પોરબંદર માં સામાજીક અને સેવાકીય કાર્ય માટે હંમેશા અગ્રેસર અને તત્પર રહેતી એવી પાયોનિયર ક્લબ

પોરબંદર,સાગરપુત્ર સમન્વય અને લાયન્સ ક્લબ ઓફ પોરબંદર “બાપુ” સંસ્થા દ્વારા તા.27/4/2024 ને શનીવાર ના રોજ લોહાણા તાજાવાલા હોલ,પોરબંદર ખાતે પાયોનિયર ક્લબ લેડીઝ વિંગ તથા સાગરપુત્ર સમન્વયના મહિલા પ્રમુખ લીલાબેન મોતીવરસના માર્ગદર્શન
હેઠળ આગામી લોકસભા અને ધારાસભાની ચૂંટણીમાં મતદારો જાગૃત થાય અને વધુમાં વધુ મતદાન કરે તે માટે મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ મતદાર જાગૃતતા અભિયાનમાં 83-પોરબંદર ધારાસભા સીટના ઉમેદવાર અર્જુનભાઈ મોઢવાડીયા,સામતભાઈ ઓડેદરા,રામભાઈ ઓડેદરા તથા પોરબંદર શહેરના તમામ સમાજના અગ્રણીઓ,
હોદ્દેદારો તથા સામાજીક કાર્યકરો અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હાજર રહ્યા હતા.આ પ્રસંગે સંસ્થાના પ્રમુખશ્રી પ્રવીણભાઈ ખોરાવાએ સૌને આવકાર્યા હતા અને જણાવ્યું હતું કે મતદાન કરવું એ આપણો હક્ક છે અને દેશના સારા ભવિષ્ય માટે મતદાન કરવું એ આપણી ફરજ પણ છે.સંસ્થા દ્વારા મતદાર જાગૃતિ માટેના સ્ટીકર નું વિમોચન અર્જુનભાઈ મોઢવાડીયા ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું અને પ્રવચનમાં જણાવ્યું હતું કે પોરબંદરનો તમામા ક્ષેત્રે વિકાસ થાય તેમજ ખાસ કરીને પ્રવાસન ઉદ્યોગ થી પોરબંદર ને ફરીથી ધમધમતું કરવા ખાત્રી તેમજ વિશ્વાસ અપાવ્યો હતો.અને આ તકે સંસ્થાના પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવા એ અર્જુનભાઈ મોઢવાડીયા ને જણાવ્યું હતું કે જો સરકાર પોરબંદરના વિકાસ માટે પબ્લીક ભાગીદારીથી કોઈપણ પ્રોજેક્ટ લાવશે તો તેમાં ત્રણેય સંસ્થાઓ તરફથી પૂરેપૂરો સહયોગ આપવામાં આવશે.આ મતદાન જાગૃતિ માટે સંસ્થાના પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવા ને લેડીઝ વિંગના ચેરપર્સન શ્રીમતી ઉમાબેન ખોરાવા,પ્રમુખ દીપાબેન ચાવડા,સેક્રેટરી ક્રિષ્નાબેન ઠાકર,દેવશ્રી ખોરાવા,યક્ષ ખોરાવા નો ખાસ સહયોગ મળેલ છે.
શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા એ પ્રમુખશ્રી પ્રવીણભાઈ ખોરાવા અને શ્રીમતી ઉમાબેન ખોરાવા દ્વારા મતદાર જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવેલ તેમજ તેમાં આમંત્રિત કરવા બદલ આભાર વ્યક્ત કરેલ અને ભવિષ્યમાં આવા સરાહનીય કાર્યો કરતા રહે તેવી શુભેચ્છા પાઠવી હતી.
આ કાર્યક્રમ સમાપ્ત થાય બાદ સર્વે મહેમાનો એ સાથે સ્વાદિષ્ટ ભોજન લીધું હતું અને સર્વે હાજર મહેમાનો દ્વાર અર્જુનભાઈ મોઢવાડીયાને ખાત્રી આપવામાં આવી હતી કે વધુમાં વધુ મતદાન કરાવશું.
આ કાર્યક્રમમાં અંદાજીત 500 વ્યક્તિઓ હાજરી આપી હતી.
આ કાર્યક્રમના સ્પોન્સર પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવા અને શ્રીમતી ઉમાબેન ખોરાવા છે.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!