દિલ્હીના મુખ્યમંત્રીની ધરપકડ નો પોરબંદર માં વિરોધ

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની ED દ્વારા ખોટી રીતે ફસાવી ધરપકડ કરવામાં આવી હોવાનું જણાવી તેના વિરોધમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા પોરબંદર સુદામા ચોક પાસે પ્રચંડ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું તે દરમિયાન કીર્તિમંદિર પોલીસ દ્વારા ‘આપ’ અને કૉંગ્રેસ નેતાઓની અટકાયત કરવામાં આવી.
આ તકે પોરબંદર આપના આગેવાનો માં પ્રદેશ ઉપાધ્યક્ષ આપ કિસાન મેરૂભાઇ ઓડેદરા, પૂર્વ પોરબંદર વિધાન સભા ઉમેદવાર જીવનભાઈ જુંગી, રાણાવાવ કુતિયાણાના વિધાનસભા અધ્યક્ષ ભીમાભાઇ મકવાણા, રાણાવાવ શહેર ઉપ પ્રમુખ ભરતભાઈ રાઠોડ, લાલજીભાઈ, શૈલેષભાઇ, આરીફભાઈ, સુનિલ ભાઈ મોઢા વગેરે તથા કોંગ્રેસના આગેવાન
પોરબંદર શહેર સેવાદળ કોંગ્રેસ પ્રમુખ હરીશ ભાઈ દામજી મજીઠીયા, તથા પોરબંદર શહેર કોંગ્રેસ પૂર્વ કાર્યાલય મંત્રી અશ્વિન દેવજીભાઈ મોતીવરસ વગેરે હાજર રહ્યા હતા

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!