પોરબંદર પીજીવીસીએલ દ્વારા વીજચોરી અંગે ગ્રામ્યવિસ્તારમાં દરોડા

બે દિવસમાં 1000 જેટલા વીજ જોડાણો ચેક કરી સવાસોથી વધારે ગેરરીતિઓ પકડી પાડી

પીજીવીસીએલ સર્કલ ઓફિસના સુપ્રીન્ટેન્ટ એન્જિનિયર એસ.આર. રાડા પ્રેરિત ટીમોએ ડાયરેક્ટ લંગર, વાયરથી મીટર બાયપાસ, વગર મીટરે પાવર વપરાશ સહિતની ગેરરીતિઓ પકડીને બોકાસો બોલાવી દીધો

પોરબંદર
પોરબંદર પીજીવીસીએલ દ્વારા છેલ્લા બે દિવસ દરમિયાન પોરબંદર જિલ્લામાં વ્યાપક ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. બે દિવસમાં સવાસોથી વધારે વીજ વપરાશ સંબંધિત ગેરરીતિઓ જીઇબીની ટીમોએ પકડી પાડી હતી.

પીજીવીસીએલ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર તારીખ 24 ના રોજ જીઈબીની 30 ટીમોએ 474 જોડાણો ચેક કરીને 78 જગ્યાએ વીજ વપરાશની ચોરી અથવા તો ગેર રીતે પકડી પાડી હતી અને રૂપિયા 13.51 લાખની દંડ આકારણી કરી હતી. અધિકારીઓએ ૩૦ ટીમો સાથે પોરબંદર વર્તુળ કચેરીના ભોમીયાવદર, પારાવાળા, મોરાના, કાટવાણા, વીનાજરાણા, ખીસ્ત્રી, ગોધાના, અદીપરા, અદીત્યાણા વિસ્તારમાં વીજચેકિંગ કરેલ હતું. ગેરરીતીમાં ડાયરેક્ટ લંગર વાયરથી મીટર બાયપાસ, વગર મીટરે પાવર વપરાશ જોવા મળેલ હતી. એ જ રીતે તારીખ 25 ના રોજ ૩૦ ટીમો સાથે પોરબંદર વર્તુળ કચેરીના દેવડા, મોબતપરા, કોટડા, બાલોચ, ખીજ્ડડ, સરાડિયા, વેકરી, કટોલ, છત્રાવા, ભોગસર, દર્શન વિસ્તારમાં વીજચેકિંગ કરેલ હતું. ગેરરીતીમાં ડાયરેક્ટ લંગર વાયરથી મીટર બાયપાસ, વગર મીટરે પાવર વપરાશ જોવા મળેલ હતી. આ વિસ્તારમાંથી 485 જેટલા જોડાણો ચેક કરી તેમાંથી 67 જેટલા ગેરરીતિના કેસ પકડી પડ્યા હતા અને 9.55 લાખની દંડ આકારણી કરી હતી, તેમ પોરબંદર પીજીવીસીએલ સર્કલ ઓફિસના સુપ્રીન્ટેન્ટ એન્જિનિયર એસ.આર. રાડાએ જણાવ્યું હતું.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!