એક્સ્ટ્રીમ ફિટનેસ કેર ની અનોખી પહેલ ફીટ ઇન્ડિયા નું સ્વપ્નું સાકાર કરવા માટે ખુબજ ઉપયોગી રહેશે “ઇચ વન ફીટ વન”
–
એકસ્ટ્રીમ ફિટનેસ કેરની સમાજ ઉપયોગી પહેલ” ઇચ વન ફીટ વન” મુમેન્ટ નું જિલ્લા કલેકટર,એસપી,ડીડીઓ,સામાજિક સંસ્થાઓ ના વરદ હસ્તે શુભારંભ
વધતી જતી બીમારીઓ,સ્ટ્રેસ,માનસિક અને શારીરિક બીમારીઓ જેવી સમસ્યાઓને દૂર કરવા માટે વ્યક્તિ સ્વાસ્થ્ય ની સંભાળ કરે તે ખુબજ જરૂરી છે ,ત્યારે સરકાર પણ લોકો માં જાગૃતતા આવે આ માટે સતત ચિંતિત રહી ફીટ ઇન્ડિયા જેવા અનેક પ્રયાસો કરી રહી છે .ફીટ ઇન્ડિયા નું સપનું સાકાર કરવા માટે લોકો એ જ સમજવું પડશે કે “મી ફીટ ઇન્ડિયા ફીટ”હું સ્વસ્થ તો મારું ભારત સ્વસ્થ ભારત દેશ ના નાગરિકો લાગણીને પ્રાધાન્ય આપે છે ત્યારે દરેક લોકો ફિટનેસ નું મૂલ્ય અને મહત્વ સમજી દરેક વ્યક્તિ માત્ર એક વ્યક્તિની કમિટમેન્ટ સંકલ્પ સાથે જવાબદારી લે એ વ્યક્તિ કોઈ પણ હોઈ શકે તે પરિવાર નો સદસ્ય થી શરૂ કરી મિત્ર કે કોઈ પણ અન્ય વ્યક્તિ હોઈ શકે યોગ, વોકિંગ,જોગિંગ,સાયકલિંગ,સ્પોર્ટ્સ,જીમ મેડિટેશન,બેલેન્સ ડાયટ વગેરે સ્વાસ્થ્ય માટે જરૂરી પ્રવૃત્તિ માટે પ્રેરિત કરે અને માનવ સાંકળ હ્યુમન ચેન નું નિર્માણ થાય એજ કાર્ય એટલે” ઇચ વન ફીટ વન” આ અનોખી પહેલની શરૂવાત એક્સ્ત્રિમ ફિટનેસ કેર દ્વારા તાજેતરમાં મોટીવેશનલ સ્પીકર ડૉ.નિમિત્ત ઓઝા ,જિલ્લા કલેક્ટર કે.ડી.લાખાણી,જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા,ડીડીઓ કે.બી.ઠક્કર ,સામાજિક સંસ્થાઓના આગેવાનો ડૉ.સુરેશભાઈ ગાંધી, ડૉ.ભરતભાઈ ગઢવી,મોઢાભાઈ ભરતભાઈ લાખાણી,અશ્વિનભાઈ ચોલેરા,લાખંસિભાઈ ગોરાણીયા,હિતેશભાઈ કારીયા,ચિરાગભાઈ કારીયા,ધવલભાઈ આદેશના વગેરેના વરદ હસ્તે કરવામાં આવેલ આ પ્રસંગે વિશાળ સંખ્યામાં શેહરના ગણમાન્ય લોકો પણ ઉપસ્થિત રહી એકસ્ત્રિમ્ ફિટનેસ કેર ની આ પહેલ ને આવકારી અને આ કાર્ય ની સફળતા ની શુભેચ્છા એકસ્ત્રિં ફિટનેસ કેર ના કેતન કોટિયા ,સૂરજ મસાણી,મહેશ મોતીવરસ અને સમગ્ર ટીમ ને પાઠવી હતી .