પોરબંદર 108 ની ટીમ દ્વારા દિવસમાં બે જગ્યાએ ડિલિવરી કરાવામાં આવી.

આજરોજ પોરબંદર 108 દ્વારા બખરલા ગામના સગર્ભા મહિલા ને પ્રસુતિની પીડા ઉપડતા 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ ને મદદ માટે બોલાવવામાં આવી હતી એ દરમિયાન પોરબંદર હાર્બરની એમ્બ્યુલન્સ ગણતરીની મિનિટોમાં જ સ્થળ પર પહોંચી ગઈ હતી અને પ્રસુતિનો અસહ્ય પીડા ઉપાડતા ઇએમટી પારસ ભાઈ અને પાયલોટ ધર્મેશભાઈ સોલંકી દ્વારા રસ્તામાં એમ્બ્યુલન્સ રોકી અને એમ્બ્યુલન્સમાં જ પ્રસુતિ કરવાની ફરજ પડી હતી. તો બીજી બાજુ રાણાવાવ તાલુકાના રામગઢ ગામે સગર્ભા મહિલાને પ્રસુતિ પીડા ઉપડતા 108 માં સંપર્ક કરવામાં આવ્યો હતો જેમાં પણ રાણાવાવની એમ્બ્યુલન્સ ગણતરી ની મિનિટમાં જ સ્થળ પર પહોંચી હતી અને રસ્તામાં પ્રસુતાની અસહ્ય પીડા થતા ઇએમટી હિતેશ મુછાળ અને પાયલોટ કરશનભાઈ ભાટુ દ્વારા સમય સૂચકતા ધ્યાનમાં રાખીને એમ્બ્યુલન્સમાં પ્રસુતિ કરવાની ફરજ પડી હતી.

આમ પોરબંદર જિલ્લાની 108 સેવા એ બે અલગ અલગ સ્થળ પર પ્રસુતિ કરાવી માતા અને બાળકના જીવ બચાવવામાં આવ્યા હતા અને તેમની સારી કામગીરી બદલ ઉચ્ચ અધિકારીઓ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!