બખરલા ગામના જાગૃત યુવા સરપંચની આગેવાનીમાં ઘરે ઘરે પહોંચ્યો મુખ્ય મંત્રીનો સંદેશો

બખરલા ગામના જાગૃત યુવા સરપંચની આગેવાનીમાં ઘરે ઘરે પહોંચ્યો મુખ્ય મંત્રીનો સંદેશો
૦૦
બખરલાના ગ્રામજનોએ લીધેલો નિર્ણય

  • થોડા દિવસો સુધી કોઈના ઘરે મહેમાન તરીકે જવું નહીં
  • બહુ જરૂરી હોય તો જ બહાર નીકળવું
  • તાવ શરદી હોય તો તે જ દિવસે તપાસ કરાવવી, રિપોર્ટની રાહ જોયા વગર આઈસોલેટ થવું
    -કોરોનાની પ્રથમ લહેરમાં ગામ જનોએ જે રીતે કામ કર્યું તેવું જ કામ કરી માસ્ક વગર બહાર ન નીકળવું
    ૦૦૦૦૦૦૦
    પોરબંદર તા.૫
    પોરબંદર જિલ્લાના ગામડાઓમા કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે હવે ગામ લોકો આગળ આવી રહ્યા છે. કોરોના ની પ્રથમ લહેરમાં જ્યાં નોંધપાત્ર કામગીરી થઈ હતી તેવા બખરલા ગામના લોકોએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નો ‘મારુ ગામ કોરોના મુક્ત ગામ’નો સંદેશો સાર્થક કરવા કમર કસી છે.
    બખરલા ગામના યુવા સરપંચ અરસીભાઇ ખુંટીની આગેવાનીમાં ગામ લોકો જાગૃત થયા છે.ગામમાં કોરોના મુક્તિ માટે સમિતિ પણ બનાવવામાં આવી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી ગામના દરેક લોકોને મુખ્ય મંત્રી શ્નો સંદેશો પહોંચાડવામાં આવ્યો છે.
    ગામના સરપંચ સહિત જાગૃત આગેવાનોએ ગ્રામજનોને સમજાવ્યા છે કે થોડા દિવસો સુધી બિનજરૂરી રીતે ઘરની બહાર નીકળવું નહીં અને મહેમાનગતિ કે અન્ય કામે બને ત્યાં સુધી રૂબરૂ જવું નહીં. ગામમાં અમુક વિસ્તારોમાં સેનેટાઈઝેશન કરવામાં આવે છે અને લોકો ઘરની બહાર નીકળે ત્યારે અચૂક માસ્ક પહેરે છે. ગામ લોકોએ સાથે મળીને કોરોના સામેની લડાઈમાં જે જરૂરી માર્ગદર્શિકા છે તે પ્રમાણે અમલવારી કરવા નક્કી કર્યું છે. ગામમાં કોઈને તાવ આવે તો તાત્કાલિક તપાસ કરવા અને રિપોર્ટ આવે તેની રાહ જોયા વગર બને ત્યાં સુધી આઇસોલેટ થવા સમજાવવામાં આવી રહ્યું છે. રસીકરણ માટે પણ જાગૃતિ દાખવવામાં આવી રહી છે.
    ગામના સરપંચે જણાવ્યું હતું કે, જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા આરોગ્ય તંત્ર ના સંકલનમાં રહીને અમારે અમારા ગામ કોરોના મુક્ત કરવું છે. મારા ગામના લોકોએ પ્રથમ લહેર વખતે કોરોના ની લડાઈમાં સરકારને સાથ આપી રૂ.૭૫ હજારનો ફાળો પીએમ ફંડમાં આપેલો છે.
    આમ બખરલા અને અન્ય ગામોમાં જે રીતે કામગીરી શરૂ થઈ છે તેવી જાગૃતિ સાથે જિલ્લા તંત્ર દ્વારા અન્ય તમામ ગામોમાં કામગીરી કરવા વ્યવસ્થાઓ સુનિશ્ચિત થઇ રહી છે.
    ૦૦૦૦૦
Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!