શીલ ગામે ભરડા -ડાકી પરિવાર ના આરાધ્ય દેવ શ્રી સંગે સરિયા બાપા મંદિર ખાતે રંગે ચંગે વાર્ષિક પાટોત્સવ સંપન્ન

દાન – ધર્મ થી થયેલું સત્કર્મ જીવન ના સુખ – શાંતિ નો આધાર બને છે : પૂર્વ મંત્રી દેવા ભાઈ માલમ

શીલ ગામે ભરડા -ડાકી પરિવાર ના આરાધ્ય દેવ શ્રી સંગે સરિયા બાપા મંદિર ખાતે રંગે ચંગે વાર્ષિક પાટોત્સવ સંપન્ન મંદિર ધ્વજારોહણ, યગ્નોત્સવ, મહા પ્રસાદ લોક ડાયરા કાર્યક્રમ યોજાયા પોરબંદર : માધવપુર (ઘેડ ) નજીકના શીલ ગામે સામાજિક, શૈ ક્ષણિક આધ્યાત્મિક અને સેવા ક્ષેત્રે વિવિધ પ્રવુતિ મા અનોખું સ્થાન ધરાવતા શીલ શ્રી સંગે સરિયા મંદિર સેવા સમિતિ દ્વવારા કોળી સમાજ ભરડા -ડાકી પરિવાર ના આરાધ્ય દેવ ના નવ નિર્મિત શ્રી સંગે સરિયાં બાપા – શ્રી લખમણ બાપા મંદિર ખાતે મંદિર નો પુન જીરણોધ્ધાર બાદ પ્રથમ વાર્ષિક પાટોત્સવ નુ ભવ્ય આયોજન કરવા મા આવેલ હતું જે મા મંદિર ધ્વજાં રોહણ,યગ્નોત્સવ,લોક ડાયરો,, મહા પ્રસાદ કાર્યક્રમ યોજાયા હતા શીલ ગામે નેત્રાવતી નદી ના કિનારે પોરબંદર હાઇ- વે પર આવેલા શ્રી સંગે સરિયા બાપા ના મંદિર ના પરિસર માં તાજેતમાં મંદિર ના પ્રથમ વાર્ષિક પાટોત્સવ નુ સમિતિ દ્વવારા આયોજન કરવામાં આવેલ હતું જેમાં ત્રણ કુંડી યગ્નોત્સવ, મંદિર ધ્વજાં રોહણ, મહાપ્રસાદ અને લોક ડાયરા નો સમા વેસકરવા મા આવેલ હતો શરૂ આત મા મંદિર સમિતિ ના પ્રમુખ શ્રી રાજાભાઈ ભરડા એ સમિતિ દ્વવારા હાથ ધારાયેલા વિવિધ સેવા પ્રોજેક્ટ નો વિગતે પરિચય આપી સૌ મહાનુભાવો ને મીઠો આવકાર આપ્યો હતો મંદિર ના ભુવા આતા મના ભાઈ ભરડા એ ભરડા ડાકી પરિવાર ની નિર્માણ પામી રહેલ સમાજ વાડી ના વિકાસ ની રૂપરેખા પ્રસ્તુત કરી હતી આ ધાર્મિક ઉત્સવ પ્રસંગે ધર્મ સભાં ને સંબોધન કરતા રાજ્ય ના પૂર્વ પશુ પાલન મંત્રી અને કેશોદ ના ધારાસભ્ય દેવાભાઇ માલમે જણાવ્યું હતું કે આવા ઉત્સવો થકી એકતા ની ભાવના બળવંત્તર બને છે શ્રી મદ ભગવત ગીતા મા જ્ઞાન, કર્મ અને ભક્તિ નો ઉલ્લેખ કર્યો છે કર્મ થી માણસ દેવ અને કર્મ થીજ દાનવ બને છે તેમણે દાન – ધર્મ થી થયેલું સત્કર્મ જીવન ના સુખ શાંતિ નો આધાર બને છે આ પ્રસંગે ઉપસ્થિત રહેલા માંગરોળ માળીયા ના ધારાસભ્ય શ્રી ભગવાનજી ભાઈ કરગટિયા એ જણાવ્યું હતું કે ભૌતિક વાદ થી સુખ અને શાંતિ નહિ મળે પણ આવા આધ્યાત્મિક કાર્યક્રમો થકી સુખ – શાંતિ મળે છે તેમણે સમિતિ દ્વવારા થતી આધ્યાત્મિક પ્રવુતિ ને અભિનંદન આપી બિરદાવી હતી આ પ્રંસગે પોરબંદર ના કોળી સમાજ રત્ન કેળવણીકાર ડો ઈશ્વરભાઈ ભરડા એ જણાવ્યું હતું કે જેમની પાસે અઢળક સંપતિ હોય એજ માત્ર દુનિયા પર રાજ કરી શકે એ જમાનો હવે ભૂતકાળ બની ગયો છે આજે આધુનિક ટેકન્નોલોજી ઝડપથી વિકાસ થી ચિત્ર હવે બદલાયું રહ્યું છે તેથી હવે સંપતિ નહિ જ્ઞાન ની જરૂર છે જો જ્ઞાન નહિ હોયતો એ વ્યક્તિ પશુ સમાન ગણા શે દુનિયા પર રાજ કરવા