પોરબંદર જિલ્લા કલેક્ટર કે.ડી. લાખાણીએ તુંબડા, કુછડી અને શ્રીનગરની શાળાના બાળકોને પ્રવેશ અપાવ્યો


શિક્ષણ થકી આપણું જીવન અને લોકોની જોવાની દ્રષ્ટિ બદલે છે : કલેકટર
કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત કલેકટર એ બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ કરી પ્રોત્સાહિત કર્યા
કલેકટરએ શાળા અને ગામને લગતા વિવિધ પ્રશ્નો અંગે વિદ્યાર્થીઓના વાલીગણ સાથે સંવાદ કર્યો
શાળા પ્રવેશોત્સવ અંતર્ગત પોરબંદર જિલ્લા કલેક્ટર કે.ડી. લાખાણી દ્વારા તુંબડા, કુછડી અને શ્રીનગરની શાળાના બાળકોને પ્રવેશ અપાવ્યો હતો.
કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત કલેકટર શ્રી એ બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ કરી પ્રોત્સાહિત કર્યા હતા. કલેકટરશ્રીએ શાળા અને ગામને લગતા વિવિધ પ્રશ્નો અંગે વિદ્યાર્થીઓના વાલીગણ સાથે ચર્ચા કરી હતી.
સૌ ભણે, ગણે અને આગળ વધે’ તથા સૌને શિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહન મળે તેવા ઉમદા આશય સાથે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૩થી રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. પોરબંદર જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં આજથી ત્રિદિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૪ ૨૧મા તબક્કાનો હર્ષભેર શુભારંભ કરવામાં આવ્યો છે.
જિલ્લા કલેક્ટર કે.ડી. લાખણી દ્વારા તુંબડા, કુછડી અને શ્રીનગર ગામ ખાતે શાળાઓમાં બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. શાળાની બાળા ઓએ કલેક્ટરશ્રીનું સ્વાગત કર્યું હતું, ત્યારબાદ કલેક્ટર શ્રી કે.ડી. લાખાણી દ્વારા પ્રવેશ મેળવનાર બાળકોને શૈક્ષણિક કીટ આપી પ્રવેશ અપાવ્યો હતો. તેમજ શાળામાં અવ્વલ આવનાર વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહિત કર્યા હતા. જિલ્લા કલેક્ટર કે.ડી. લાખાણી દ્વારા વિદ્યાર્થી તેમજ તેમના વાલીઓને વિવિધ દ્રષ્ટાંતો આપી શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું.
તેઓએ કહ્યું કે શિક્ષણથી આપણું જીવન અને લોકોની જોવાની દ્રષ્ટિ બદલે છે, જેથી વાલીઓને પણ તેમના સંતાનોને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરાવવા અપીલ કરવામાં આવી હતી. શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરાયું હતું.
શાળા પ્રવેશોત્સવ દરમિયાન કલેક્ટરશ્રીએ ત્રણ ગામ ખાતે વિદ્યાર્થીઓના વાલી સાથે કાર્યક્રમના અંતે બેઠક યોજી શાળામાં ઘટતી સુવિધાઓ અંગે ચર્ચા કરી હતી. વિદ્યાર્થીઓના વાલીઓને માત્ર શાળામાં જ નહીં પરંતુ ગામની અંદર પણ ઘટતી સગવડો મુદ્દે ચર્ચા કરી હતી. ગ્રામજનોએ રોડ રસ્તા પાણી વીજળી અને રમતગમતના મેદાન ઉપરાંત શ્રીનગર ગામ ખાતે આરોગ્ય તથા પંચાયત ભવન મુદ્દે રજૂઆત બાદ સમસ્યાઓનું નિરાકરણ કરવાની જિલ્લા કલેક્ટર કે.ડી. લાખાણી દ્વારા ખાત્રી આપવામાં આવી હતી. આ તકે પ્રાંત અધિકારી સંદીપ જાદવ, શાળાનો સ્ટાફ અને મોટી સંખ્યામાં વાલીગણ ઉપસ્થિત રહ્યાંહતા.
