સંત શ્રી ત્રિકમાચાર્ય બાપુ ની ૧૬૦ મી જન્મ જયંતી તેમજ સમૂહ જનોઈ મહોત્સવ ઉજવાયો
સંત શ્રી ત્રિકમાચાર્ય સેવા સમિતિ આયોજીત પોરબંદર દ્વારા સંત શ્રી ત્રિકમાચાર્ય બાપુ ની ૧૬૦ મી જન્મ જયંતી તેમજ સમૂહ જનોઈ મહોત્સવ શ્રી બર્ડાઈ બ્રાહ્મણ વિદ્યોતેજક વિદ્યાર્થી ભવન ઝુંડાળા ખાતે આયોજન થયેલ હતું ૨૫ બળવાઓ એ યજ્ઞોપવિત્ર સંસ્કાર ધારણ કરેલ હતું. જનોઈ-એક સંસ્કાર છે. જીવનનાં સોળ સંસ્કારો માનો આ મુખ્ય સંસ્કાર છે આને યજ્ઞાોપવિત્ર સંસ્કાર પણ કહે છે. યજ્ઞાોપવિત્ર સંસ્કાર જનોઈનો સંસ્કાર એ વૈદિકજીવન ધારણાનું પ્રતીક છે. ઉપ એટલે પાસે અને નયન એટલે લઈ જવું અર્થાત્ ગુરુ પાસે લઈ જવાની યોગ્યતાનું પ્રતિક છે. આનું હાર્દ માનવને ઉચ્ચકોટીનો ધાર્મિક અનુસરણીય સત્યનિષ્ટાવાન, આદર્શવાન બનાવવાનો છે.
જીવનનું અંતિમ ધ્યેય ‘શિવ’ સાથેનું મિલન છે. તેની સાથેનું ઐક્ય થવાનું તેમાં વિલીનીકરણ થઈ પોતાનામાં શિવજીનાં ગુણો પ્રાપ્ત કરવાનું છે. વૈદિક વિચાર ધારા જીવ-શિવનું મિલન કરાવનાર છે. અને એ એ વિચારધારાની દીક્ષા એટલે જ યજ્ઞાોપવીત્ર (જનોઈ) ધારણ કરવું એના માટેની ધાર્મિક વિધિ એટલે જ ઉપનયન સંસ્કાર. માનવ જન્મ દેવોને પણ દુર્લભ છે. તેમાંય સંસ્કારોથી થયેલ માનવ એક વિશિષ્ટકક્ષા ધરાવે છે. દરેક માનવ જન્મથી શુદ્ધ હોય છે. પરંતુ તે સંસ્કારોથી સોનામાંથી થતી સોનામોરની માફક સંસ્કૃત થયેલ માનવ બને છે. તેમાંય યજ્ઞાોપવિત્રએ માનવામાં બ્રહ્મત્વનું નિર્માણ કરનાર સંસ્કાર વિધિ છે.
હિંદુ સંસ્કૃતિની આ અણમોલ ભેટ છે. જે આદિકાળથી આપણા ઋષિમુનિઓની આપણને જીવન જીવવાની અને સત્માર્ગ પર ચાલવાની દિશા દર્શાવે છે. આથી આને સંસ્કાર કહે છે. યજ્ઞાોપવિતને ‘જનોઈ’ બ્રહ્મસૂત્ર વ્રત બન્ધ પણ કહેવાય છે. વસ્તુત ઃ યજ્ઞાશબ્દનો બીજો શબ્દ યજન છે. આમાંથી ‘જન’ અને ઉપવીતમાંથી ‘ઉ’ રાખીને જન ઉ-(જનોઈ) શબ્દ બન્યો છે. આમ આ મૂળ યત્રોપવીતનું જ ટુકુ રૂપ છે. યજ્ઞાોપવીતને જ ‘બ્રહ્મસૂત્ર’ કહે છે. કારણકે આ સૂત્રને ધારણ કરવાથી વ્યક્તિ બ્રહ્મને જ સમર્પિત થઈ જાય છે. તેથી તેને બ્રહ્મસૂત્ર પણ કહે છે તેનાથી તેને શક્તિ-આયુષ્ય અને તેજ દેનાર સૂત્ર કહેવાયું છે.