.
શ્રી પીપળીયા પ્રાથમિક શાળા ને રાજ્ય કક્ષાનો સ્વચ્છ વિદ્યાલય નો એવોર્ડ 2018માં તેમજ જિલ્લા કક્ષાએ ચાર એવોર્ડ મેળવેલ છે.ગણિત વિજ્ઞાન મેળા,ખેલ મહાકુંભ જેવી પ્રવૃત્તિઓમાં આ શાળાના વિદ્યાર્થીઓ ભાગ લઈ વિજેતા બનેલા છે,
શ્રી પીપળીયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી મનીષભાઈ કણસાગરા એક નિષ્ઠાવાન શિક્ષક તરીકે આગવી ઓળખ ધરાવે છે,જેની ફલશ્રુતિ રૂપે રાજ્યપાલશ્રી,પ. પૂ.સંત શ્રી મોરારી બાપુ,એર ઈન્ડિયા,અચલા ફાઉન્ડેશન જેવી સંસ્થા દ્વારા એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવેલ છે.
આ કાર્યક્રમમાં લાયન્સ કલબ પોરબંદરના પ્રેસિડેન્ટ લાયન નિધિ શાહ મોઢવાડિયા, સેક્રેટરી લાયન અજય દત્તાણી, જોઈન્ટ સેક્રેટરી લાયન હરદત્ત પુરી ગોસ્વામી,શિલ્પાબેન કક્કડ, શ્રી પીપળીયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી મનીષભાઈ કણસાગરાના માર્ગદર્શન હેઠળ ,શ્રી મમતાબેન વાછાણી,જાગૃતિબેન સવસાણી,ક્રિષ્નાબેન ગાધેર, નીતુબેન મૌર્ય,મોનિકા બેન સોલંકી,આરતીબેન શિલું તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેલ હતાં.
વિદ્યાર્થીના શિક્ષણને સમર્પિત ટીમ વિદ્યાર્થીઓમાં એક સકારાત્મક વાતાવરણ પ્રદાન કરવાનો પ્રયાસ કરે છે અને લાયન્સ કલબની સામાજીક સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં શૈક્ષણિક અને વ્યક્તિગત વિકાસને પ્રોત્સાહિત કરે છે.