રાષ્ટ્રીય કક્ષા ની પિન્ચેક સિલાટ ચેમ્પિયનશિપ ૨૦૨૦/૨૧ માં પોરબંદર ના એક્સ્ટ્રીમ ફીટનેસ કેર ના વિદ્યાર્થીઓની પસંદગી
.
૨૭/૦૩/૨૦૨૧ થી તા.૩૧/૦૩/૨૦૨૧ સુધી રાષ્ટ્રીય કક્ષા ની પિન્ચેક સિલાટ ચેમ્પિયનશિપ નું આયોજન શ્રીનગર જમ્મુ-કાશ્મીર ખાતે આયોજન થયેલ છે જેમાં ગુજરાત રાજ્ય ની ટીમ માં પોરબંદર ના એક્સ્ટ્રીમ ફીટનેસ કેર ના વિદ્યાર્થી ઓ પસંદગી પામ્યા છે જેમાં સબ જુનીયર અને જુનીયર કેટેગરીમાં
બોયસ:-
૧.રાજવીર ચૌહાણ
૨.પ્રણવ ખોડિયાર
૩.વેદાંત ઓઝા
૪.પાર્થ ઓડેદરા
૫.અંશ ભૂતિયા
૬.શ્રીપાલ આસરા
ગર્લ્સ:-
૧.મીરાજ વાસનીક
૨.પ્રિયાનશી દોશી
૩.નારાયણી જોશી
૪.રાધિકા દવે
સિનિયર કેટેગરી મ
બોયસ માં
૧.જયેશ ખેતરપાલ
માસ્ટર્સ બોયસ કેટેગરીમાં
૧.કેતન કોટિયા ની પસંદગી થયેલ છે.
સમગ્ર ગુજરાત રાજ્ય ની ટીમ માં પસંદગી થવા માટે પિન્ચેક સિલાટ ઇન્ડિયા પેટ્રોન ચીફ ડો.કિરીટભાઈ સોલંકી (લોકસભા ના પેનલ સ્પીકર સાંસદ) ,ઓલ ગુજરાત પિન્ચેક સિલાટ ના પ્રેસિડેન્ટ શ્રી અરુણ સાધુ અને પોરબંદર ની સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ એ શુભેચ્છા પાઠવી છે.સમગ્ર ગુજરાતના વિદ્યાર્થી ઓની ટીમ ઓલ ગુજરાત પિન્ચેક સિલાટ ના વાઈસ પ્રેસિડેન્ટ શ્રી બદ્રીનાથ પાંડેય અને સેક્રેટરી શ્રી શ્રધ્ધા પટેલ ના નેતૃત્વમાં સમગ્ર દેશમાંથી આવેલ વિદ્યાર્થીઓ સામે પોતાનું કૌવત બતાવશે.
એક્સ્ટ્રીમ ફિટનેસ કેર અને પોરબંદર પિંચેક સિલાટ એસોસિએશન ના પ્રેસિડેન્ટ કેતન કોટિયા અને સેક્રેટરી જયેશ ખેતરપાલ તેમજ માર્શલર્ટસ એક્સસ્પેર્ટ સુરજ મસાણી,મહેશ મોતીવરસ શુભેચ્છા પાઠવી છે.