પોરબંદરમાં “યુવા સંવાદ” કાર્યક્રમ યોજાયો

પ્રથમ વખત મતદાન કરી રહેલા યુવક-યુવતીઓ ને માર્ગદર્શન ની સાથ દેશના વિકાસ માટે ભાજપ ને મત આપવા થઈ અપીલ**કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ, યુવા મોરચાના પ્રદેશપ્રમુખ પ્રશાંત કોરાટની ખાસ ઉપસ્થિતિમાં કાર્યક્રમ સંપન્ન**ભાજપના લોકસભા અને વિધાનસભા ના બન્ને ઉમેદવારોને યુવાનોનો જબરો પ્રતિસાદ*પોરબંદરમાં કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની ખાસ ઉપસ્થિતિમાં તાજાવાલા હોલ, પોરબંદર ખાતે યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ માં લોકસભાના ઉમેદવારશ્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા તેમજ વિધાનસભાના ઉમેદવારશ્રી અર્જુનભાઇ મોઢવાડીયા, પૂર્વકેબિનેટમંત્રીશ્રી બાબુભાઇ બોખીરિયા, પોરબંદર જિલ્લા ભાજપ પ્રભારી પ્રદીપભાઈ ખીમાણી, યુવા ભાજપ મોરચાના પ્રદેશ પ્રમુખ પ્રશાંત કોરાટ સહિત મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને યુવાનો ને વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના વિકાસ ના વિઝન અંગે માહિતગાર કરી વિકસિત ભારત માટે ભાજપ ને મત આપવા અપીલ કરી હતી. યુવાનો એ કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે પ્રશ્નોતરી કરી હતી જેના કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા સંતોષકારક જવાબ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ માં સરકારી મેડિકલ કોલેજ, ભાનુપ્રકાશદાસજી સંચાલિત સ્વામિનારાયણ કોલેજ તેમજ ગોઢાણીયા કોલેજ, મોઢા કોલેજ, સહીત ઓનલાઇન રજીસ્ટ્રેશન મારફતે અને જુદા જુદા ટ્યુશન ક્લાસ ના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, ભારતીય જનતા યુવા મોરચાના કાર્યકરો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ નું સંચાલન વિજયભાઈ વડુકરે કર્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા ભારતીય જનતા યુવા મોરચાના પોરબંદર જિલ્લા/શહેર ના હોદેદારો, કાર્યકરો એ જહેમત ઉઠાવી હતી.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!