શ્રી નાનજી કાલિદાસ કન્યાશાળામાં 105માં શાળા સ્થાપના દિવસની ઊજવણી કરવામાં આવી
તા. 24/12/2024 મંગળવારના રોજ શ્રી નાનજી કાલિદાસ કન્યાશાળા, ખારવાવાડમાં 105માં શાળા સ્થાપના દિવસની ઊજવણી કરવામાં આવી. જેમાં મહેમાનોનું તિલક અને ફુલોથી સ્વાગત કર્યા બાદ મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું . કાર્યક્રમની શરૂઆત સ્વાગત ગીતથી કરવામાં આવી હતી. સાંસ્કૃતિક કાર્યક્રમો, વેશભૂષા, રાસ અને પિરામિડ વગેરે શાળાના બાળકો દ્વારા કાર્યક્રમો ઉત્સાહપૂર્વક કરવામાં આવ્યાં હતાં. કાર્યક્રમની સાથે સાથે દાતાશ્રી રસિકભાઈ ખુદાઈ તથા જ્યોત્સનાબેન ખુદાઈ (અમેરિકા) તરફથી શાળાના તમામ બાળકોને સ્વેટર અને કેટબરીનું વિતરણ કરવામાં આવ્યું. તેમા ડૉ. રજનીબેન ગોહેલ અને પી.વી.ગોહેલ સાહેબનો સહકાર મળ્યો હતો. શાળાના શિક્ષકશ્રી મનિષભાઈ તરફથી દિકરી જન્મની ખુશીમાં શાળાના તમામ બાળકોને પાઉં-ભાજી અને ગુલાબ જાંબુનુ ભોજન કરાવવામાં આવ્યું હતું. તથા આ પ્રસંગે શાળાના શિક્ષકશ્રી જીજ્ઞેશભાઈ તરફથી તમામ બાળકોને ગિફ્ટ અને ચોકલેટ આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતે શાળાના આચાર્યશ્રી મધુબેન નિમ્બાર્કે શાળા પરિવાર અને એસ.એમ.સી વતિ તમામ દાતાશ્રીઓ, પોરબંદર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વેજાભાઈ કોડિયાતર સાહેબ તથા તમામનો આ પ્રસંગે હ્ર્દયપુર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.