શ્રી સાગર-રત્ન વિકાસ સંઘ દ્વારા ૨૩ માર્ચ શહીદ દિવસ નિમિતે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ
દેશ માટે પોતાના પ્રાણોની આહુતિ આપી હસતે મોઢે ફાંસીએ ચઢી જનાર શહીદ વીર ભગતસિંહ, સુખદેવ,રાજગુરુ ને ૨૩/૦૩/૨૧ મંગળવાર ના રોજ સાંજે ૭ કલાકે શહીદ ચોક, ખારવાવાડ,
પોરબંદર. ખાતે શ્રદ્ધાંજલિ આપવામા આવી જેેેમાં મોટી સંખ્યામાં રાષ્ટ્રપ્રેમી લોકો જોડાયેલ.
વિશેષ ઉપસ્થિતિમાં પોરબંદર સમસ્ત ખારવા સમાજના વાણોટ પ્રેમજીભાઈ ખુદાઈ તેમજ પંચ પટેલ ટ્રસ્ટી ઉપસ્થિત રહેલ
જેમાં કોરોના સરકારની ગાઇડ લાઇન નું પાલન કરવામાં આવ્યુ હતું તેમ અશોક ભાઈ ગોહેલ પ્રમુખ, સાગર- રત્ન વિકાસ સંઘ, પોરબંદર એ જણાવ્યુ હતું.
Please follow and like us:
CATEGORIES Porbandar