પોરબંદરમાં પોરબંદર જિલ્લા / શહેર યુવા મોરચા દ્વારા ભવ્ય “બાઈક રેલી યોજાઈ


*ભારતીય જનતા પાર્ટી ના સ્થાપના દિવસ અનુસંધાને આયોજન સંપન્ન*
*ડો. શ્યામા પ્રસાદ મુખર્જી ની પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી*
પોરબંદરમાં પોરબંદર જિલ્લા / શહેર યુવા મોરચા દ્વારા ભવ્ય “બાઈક રેલી યોજાઈ હતી. ભારતીય જનતા પાર્ટી ના સ્થાપના દિવસ અનુસંધાને આયોજન થતા મોટી સંખ્યામાં હોદેદારો, આગેવાનો, યુવાનો સહીત પોરબંદરવાસીઓ ઉમટી પડ્યા હતા. શહેર ના જુદા જુદા રાજમાર્ગો ઉપર વિશાલ રેલી ફરી હતી. તેમજ ડો. શ્યામા પ્રસાદ મુખર્જી ની પ્રતિમા ને ફૂલ હાર અર્પણ કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
આ બાઈક રેલી રિવરફ્રન્ટ પોરબંદર ખાતેથી શરૂ થઇ હતી અને કમલાબાગ , હાર્મની હોટેલ ( સ્વાગત ) , રાણીબાગ , આર્ય સમાજ રોડ , હેલ્મેટ સર્કલ , લોડ્સ હોટેલ , સર્કિટ હાઉસ પાસે ડો. સ્યામપ્રસાદ મુખર્જી ની પ્રતિમા એ પૂર્ણ થઇ હતી.
આ બાઇક રેલી માં પોરબંદર વિધાનસભા ના ભાજપના ઉમેદવાર અર્જુનભાઇ મોઢવાડીયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઇ બોખીરિયા, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ ઓડેદરા, મહામંત્રીઓ, સહિત શહેરના હોદેદારો, કાર્યકરો, મહાનુભાવો મોટી સંખ્યામાં જોડાયા હતા.