આને વ્રતબન્ધ પણ કહેવાય છે. કારણકે તેને ધારણ કરવાથી પહેરવાથી અનેક પ્રકારનાં વ્રત-નિયમોમાં તે બન્ધાય છે. ઉપનયન સંસ્કાર વખતે મુંજ દોરી-મેખલાબંધ કમરે બાંધવામાં આવે છે. જ્ઞાાન-સંપાદન કરવું હોય તેને ઢીલી કમર રાખે ન પાલવે. જીવનમાં આવનારી આસુરી વૃત્તિને કમરકસી દેવી શક્તિની જાગૃતતા લાવવાનાં સંઘર્ષ સામેની તત્પરતા દર્શાવતું પ્રતિક છે. જનોઈ આપતી વખતે બટુકના હાથમાં દંડ પણ આપવામાં આવે છે. તે દંડ ગુરુ પાસે જઈ સજા આપવાની વિનંતી કરીને કહેવાનું કે ‘ગુરુજી’ મારાથી કોઈ ભૂલ કે અપરાધ થયો હોય તો આ દંડથી મને સજા કરજો. સાથો સાથ ગુરુ પાસે જતા રસ્તામાંનાં ભોજન માટે દંડ ઉપર ભોજનની પોટલી પણ બાંધવામાં આવે છે. ‘જનોઈ પહેરવાની રીત ઃ જનોઈ ડાબાખંભાથી જમણી બાજુ તરફ રાખવામાં આવે છે. કારણકે હૃદયનું મર્મસ્થાન ડાબી બાજુએ આવેલું છે. યજ્ઞાોપવિત-જનોઈની એક ખાસ વિશેષતા એ છે કે અમીર-ગરીબ કે તવંગર-ચક્રવર્તી સમ્રાટ કે સામાન્ય માણસ માટે પણ એ સૂતરના દોરામાંથી બનાવેલી પહેરવામાં આવે છે. સોના કે ચાંદીના નહીં. બોધાયન સૂત્ર મુજબ માથા પાસે ડાબા ખંભા ઉપરથી જમણી તરફ રાખવામાં આવે છે. પોરબંદર ના મુખ્ય રાજમાર્ગ ઉપર ભવ્ય શોભાયત્રા નીકળી હતી તેમાં ઘણા ભૂદેવોઓ અને ગોરાણીમાં એ બ્રાહ્મણ સંસ્કૃતિ પરંપરાગત તેડીશલ પરવેશ ધોતી તેમજ દેવ ની સાડી (સાડલો) પહેરી ને શોભાયાત્રા માં જોડાયેલ હતા. ભગવાન શ્રી કૃષ્ણ ના પરમ પવિત્ર બ્રાહ્મણ સખા સુદામાજી ના મંદિર ખાતે નૂતન ધજા ચડાવી હતી મહા રક્તદાન કેમ્પ યોજાયેલ હતો રાત્રે પરમ પૂજ્ય બાપુ ની આરતી તેમજ અન્નકૂટ દર્શન તેમજ મહા પ્રસાદી અને કાન ગોપી રાશ લીલા સંસ્કૃતિ કાર્યક્રમ યોજાયેલ હતો આ તકે પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક ના સુપુત્ર સાવનભાઈ ધડુક, પ્રમુખ પોરબંદર જીલ્લા ભાજપ રમેશભાઈ ઓડેદરા, પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા, મહામંત્રી પોરબંદર જીલ્લા ભાજપ અશોક મોઢા, પોરબંદર કોંગ્રેસ અગ્રણી રામદેભાઈ ઓડેદરા, નરેશભાઈ થાનકી, પોરબંદરના નીરાધન ભૂખ્યા લોકો ને અન્ન પુરૂ પાડે તેવા શ્રી જીવણ ભગત શ્રી ભગવતી અન્નક્ષેત્ર, અંગતમદદનીશ માંડવી મુંદ્રા ધારાસભ્ય વિનુભાઈ થાનકી, મહામંત્રી પોરબંદર છાંયા શહેર ભાજપ ભરતભાઈ રાઠોડ, હિતેશભાઈ ઠકરાર, વિજયભાઈ થાનકી, શૈલેષભાઈ જોષી, ધવલભાઈ જોષી, જેન્તીભાઇ મોઢા, ડૉ.જનકભાઈ પંડિત, સાયબર ક્રાઇમ બ્રાન્ચ રાજુભાઈ જોષી, મનોજભાઈ મોઢા, સતિષભાઈ રાજયગુરૂ, બાલુભાઈ થાનકી, ભારતીબેન થાનકી, ગીતાબેન મોઢા, ભાવનાબેન છેલાવડા, તેમજ બરડાઈ બ્રાહ્મણ સમાજ મસ્તાન ના અગ્રણીઓ બહોળી સંખ્યામાં જ્ઞાતીજનો ઉપસ્થિત રહેલ હતા આ ભવ્ય મહોત્સવ કાર્યક્રમ નું સંચાલન સંત શ્રી ત્રિકમાચાર્ય સેવા સમિતિ દ્વારા કરવામાં આવેલ હતું.