માટે સંપતિ નહિ પણ જ્ઞાન ની જરૂર પડશે યુવાનો વ્યશન ફેશન થી દૂર રહી ને શિક્ષણ ને ટોચ અગ્રતા આપે તે જરૂરી છે આ ધાર્મિક ઉત્સવ અવસર રાત્રે ભવ્ય લોક ડાયરા નુ આયોજન કરવા મા આવેલ હતું જેમાં જાણીતા કલાકારો સર્વ પ્રકાશ ભાઈ ઝાલા, દિવ્યા બેન પંડિત અને હિરલ બેન મેર લોક સાહિત્ય પ્રસ્તુત કરી સૌને ડોલાવી મંત્ર મુગ્ધ બનાવ્યા હતા આ ઉત્સવ માં વિવિધ લોકોં નો સહયોગ મળ્યો છે જેમાં વિનય મંડપ સર્વિસ તલોદ્રા શ્રી અજિત ભાઈ ડાકી, ભોલે લાઈટ ડેકોરેશન શીલ શ્રી વિરમ ભાઈ ભરડા, યૂટયુબ લાઈવ આર. કે ડીઝીટલ સ્ટુડિયો ભ ડુ રી, રામજી ભાઈ ભરડા, મોહિત મિનરલ વોટર શીલ સઁજય ભાઈ ભરડા, કંદોઈ શીલ , પરેશ ભાઈ ભરડા અને ન્યૂ મહાદેવ ડી. જે શીલ રવિ ભાઈ ભરડા નો સમાવેશ થયેલ છે ઉલ્લેખ નીય છે કે શ્રી સંગે સરિયા બાપા ના નવ નિર્મિત મંદિર ખાતે વિશાલ કમ્પાઉન્ડ આવેલ છે જેમાં મુંબઈ ગુજરાત અને સૌ રા સ્ટ્ર ભરમાં થી આવતા ભરડા ડાકી પરિવાર ને ભોજન આવાસ ની સુવિધા ઉપલબ્ધ કરવા ભરડા ડાકી પરિવાર ના વિવિધ દાતાઓ અને ભક્તો નો ઉમદા આર્થિક સહયોગ મળતા ટૂંકા સમય ગાળા માં અંદાજે વિસ – પચીસ લાખ ના ખર્ચે ભવ્ય વાડી નુ નિર્માણ થઇ રહ્યું છે જેમાં દાતા ઓ નો ઉમદા સહ યોગ મળી રહ્યો છે આ તકે પોરબંદર ના ખાપટ ના દાતા , દિનેશ ભાઈ ગોવિંદ ભાઈ ભરડા, શ્રી જીતીશ ભાઈ શ્રી શ્રી મીના બેન ભરડા નુ માંગરોળ તાલુકા કોળી સમાજના પ્રમુખ શ્રી લખમણ ભાઈ ભરડા ના હસ્તે શાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ હતું આ અવસરે ભરડા – ડાકી પરિવાર ના ભુવા આતા ની ઉપસ્થિત મા અગિયાર દમ્પતિઓ ના યજમાન પદે ત્રણ કુંડી યજ્ઞ યોજાયો હતો જેમાં શાસ્ત્રી , ભાર્ગવ ભાઈ પુરોહિત, નિખિલ ભાઈ પુરોહિત તેમજ ઋષિકુમાર , રાજેશ ભાઈ પુરોહિત, જયપ્રકાશ પુરોહિત, રાજ ભાઈ રાજ્ય ગુરુ , રૂપેશ ભાઈ ઠાકર એ વૈ દિક મંત્રો ચ્ચાર દ્વવારા આહુતિ આપી હતી દેશ વિદેશ સહીત સમગ્રસૌ રાષ્ટ્ર ભરમાંથી ઉપસ્થિત રહેલા હજારો ભરડા – ડાકી પરિવાર જ્ઞાતિ જાતિ ના ભેદ ભાવ વગર ભોજન રૂપે મહા પ્રસાદ લીધો હતો હતો આ ધાર્મિક ઉત્સવ નુ સંચાલન મંદિર ના ભુવા આતા મના ભાઈ ભરડા એ સંભાળ્યું હતું જયારે આભાર વિધિ વિરમભાઈ ભરડાએ કરી હતી કાર્ય ક્રમ મા મોગરોળ ના તાલુકા સદસ્ય રાજા ભાઈ ભરડા,શીલ ગામના સેવા કર્મી યુવા સરપંચ જયેશભાઇ ચુડાસમા,ગ્રામ પંચાયત ના સદસ્યોં, સાંગા વાડા ની મોમાઈ માતાજી મંદિર ના ભુવા આતા , રાહુલ ભાઈ મેરામણ આતા, દિવાસા દાળમ દેવ મંદિર ના પૂજારી રાહુલ ભાઈ ગોસ્વામી, l કારા ભાઈ ડાકી, મોહન ભાઈ ડાકી માલદે ભાઈ ડાકી, પાંચા ભાઈ ડાકી પરસોત્તમભાઈ ભરડા, કાનભાઈ ડાકી, રામભાઈ ભરડા , જુમા પટેલ, શીલ ગામના સમાજ ના અગ્રણી ઓ , ભક્ત સમુદાય, વિવિધ મઢ ના ભુવા આતાઓ સહીત મોટી સંખ્યા મા ભાઈ બહેનો હાજર રહ્યા હતા

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!