ગુરુકુલ મહિલા કોલેજમાં ‘ મેરી મિટ્ટી મેરા દેશ ‘ પ્રકલ્પ અંતર્ગત એન.એસ.એસ દ્વારા સ્નેહ સેવા અને સંવેદના પ્રેરક યુવા સંવાદ યોજાયો

ગુરુકુલ મહિલા કોલેજમાં ‘ મેરી મિટ્ટી મેરા દેશ ‘ પ્રકલ્પ અંતર્ગત એન.એસ.એસ દ્વારા સ્નેહ સેવા અને સંવેદના પ્રેરક યુવા સંવાદ યોજાયો.
આઝાદી ના અમૃત પર્વની ઉજવણીના ભાગ રૂપે આજની યુવા પેઢીમાં રાષ્ટ્ર ભાવના સુદ્રઢ બને અને ભારત જ્યારે જી ૨૦ પરિષદનું યજમાન બન્યું હોય ત્યારે આજનું આ યુવાધન વસુધૈવકુટુમ્બકમ ની ભાવનાને સમાજમાં સ્નેહ,સેવા અને સંવેદના દ્વારા ઉજાગર કરે તે માટે પ્રયત્નશીલ ગુરુકુલ મહિલા કોલેજ પોરબંદર ના એન.એસ.એસ તથા સામુદાયિક સેવા ધારા ના માધ્યમથી સરકારશ્રી પ્રેરિત ‘ મેરી મિટ્ટી મેરા દેશ ‘ પ્પ્રકલ્પ અંતર્ગત યુવા સંવાદ કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં માનવ સેવા એજ પ્રભુસેવા ના ઉમદા હેતુથી કાર્યરત પોરબંદર શહેરની સેવાભાવી સંસ્થાઓ માહી ચેરીટેબલ ગ્રુપ અને સ્વસ્તિક ગ્રુપ ઓફ પોરબંદર ને સેવા ના માધ્યમ તરીકે વિદ્યાર્થીનીઓ સમક્ષ આમંત્રિત કરવામાં આવ્યા હતા.આ સેવા સંવેદના સંવાદમાં માહી ગ્રુપના તથા સ્વસ્તિક ગ્રુપ ના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત સેવાભાવી મિત્રોનું સ્વાગત વાઇસ પ્રિન્સિપાલ પ્રો.રોહિણીબા જાડેજા તથા સ્ટાફ મિત્રો દ્વારા સુતરની માળા સાથે કરવામાં આવ્યું હતું ત્યારબાદ ગુરુકુલ મહિલા કોલેજના પ્રાધ્યાપક અને એન.એસ.એસ.કોલેજ એડવાઈઝર ડૉ.નયન ટાંક દ્વારા ઉપસ્થિત સેવા સંસ્થાઓનો પરિચય આપવામાં આવ્યો હતો અને ગુરુકુલ મહિલા કોલેજ માં પણ એન.એસ.એસ તથા સામુદાયિક સેવા તથા યુથ રેડક્રોસ ના માધ્યમથી ઠાઈનરહેલા સેવાકાર્યો ની માહિતી આપવામાં આવી હતી અને ચાલુ વર્ષે યુથ રેડક્રોસમાં રજીસ્ટર થયેલી ૧૧૭ બહેનોને બિરદાવવામાં આવી હતી.
ત્યારબાદ સ્વસ્તિક ગ્રુપ ઓફ પોરબંદરના સદસ્યશ્રી મીનાબહેન પાનખાનીયા દ્વારા સંસ્થા દ્વારા થઈ રહેલી વિવિધ ૩૫ જેટલી સામાજિક સેવાઓની માહિતી પૂરી પાડવામાં આવી હતી અને તમામ બહેનો ને પણ આ સેવાકાર્યમાં જોડાવવા અપીલ કરવામાં આવી હતી.આ સાથે માહી ગ્રુપ ની સાથે સેવાકાર્યમાં સંકળાયેલા અને પોરબંદર શહેરના સિનિયર મોસ્ટ ફિઝિશ્યન ( ભીષ્મ પિતામહ ) ડૉ.સુરેશભાઈ ગાંધી ખાસ ઉપસ્થિત રહેલા અને તેઓએ પ્રાસંગિક ઉદબોધનમાં ખરા અર્થમાં સેવા એટલે શું અને સાચી સેવા એક વિદ્યાર્થી માતા પિતાથી લઈ કુટુંબ અને સમાજ તથા રાષ્ટ્ર માટે કઈ રીતે થઈ શકે તેનો સહજ શૈલીમા સંવાદ કરેલો હતો અને ગુરુકુલ મહિલા કોલેજ દ્વારા યોજાયેલા આ પ્રકારના યુવા સંવાદ કાર્યક્રમનું અભિવાદન કરેલું હતું.અને કોલેજમાં કાર્યરત યુથ રેડક્રોસ યુનિટ તથા એન.એસ.એસ ની કાર્યશૈલીની પ્રસંશા કરી બહેનોને આશીર્વચન પાઠવ્યા હતા.
રાષ્ટ્રના વિકાસ માં યુવા શક્તિ ની સેવા લક્ષી આ કાર્યક્રમમાં વિદ્યાર્થિનીઓને પ્રેરણા આપવા માહી ગ્રુપ અને સ્વસ્તિક ગ્રુપ સાથે જોડાયેલા સેવાના ભેખધારી ડૉ. ભરતભાઈ ગઢવી, ઘનશ્યામભાઈ મહેતા, રશ્મિભાઈ મોઢા તથા વિનેશભાઈ ગૌસ્વામી, હરદતભાઈ ગૌસ્વામી, ચૈતાલીબેન મસાણી ખાસ આ પ્રકારના યુવા સેવા સંવેદના પ્રેરક કાર્યક્રમમાં પોતાની વ્યસ્તતા વચ્ચે પણ ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમને અર્થસભર બનાવવા કોલેજના પ્રિન્સીપાલ ડૉ અનુપમ નાગર દ્વારા પ્રેરણા ,પ્રોત્સાહન અને માર્ગદર્શન આપવામાં આવ્યા હતા તથા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા એન.એસ.એસ પ્રોગ્રામ ઓફિસર ડો.રાજેન્દ્ર ચૌધરી તથા ડૉ.કેતકીબહેન પંડ્યાએ જહેમત ઉઠાવી હતી અને સામુદાયિક સેવા ધારા ના ડૉ.ભરતસિંહ ડોડિયાએ સાથ આપ્યો હતો અને એન.એસ.એસ.લીડર કુ.વિરલ રાનાવયા, કુ. વેડાંશી જોશી,કુ.ક્રિષ્ના ચોમલ તથા કુ.મૈત્રેયી ખેર દ્વારા વ્યવસ્થા સંકલન કરવામાં આવ્યું હતું.


