મનસુખ માંડવિયાના છ વર્ષ જૂના વિડીયો વાયરલ કરવાના મામલે પોરબંદર જિલ્લા ભાજપ દ્વારા ચૂંટણી અધિકારીને કરાઈ ફરિયાદ
• પોરબંદર લોકસભા સંસદીય મતક્ષેત્રની ચૂંટણી માટે ભાજપના ઘોષિત ઉમેદવાર ડૉ. મનસુખ માંડવિયાના છ વર્ષ જૂના વિડીયો વાયરલ કરવાના મામલે પોરબંદર જિલ્લા ભાજપ દ્વારા ચૂંટણી અધિકારીને કરાઈ ફરિયાદ
• આવા વિડીયો વાયરલ કરી ભાજપાની છબી ખરડવા તથા સામાજિક શાંતિ, સૌહાર્દ તથા ભાઈચારાને તોડીને વિરોધીઓને રાજકીય લાભ પહોંચાડવાનો કરાયો દાવો
• પોરબંદર જિલ્લા ભાજપ દ્વારા જણાવાયું કે પોરબંદર લોકસભા સંસદીય મતક્ષેત્રની ચૂંટણી માટે ભાજપના ઘોષિત ઉમેદવાર ડૉ. મનસુખ માંડવિયા એ ખૂબ જ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય નેતા છે, છેલ્લા ૨૨ વર્ષથી જાહેર જીવનમાં ઉચ્ચ હોદ્દા પર કાર્યરત રહ્યા છે, જેમાં છેલ્લા ૮-વર્ષથી કેન્દ્રમાં મંત્રી છે.
• વાયરલ થયેલ વિડીયોના કારણે માંડવિયા સાહેબના સમર્થકો, શુભેચ્છકો, મિત્રો અને ચાહકવર્ગમાં ખૂબજ ગંભીર પ્રત્યાઘાતો પડ્યાને ધ્યાને લઈને પોરબંદર જિલ્લા ભાજપ દ્વારા ચૂંટણી અધિકારી સમક્ષ કરાઈ ફરિયાદ
• પોરબંદર જીલ્લા ભાજપની ફરિયાદના પગલે ઘણા ઇસમોએ ડીલીટ કરી દીધા વિડીયો
• પોરબંદર જીલ્લા ભાજપ કોઇપણ પ્રકારની આવી ગેર પ્રવૃત્તિ ચલાવી નહિ લે તેવી કડક શબ્દોમાં આપી ચેતવણી
• જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પોરબંદર પાસે તટસ્થ ન્યાયિક ચૂંટણી યોજવાની કરી માંગ
• અફવાથી સમાજને થનારા નુકશાન થી બચાવવા કરાઈ અપીલ
• ઇન્ફોર્મેશન ટેકનોલોજી એકટની વિવિધ કલમો હેઠળ નોંધાઈ શકે છે ગુન્હો
• ઇન્ફોર્મેશન ટેકનોલોજી એકટ હેઠળ અફવા ફેલાવી એ ગંભીર ગુન્હો છે જેમાં ૭ વર્ષ સુધીની થઇ શકે છે સજા
• જે સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા આવા ખોટા વિડીયો અને જૂના વિડીયો વાયરલ કરી અફવા ફેલાવાઈ છે એવા એકાઉન્ટની યાદી પણ સોંપી ચૂંટણી અધિકારીને
• પોરબંદર જીલ્લા ભાજપ દ્વારા તુતુ, મેમે નહીં પરંતુ કાયદાકીય ચૂંટણી લડવાની રણનીતિ અપનાવાય
• આ ફરિયાદ પરથી ભાજપની રણનીતિ સ્પષ્ટ દેખાઈ છે કે પોતે નેગેટીવ ન્યુઝ ફેલાવશે નહીં અને કોઈ નેગેટીવ ન્યુઝ ફેલાવે તો તેની સામે કાયદાકીય પગલાં લેશે
