Watch “પોરબંદર માં ઇન્ટેક સંસ્થા દ્વારા માય ફૂડ હેરિટેજ વિષય પર સ્પર્ધા યોજાઈ” on YouTube
પોરબંદર માં ઇન્ટેક સંસ્થા દ્વારા માય ફૂડ હેરિટેજ વિષય પર સ્પર્ધા યોજાઈ
ભારતીય પરંપરાગત ફૂડ ના ચિત્ર અને તેના વિશે નિબંધ ની સ્પર્ધા યોજાઈ
મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એ લીધો ભાગ
પોરબંદર માં આજે નટવરસિંહ જી આર્ટ ગેલેરી ખાતે ઇન્ટેક સંસ્થા દ્વારા માય ફૂડ હેરીટેજ વિષય પર ચિત્ર તથા નિબંધ સ્પર્ધા યોજાઈ હતી જેમાં પોરબંદરની વિવિધ સ્કૂલો ના બાળકો એ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો .
પોરબંદર ઇન્ટેક સંસ્થા દ્વારા યોજાયેલ આ સ્પર્ધા એક અલગ વિષય પર જ આયોજન કરાયું હતું.જેમાં આપણા બા બાપુજી કહેતા કે અમારા જમાના માં આ પ્રકાર ના ભોજન હતા.આ પ્રકાર ના કોન્સેપ્ટ થી બાળકો ને માય ફૂડ હેરિટેજ વિષય પર ચિત્રો દોરવાના હતા અને તેના વિષય પર નીંબંધ લખવાનો હતો પોરબંદર ની વિવિધ સ્કૂલ ના વિદ્યાર્થીઓ એ મોટી સંખ્યામાં આ સ્પર્ધામાં અનોખી રુચિ દાખવી ભાગ લીધો હતો. આ ઇન્ટેક સંસ્થા ના પ્રોજેકટ ના કન્વિનર ધર્મેશ જાડેજા તથા પ્રાજકતા બેન દતાણી સહિત ઇન્ટેક ટિમ મેમ્બર તરીકે ઋષિકા હાથી અને બલરાજ ભાઈ પાડલિયા એ જહેમત ઉઠાવી હતી
ઋષિકા હાથી એ જણાવ્યું હતું.