પોરબંદર માં IPL-2024 ક્રિકેટની 20-20 મેચ ઉપર સટ્ટો રમતા 17 ઝડપાયા

જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા સાહેબ દ્વારા પોરબંદર જીલ્લામાં પ્રોહી/જુગારના કેસો શોધી કાઢવા સુચના કરેલ જે સુચના અન્વયે પોરબંર શહેર વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક સાહિત્યા વિ. સાહેબના સીધા માર્ગદર્શન અને દેખરેખ હેઠળ પોલીસ ઇન્સ્પેકટર એસ.ડી. સાળુંકે સાહેબનાઓ તથા પોલીસ.સબ.ઇન્સ. એસ.આર.જાડેજા તથા હાર્બર મરીન પોલીસ સ્ટેશનના સર્વલન્સ સ્કોડના સ્ટાફ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં રમઝાન ઇદ અંતર્ગત પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.હેડ.કોન્સ.જી.આર.ભરડા તથા પો.કોન્સ.કરશનભાઈ કાનાભાઇ ઓડેદરાને સયુક્ત બાતમીરાહે માહીતી મળેલ કે, પોરબંદર સુભાષનગર ડાયમંડ ટ્રાન્સપોર્ટની પાછળ અમુક લોકોએ મળીને પોતાના મોબાઇલ ફોનમાં હાલમાં ચાલતાં IPL-2024 ક્રિકેટની 20-20 મેચ ઉપર ખેલાડીઓના રનફેર ઉપર હારજીતનો ઓનલાઇન જુગાર રમે છે. જે બાતમી આધારે એ જગ્યાએ રેડ કરતા કુલ-૧૭ ઇસમો જુગારના સાહિત્ય તથા રોકડા રૂા.૨૨,૫૦૦/- તથા મોબાઇલ નંગ-૦૨ કી.રૂા.૧૧,૦૦૦/- મળી કુલ કી.રૂા.૩૩,૫૦૦/- ના મુદામાલ સાથે મળી આવતા તેઓની સામે જુગાર ધારા કલમ-૧૨ મુજબનો ગુન્હો રજી. કરેલ છે.
આરોપીઓના નામ સરનામાં
નં. (૧) હનેશ વેલજીભાઇ સોલંકી, ઉ.વ.૨૪, રહે. કે. આર.સી. ઓફીસની સામે, સુભાષનગર પોરબંદર
નં(૨) નીલેષ રામજીભાઈ ચારણીયા, ઉ.વ.૨૨, રહે. જય પાનની સામે, સુભાષનગર, પોરબંદર
નં(૩)ચીરાગ લાલજીભાઇ સલેટ, ઉ.વ.૪૨, રહે. દ્વારા ફળીયુ ખારવાવાડ, પોરબંદર
નં(૪)બાબુ રામજીભાઇ કોટવાડીયા, ઉ.વ.૪૬, રહે.જાવર ગામ, સોસાયટી પાસે, પોરબંદર
નં(૫) યશ વરજાંગભાઇ સોલંકી, ઉ.વ.૨૩, રહે.ભોલે પાનની સામે સુભાષનગર, પોરબંદર
નં(૬) હર્ષ રમેશભાઈ લોહ્યરી, ઉ.વ.૧૯, રહે.હોલી ચકલા, સુભાષનગર, પોરબંદર
નં(૭) હાર્દિક અરવીંદભાઇ લોઢારી, ઉ.વ.૨૪, રહે. સંતોષી માતાના મંદિર પાસે, સુભાષનગર, પોરબંદર
નં(૮) વિવેક સંજયભાઇ જંગી, ઉ.વ.૨૬, રહે.ઝુરીબાગ શેરી નં.૦૮, પોરબંદર
નં(૯) સાગર રાજેન્દ્રપ્રસાદ અગ્રવાલ, ઉ.વ.૩૨, રહે. વનાણા, ટોલનાકા પાસે, પોરબંદર
નં(૧૦) નીપુલ બાબુભાઇ ચામડીયા, ઉ.વ.૩૩, રહે. આનંદ હોલ પાસે, સુભાષનગર, પોરબંદર
નં(૧૧) રાજેશ છગનભાઇ સોલંકી, ઉ.વ.૪૦, રહે.જય પાનની સામે સુભાષનગર, પોરબંદર
નં(૧૨) કલ્પેશ સોમાભાઈ વાજા, ઉ.વ.૩૨, રહે.પીપરેશ્વર મંદિર સામે, સુભાષનગર, પોરબંદર
નં(૧૩) ભાવીક લાલજીભાઈ સીકોતેરીયા, ઉ.વ.૨૪, રહે સંતોષી માતાના મંદિર પાસે, સુભાષનગર, પોરબંદર
નં(૧૪) દિવ્યેશ ખીમજીભાઈ લોઢારી, ઉ.વ.૨૨, રહે. સંતોષ માતાના મંદિર પાસે, સુભાષનગર, પોરબંદર
નં(૧૫) કીશોર લખમણભાઇ ચામડીયા, ઉ.વ.૩૭, રહે.કે.આર.સી. ઓફીસ સામે, સુભાષનગર, પોરબંદર
નં(૧૬) આશીષ પરષોતમભાઈ લોઢારી, ઉ.વ.રર, રહે.સંતોષી માતાના મંદિર પાસે, સુભાષનગર, પોરબંદર
નં(૧૭) યોગેશ વેલજીભાઈ ચામડીયા, ઉ.વ.૨૯, રહે, પીપરેશ્વર મંદિર સામે, સુભાષનગર, પોરબંદર
