પોરબંદર જિલ્લાના પોલીંગ સ્ટાફ ઇ.વી.એમ. અને વી.વી.પેટ સહિત વૈધાનિક અને બિન વૈધાનિક સાહિત્ય લઇને મતદાન મથક પર જવા રવાના
પોરબંદરની માધવાણી કોલેજ તથા જવાહર નવોદય વિધાલય ખાતેના રીસીવિંગ અને ડીસ્પેરીંગ સેન્ટર ખાતેથી
પોરબંદર જિલ્લાના પોલીંગ સ્ટાફ ઇ.વી.એમ. અને વી.વી.પેટ સહિત વૈધાનિક અને બિન વૈધાનિક સાહિત્ય લઇને મતદાન મથક પર જવા રવાના
મતદાર યાદી સહિત વિવિધ ૨૯ પ્રકારના ફોર્મ, ફસ્ટ એઇડ કીટ, શાહી સહિતની વસ્તુ સાથે પોલીંગ સ્ટાફ રવાના
પોરબંદર તા,૩૦. ગુજરાત સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત પોરબંદર જિલ્લાના ૮૩-પોરબંદર તથા ૮૪-કુતિયાણા માટે આવતીકાલે તા.૧ ડીસેમ્બરના રોજ જિલ્લાના ૪૯૪ મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. જેમા ૨૪૮૦ પોલીંગ સ્ટાફ ફરજ બજાવશે. ત્યારે આજ રોજ પોરબંદરની માધવાણી કોલેજ તથા જવાહર નવોદય વિધાલય ખાતેના રીસીવિંગ અને ડીસ્પેરીંગ સેન્ટર ખાતેથી પોલીંગ સ્ટાફ મતદાન મથક તરફ રવાના થયા હતા.
ઇ.વી.એમ., વી.વી.પેટ, ફસ્ટ એઇડ કીટ, મતદાર યાદી સહિત વૈધાનિક અને બિન વૈધાનિક સાહિત્ય સાથે પોલીંગ સ્ટાફ વિવિધ વાહનોમાં રવાના થયા છે. એક મતદાન બુથ પર એક પ્રિસાઇડીંગ ઓફીસર, મહિલા સહિત ત્રણ પોલીંગ ઓફિસર તથા એક પ્યુન એમ એક બુથ પર કુલ પાંચ પોલીંગ સ્ટાફ તથા પોલીસ સ્ટાફ ફરજ બજાવશે. માધવાણી કોલેજ તથા જવાહર નવોદય વિધાલય ખાતેના રીસીવિંગ અને ડીસ્પેરીંગ સેન્ટર ખાતે ચૂંટણી અધિકારીશ્રી જાડેજા તથા શ્રી પારષ વાંદાના માર્ગદર્શનમાં ચૂંટણી ફરજ પરના સ્ટાફ મતદાન મથકો ખાતે રવાના થયા હતા.