રાણાવાવ ભોરાસર સીમ શાળા ખાતે વાર્ષિક મહોત્સવ યોજાયો
વિદ્યાર્થીઓએ રંગબેરંગી સંસ્કૃતિ કાર્યક્રમ પ્રસ્તુત કરી સૌને મંત્રમુગ્ધ કર્યા : વિવિધ ક્ષેત્રે અવ્વલ રહેનાર શાળાના વિદ્યાર્થીઓ અને શાળાને મદદરૂપ બનનાર વ્યક્તિ ઓનું વિશેષ સન્માન કરાયું
૦૦૦૦૦
પોરબંદર, તા. ૮ :
પોરબંદરના રાણાવાવ નજીક ભોરાસર સીમ શાળા ખાતે શૈક્ષિણક વર્ષ ૨૦૨૩-૨૪નો વાર્ષિક મહોત્સવ યોજાયો હતો. મહેમાનોનું પુષ્પગુચ્છ અને શાબ્દિક સ્વાગત કરી આમંત્રિત મહેમાનો દ્વારા દિપ પ્રાગટ્યથી કાર્યકમને ખુલો મૂકવામાં આવ્યો હતો. શાળાના બાળ વાટિકાથી ધોરણ ૮ સુધીના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જેમાં સ્વાગતમ્ – સ્વાગત ગીત, રણછોડ રંગીલા રાસ, આયો રે શુભ દિન આયો, મણિયારો રાસ, ઈતની હસી ઇતની ખુશી, અગર તુમ કહો, એકપાત્રિય અભિનય, સોલો ડાન્સ, વક્તવ્ય વગેરે કૃતિઓ રજૂ કરાઈ હતી. સાથે સાથે ધોરણ – ૮ પૂર્ણ કરનાર વિધાર્થીઓને વિદાય આપવામાં આવી હતી. શાળામાં અભ્યાસ કરી વર્ષ દરમ્યાન શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓ કે જેમણે મુખ્યમંત્રી જ્ઞાન સાઘના અને મુખ્યમંત્રી જ્ઞાન સેતું પરીક્ષામાં મેરિટમાં આવેલ હોય, કલા મહાકુંભ અને બાળ પ્રતિભા શોધ હરીફાઈમાં જિલ્લા કક્ષાએ નંબર મેળવેલ હોય, ધોરણ વાઈજ સૌથી વધુ હાજરી હોય, પર્યાવરણ ક્ષેત્રે કામ કરનાર વિદ્યાર્થીઓને પર્યાવરણ મિત્ર એવોર્ડ, રમત ગમત ક્ષેત્રે ખો ખો, કબડીમાં જિલ્લા કક્ષાએ નંબર મેળવી સારું પ્રદર્શન કરેલ વિધાર્થીઓએ મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા. શાળામાં વિનામૂલ્યે રસોયા તરીકે સેવા આપનાર હરસુખભાઈ ભૂવા, માવાભાઈ શિંગડીયા, નાથાભાઈ ઓડેદરા તેમજ શાળાને આર્થિક મદદ કરનાર શિક્ષક બહેન જયાબેન ભૂતિયા, વિવિધ કામોમાં મદદરૂપ થનાર સુભાષભાઈ ભૂવા, ગોપાલભાઈ ભૂવા, રમેશભાઈ ગૌસ્વામી અને વધારાના સમયે શાળાની દેખરેખ રાખનાર સ્વ. દિનેશભાઈ ટુકડિયાના માતાપિતા અને પાડોસી લાલજીભાઈ ભૂવાનું પણ વિશેષ સન્માન શાળા વ્યવસ્થાપન સમિતિ મારફત કરવામાં આવ્યું હતું. પે. સેન્ટર કુમાર શાળાના રાણાવાવના નિવૃત્ત થનાર શિક્ષક વનીતાબેન ગોવાણીને શાલ, મોમેન્ટો આપી વિદાય આપી હતી. કાર્યક્રમમાં સીટી સર્વે સુપ્રિટેન્ડેન્ટ લખમણભાઈ ઓડેદરા, માંગરોળના તાલુકા વિકાસ અધિકારી રાણાભાઈ ઓડેદરા, પોરબંદરના તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વેજાભાઈ કોડિયાતર, મહેર શકિત સેના અને મહેર સુપ્રિમ કાઉન્સિલના નવઘણભાઈ મોઢવાડીયા, રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ પોરબંદરના સંગઠન મત્રી મયુરસિંહ રાઠોડ, સુભાષભાઈ દવે, મહિલા મંત્રી જલ્પાબેન ગઢેચા, વર્ષાબેન પઢિયાર, સંજયભાઈ કોઠારી, ઇજનેર સચિન લાખાણી, સી.આર.સી. દિવ્યેશભાઈ સાધુ, બા.આર.પી. કરશન કામડિયા, શિક્ષકો, શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો, વાલીઓ, વિદ્યાર્થીઓ અને આસપાસના નાગરિકોએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી. વક્તાઓએ શાળાની તમામ કામગીરીની નોંધ લઈ બિરદાવેલ છે. તેમજ શાળા અને વિદ્યાર્થીઓને ઉજ્વળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા શાળા વ્યવથાપન સમિતિના અધ્યક્ષ વિજયભાઈ જમરિયા, ઉપાધ્યક્ષ કમલેશભાઈ ઓડેદરા, શિક્ષણવિદ ભાણજીભાઈ શિંગડીયા વગેરેએ જહેમત ઉઠાવી હતી. સાંસ્કૃતિક કાર્યક્રમ માટે તમામ શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી. તેમજ કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક હિરેનભાઈ મોઢાએ કર્યું હતું.