પોરબંદરના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ ને ફુલસ્કેપ નોટબુક વિતરણ
શહેરના જાણીતા સેવાભાવી,
સામાજીક કાર્યકર અને હર હંમેશ સેવાકીય કાર્ય માટે તત્પર રહેતા એવા પાયોનિયર ક્લબ,સાગરપુત્ર સમન્વય પોરબંદર તથા લાયન્સ ક્લબ પોરબંદર “બાપુ” ના પ્રમુખશ્રી પ્રવીણભાઈ ખોરાવાના માતૃશ્રી સ્વ.નાથીબેન રતનશીભાઈ ખોરાવાના સ્મરણાર્થે દર વર્ષની માફક આ વર્ષે પણ તા.૨૬/૦૪/૨૦૨૪ ને
શુક્રવારના રોજ પોરબંદરના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ/વિદ્યાર્થીનીઓ ને ફુલસ્કેપ નોટબુક જે બજાર કિંમત ₹૪૦/- છે તેવી ૫૦૦૦ (પાંચ હજાર) નોટબુકનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું.આ નોટબુકનું વિતરણ શ્રીમતી હીરાબેન અર્જુનભાઈ મોઢવાડીયા,સંસ્થાના પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવા,પાયોનિયર લેડીઝ વિંગના ચેરપર્સન શ્રીમતી ઉમાબેન ખોરાવા,સાગરપુત્ર સમન્વયના મહિલા પ્રમુખ તથા પોરબંદર છાંયા નગરપાલિકાના કાઉન્સીલર લીલાબેન મોતીવરસ,
દેવશ્રી ખોરાવા અને યક્ષ ખોરાવા ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
આ ફુલસ્કેપ નોટબુક વિતરણ સમારંભમાં માજી વાણોટ હરજીવનભાઈ કોટિયા,માજી વાણોટ પ્રેમજીભાઈ ખુદાઈ,નગરપાલિકાના માજી પ્રમુખશ્રી સુનિલભાઈ ગોહેલ,ભરતભાઈ મોદી, જ્યેન્દ્રભાઈ ખુંટી અને ખુશ્બૂ માંડલિયા હાજર રહ્યા હતા.
સ્થળઃ
લીલાબેન મોતીવરસ ના નિવાસસ્થાને,કૈલાશ ગેરેજ વાળી ગલી,પાણીના ટાંકા સામે,ઝૂરીબાગ, પોરબંદર.
આ ફુલસ્કેપ નોટબુકનો કુલ ખર્ચ ₹ ૨૦૦૦૦૦/- રૂપિયા થયેલ છે તેના દાતા પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવા અને શ્રીમતી ઉમાબેન ખોરાવા છે.