ભાગ્યવિજય હિંમતલાલ દવે ચેરીટેબલ ટ્રસ્ટ પોરબંદર દ્વારા તીર્થયાત્રા યોજાઈ

ભાગ્યવિજય હિંમતલાલ દવે ચેરીટેબલ ટ્રસ્ટ, પોરબંદર દ્વારા પોરબંદર જિલ્લામાં રહેતા ૧૫૦ થી વધુ બ્રહ્મસમાજના વડીલો તેમજ માતા-બહેનોને સમગ્ર વ્યવસ્થા સાથે બાર જયોતિર્લિંગ માના એક, મધ્યપ્રદેશ રાજ્યમાં ઉજજૈન ખાતે શ્રી મહાકાલેશ્વર જ્યોર્તિલિંગ તેમજ ભગવાનશ્રી કાલભૈરવ તથા શ્રી હરસિદ્ધિ માતાજીના મંદિરે દર્શન કરાવવાનું ભગીરથ કાર્ય કરવામાં આવ્યુ હતુ.

આ તીર્થયાત્રાને સફળ બનાવવા માટે ભાગ્યવિજય હિંમતલાલ દવે ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક પ્રમુખ અને ભાગ્યવિજય હિંમતલાલ દવેના પુત્ર નિરવભાઈ દવે તથા ધવલભાઈ દવે તેમજ માતૃશ્રી રીટાબેન દવે, ટ્રસ્ટના ઉપપ્રમુખ ગીરીશભાઈ વ્યાસ, સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મસમાજના પૂર્વ શહેર પ્રમુખ શ્રીધરભાઈ પુરોહિત, તથા ટ્રસ્ટના મંત્રી દેવેન્દ્રભાઈ પંડયા, દેવવ્રતભાઈ જોષી, તેમજ યુવા હોદ્દેદાર નિલેષભાઈ જોષી (પોરબંદર છાંયા નગરપાલિકાના કાઉન્સિલર), સંજયભાઈ મહેતા, અમરભાઈ પંડયા, મિહિરભાઈ શુકલ, હાર્દિકભાઈ થાનકી, ધાર્મિકભાઈ મોઢા, પ્રણવભાઈ જોષી, હિતેષભાઈ થાનકી સહિતના લોકોએ આ યાત્રાને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી

આ તકે ભાગ્યવિજય હિંમતલાલ દવે ચેરીટેબલના ઉપપ્રમુખ અને સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મસમાજના હોદ્દેદારો અને સર્વે દર્શનાર્થીઓ દ્વારા નિરવભાઈ તથા તેમના માતા રીટાબેન દવે અને તેમના ધર્મપત્ની ભાવિષાબેન દેવનું ઉજ્જૈન ખાતે આ ભગીરથ કામગીરી અનવ્યે સમ્માનપત્ર તથા શાલ ઓઢાડી અને ભગવાન મહાકાલેશ્વરની તસ્વીર આપીને અભિવાદન કરવામાં આવેલ હતું.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!