પોરબંદર જિલ્લામાં અલગ અલગ ૪ સ્થળોએ ૧૦ દિવસ સુધી યોગ સમર કેમ્પ યોજાયો
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત યોગ સમર કેમ્પમાં ૩૭૫ બાળકો સહભાગી બન્યા
સંસ્કાર, યોગાસન, પ્રાણાયામ, ધ્યાન, યોગિક વ્યાયમો, યોગ્ય આહાર, વ્યસન મુક્તિ, ઉર્ગોનિક તથા વૃક્ષનું મહત્વ અંગે તજજ્ઞોએ માર્ગદર્શન આપ્યું
000000
પોરબંદર : ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યના ૩૩ જિલ્લાઓ અને મહાનગર પાલિકા ઓમાં રાજ્ય યોગ બોર્ડના ચેરમેનશ્રી યોગ સેવક શીશપાલજી, ખાસ ફરજના અધિકારશ્રી બેસનસિંહ વેદીસર, સમગ્ર યોગ બોર્ડની ટીમના માર્ગદર્શનથી સમગ્ર ગુજરાત રાજ્યમાં ૨૦૦ જેટલા યોગ સમર કેમ્પ યોજાયા છે. ૨૦,૦૦૦ જેટલા ૦૭ થી ૧૫ વર્ષના બાળકો યોગ સમર કેમ્પમાં જોડાયા હતા. યોગ સમર કેમ્પની શરૂઆત તા. ૨૦ મેથી ૨૯ મે દરમિયાન સવારે ૦૭:૦૦થી ૯:૦૦સુધી એમ દસ દિવસ સમર યોગ કેમ્પમાં યોગ તાલીમ, ધ્યાનની તાલીમ રમતા રમતા યોગ અને સંસ્કારની તાલીમ સંચાલક, સહસંચાલક યોગ કોચ, યોગ ટ્રેનરો દ્વારા આપવામાં આવી હતી. દરરોજ પોષ્ટિક નાસ્તો, એનર્જી ડ્રીંક તેમજ યોગની બુક અપાઇ હતી. પોરબંદર સેવાભાવી લોકો દ્વારા ૩૭૫ બાળકોને સ્કૂલના બેગ, શૈક્ષિણક કીટ અપાઇ હતી. સંસ્કાર, યોગાસન, પ્રાણાયામ, ધ્યાન, યોગિક વ્યાયમો, યોગ્ય આહાર તેમજ વ્યસનથી મુક્તિ, વૃક્ષો રોપણ તેમજ ઉર્ગોનિક અંગે તજજ્ઞોએ માર્ગદર્શન આપ્યું હતું. પોરબંદર જિલ્લામાં ડૉ.વી.આર. ગોઢાણીયા મહિલા કોલેજ, ચમ ઇંગ્લિશ મીડિયમ સ્કુલ, આર્ય સમાજ, જમાત ખાના રાણાવાવ ખાતે યોગ સમર કેમ્પ યોજાયો હતો. આ તકે ડો.સુરેશભાઈ ગાંધી, ડો.ભરતભાઇ ગઢવી, યોગી દુષ્યંતભાઈ મોદી, ડો.વિરમભાઇ ગોઢાણીયા અને ડો. ઇશ્વરભાઇ ભરડા ઉપસ્થિત રહ્યા હતા.