પી.એમ.શ્રી નવાપરા પ્રાથમિક શાળા છાયા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૪-૨૫

આજ રોજ શ્રી નવાપરા પ્રાથમિક શાળામાં રાજ્ય સરકાર દર વર્ષે યોજાનાર કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૪-૨૫ યોજવામાં આવ્યો હતો. જેમાં કાર્યક્રમનાં અધ્યક્ષ સ્થાને ડો.રણજીત કુમાર સિંઘ (કમિશ્નર આઈસીડીએસ ગાંધીનગર) રહ્યા હતા. સાથે ભાવનાબેન – પ્રોગ્રામ ઓફિસર પોરબંદર લાયઝન અધિકારી તરીક
સી.આર.સી કો-ઓર્ડિનેટર ઓડદરના ડૉ.વિવેક જોષી અને સી.આર.સી કો – ઓર્ડિનેટર છાયા કુમારના ભગીરથભાઈ મંડેરા હાજર રહ્યા હતા.
દિપ પ્રાગટય અને પ્રાર્થના બાદ. ડો.રણજીત કુમાર સિંઘ દ્રારાઆંગણવાડીના બાળકોને પ્રવેશ આપ્યો હતો. ત્યારબાદ બાલવાટિકાના ૫૯ વિદ્યાર્થીઓ અને ધોરણ 1 મા ૬૫ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે સાથે શિષ્યવૃત્તિ પરિક્ષામાં ઉત્તીર્ણ થયેલ વિદ્યાથીઓ અને સમગ્ર વર્ષ દરમિયાન સૌથી વધુ હાજરી ધરાવતાં બાળકોનું સન્માન કરવામાં આવ્યું હતું. શાળામાં સદાને માટે પોતાની તન-મન- ધનથી સેવા કરનાર કારાભાઈ આગઠ અને રણમલભાઈ જાડેજાનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ડો રણજીત કુમાર સિંઘ સાહેબ દ્રારા પોતાનાં આશીર્વચન પાઠવ્યા હતા જેમાં રાજ્ય સરકારની બધી યોજનાઓ વિશે માહિતગાર કર્યા હતા અને શાળામાં ગોઠવેલ સ્ટોલ વિશે બધા વાલીઓ જાણે અને આજૂબાજૂના લોકોને સરકારી શાળામાં અભ્યાસ કરાવે એવા પ્રયત્નો કરવાં કહ્યું. ત્યારબાદ વૃક્ષારોપણ કરીને. એસ.એમ.સી કમિટિ અને વાલીઓ સાથે ચર્ચા કરી હતી. ત્સયારબાદ વાલીઓ માટે વિદ્યાર્થીઓ માટેની સરકાર મારફત મળેલ સહાયક સામગ્રી નાં સ્ટોલ નું ઉદઘાટન કર્યું હતું. મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ આચાર્યા હીરીબેન દાસાના માર્ગદર્શન હેઠળ સમગ્ર શાળા પરિવારે જહેમત ઉઠાવી હતી.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!