શ્રી પોરબંદર વિભાગીય નાગરિક સહકારી બેંકની બે અનેરી સિદ્ધિઓ

મહાત્મા ગાંધીની પવિતૢ જન્મભૂમી પોરબંદરમાં છેલ્લાં ૭૯ વરસથી કાર્યરત અને શહેરની ખ્યાતિપ્રાપ્ત એવી શ્રી પોરબંદર વિભાગીય નાગરિક સહકારી બેંક માટે અત્યંત ગૌરવપ્રદ એવી બે ઘટનાઓએ તાજેતરમાં આકાર લીધો છે.

નવ વર્ષ પ્રારંભે, જાન્યુઆરી ૨૦૨૫ માં ‘નેશનલ અર્બન કોઓપરેટીવ ફાઈનાન્સ એ ડેવલપમેન્દ્ કોર્પોરેશન લિમિટેડ’ દ્વારા મુંબઈ ખાતે અમ્બ્રેલા ઓર્ગેનાઈઝેશન મહોત્સવનું આયોજન થયું. જેમાં ભાગ લેવા સમગ્ર ભારતમાંથી માત્ર પાત્રીસ ચુનંદા અર્બન કોઓપરેટીવ બેંકના પ્રતિનિધિઓને ભારત સરકારના કેન્દ્રીય ગૃહમંત્રી એવમ પ્રથમ સહકાર મંત્રી અમિતભાઈ શાહ સાહેબ સાથે એક જરૂરી ચર્ચા વિચારણા માટે નિમંત્રણ પ્રાપ્ત થયું હતું. જેમાં વિચક્ષણ વ્યક્તિત્વના માલિક અને પોરબંદર નાગરિક વિભાગીય સહકારી બેંક ના સી.ઈ.ઓ  ભાવિકભાઈ દેવાણીને નિમંત્રણ મળ્યું હતું. જે અંતર્ગત  ભાવિકભાઈને આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાથે વ્યક્તિગત ચર્ચા કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું જેમાં શ્રી ભાવિકભાઈએ શ્રી અમિતભાઈ શાહ તેમજ નેશનલ અર્બન કોઓપરેટીવ ફાઈનાન્સ એન્ય્ ડેવલપમેન્દ્ કોર્પોરેશન લિમિટેડના પ્રમુખ શ્રી જ્યોતીન્દ્રભાઈ મહેતા સાથે આવશ્યક બાબતો વિશે ખુલ્લા મનથી ચર્ચા કરી જરૂરી સુચનો પ્રસ્તુત કર્યા હતાં. રાષ્ટીય કક્ષાની આ ઉત્તમ તક પ્રાપ્ત કરવા બદલ શ્રી ભાવિકભાઈ દેવાણીને શહેરના પ્રબુધ્ધજનોએ અભિનંદન પાઠવ્યા હતાં.

બીજી ઘટના એ રહી કે શ્રી પોરબંદર વિભાગીય નાગરિક સહકારી બેંકને તેની ગુણવત્તા યુક્ત કામગીરી માટે રાષ્ટ્રીય સ્તરનો ગણાતો‘બેન્કો એવોર્ડ લગાતાર ચોથી વખત મળ્યો છે. આ સાથે જ શ્રી પોરબંદર વિભાગીય નાગરિક સહકારી બેંક સતત ચાર વખત આ લબ્ધપ્રતિષ્ઠિત એવોર્ડ પ્રાપ્ત કરનાર માત્ર જુજ બેન્ક માહેની એક બેંક બની ચૂકી છે. જે એક અનેરી સિદ્ધિ છે.

એક જ સમયમાં આ બંને વરિષ્ઠ સફળતા મેળવવા બદલ શ્રી ભાવિકભાઈ દેવાણીઅને નાગરિક બેન્કના સમગ્ર બોર્ડ ઓફ ડિરેક્ટર્સને નગરશ્રેષ્ઠીઓની પ્રસંશા મળી રહી છે. જેના સંદર્ભે ભાવિકભાઈ, સંસ્થાના પૂર્વ ચેરમેન ડૉ. અનીલભાઈ દેવાણી, બેના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા બેન્કના કાર્યનિષ્ઠ સ્ટ્રાફ, શુભેચ્છકો તેમજ હિતધારકો પ્રત્યે ધન્યવાદની લાગણી પ્રગટ થઇ છે.

Please follow and like us:
Spread the love
CATEGORIES
TAGS

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!