લાયન્સ કલબ પોરબંદર દ્વારા બાલુબા કન્યા વિદ્યાલયના વિદ્યાર્થીઓ માટે પોસ્ટ ઓફિસ વિશે જાણકારી કાર્યક્રમ યોજાયો

પ્રિન્સિપાલ રાજશ્રી બેન સિસોદિયા તથા હાજર રહેલ તમામ શિક્ષક દ્વારા લાયન્સ કલબના પદાધિકારી શ્રીઓનું શાબ્દિક તેમજ સૂતરની આંટી દ્વારા સ્વાગત કરવામાં આવેલ.
તા.28-06-2024 શુક્રવારના રોજ મહારાણી બાલુબા કન્યા વિદ્યાલયના વિદ્યાર્થીઓ માટે આજના ડિજિટલ યુગ માં પોસ્ટ ઓફિસની કાર્ય પ્રણાલી વિસરાઈ જઈ રહી છે એવા સમયે પોસ્ટ ઓફિસના માર્કેટિંગ એજ્યુકેટીવ અશ્વિન પરમાર દ્વારા પોસ્ટ ઓફિસની બચત યોજના, વીમા અલગ અલગ પ્રકારની મળતી લોન,ગંગા જળ તેમજ પત્રલેખન વિશેની માહિતી તેમજ પોસ્ટ ઓફિસમાં નોકરી કઈ રીતે મેળવી શકો તેની વિસ્તૃત જાણકારી વિદ્યાર્થિનીઓ સાથે પ્રશ્નોતરી સાથે સરળ શૈલીમાં આપી હતી.
જોઈન્ટ સેક્રેટરી લાયન હરદત્ત પુરી ગોસ્વામી દ્વારા આજના યુગમાં પત્રલેખન હજુ અભ્યાસ ક્રમમાં છે, તેમજ પોસ્ટ ઓફિસ જેવી વાર્તાઓમાં અલી કોચમેન ડોસા વિશે જાણકારી આપી હતી.
લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર MJF લાયન હિરલબા જાડેજાએ પોતાના વક્તવ્યમાં તમામ દીકરીઓને એક ગુરુ મંત્ર આપ્યો હતો કે આપ સૌ પોતાના બાપની લાડકવાયી દીકરી છો, એ હંમેશા યાદ રાખજો કોઈ એવું અવિચારી પગલું ભરતા નહિ, પોતાના માતાપિતાની આબરૂ નજર સમક્ષ રાખજો,કોઈપણ દીકરીને ગમે ત્યારે મુશ્કેલી હોય કે કોઈપણ પ્રકારનું કામકાજ હોય તો નિઃસંકોચ તેમના સૂરજ પેલેસ તેમના નિવાસ સ્થાને આવી શકે છે,પોતાના નિવાસ સ્થાનની મુલાકાત લેવાનું તમામ દીકરીઓને આમંત્રણ આપ્યું,આજના ડિજિટલ યુગમાં પણ પોતે રોજ વિવિધ પ્રકારના પુસ્તકો નિયમિત વાંચે છે.તેવું જણાવી દરેક વિદ્યાર્થિનીઓને પુસ્તક વાંચનનો શોખ કેળવવો તેમના ઉપર વિશેષ ધ્યાન આપવાનું જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં ડિસ્ટ્રિક્ટ ગવર્નર MJF લાયન હિરલબા જાડેજા,પ્રેસિડેન્ટ લાયન નિધિ શાહ મોઢવાડીયા,
સેક્રેટરી લાયન અજય દત્તાણી,જોઈન્ટ સેક્રેટરી લાયન હરદત્તપુરી ગોસ્વામી, ટ્રેઝરર લાયન તુષાર પારેખ,લાયન કરસનભાઈ સલેટ,લાયન દુર્ગાબેન લાદીવાલા લાયન ગોપાલ ભાઈ લોઢારી,માર્કેટિંગ એજ્યુકેટીવ અશ્વિન ભાઈ પરમાર,પ્રિન્સીપાલ રાજશ્રીબેન સિસોદિયા,આશાબેન ભટ્ટ તેમજ અન્ય કર્મચારી ગણ સાથે તમામ વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન આશાબેન ભટ્ટ એ કરેલ હતું..તેમજ કેતનભાઈ વાઘડા દ્વારા આભાર વિધિ કરવામાં આવેલ.
સરકારના સૌને શિક્ષણ મફત અને ફરજીયાત શિક્ષણ અને તેમાંય ખાસ કરીને કન્યા કેળવણી ને વિશેષ પ્રોત્સાહન આપવામાં છે. એક શિક્ષિત દીકરી બે કૂળને તારે છે, દરેક માતાપિતા દીકરીઓને ભણાવે. એક માતા સો શિક્ષકની ગરજ સારે છે. શિક્ષિત નારી સૌને પ્યારી. ચાલો સૌ સાથે મળી કન્યા કેળવણીને સાથ આપીએ . કયાંય કોઇ અભણ ના રહે નિરક્ષતાના કલંકને મીટાવવા મદદરૂપ થઇએ સૌનો સાથ સૌનો વિકાસ કાર્યમાં ગતીશીલ થઇ જોડાઇએ લાયન્સ ક્લબ પોરબંદરના પ્રેસિડેન્ટ લાયન નિધિ શાહ મોઢવાડીયા દ્વારા શહેરનું કોઇ પણ બાળક શિક્ષણથી વંચિત ના રહે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવેલ છે…તેમ જ 11 -12 પછી અભ્યાસ માં આગળ કારકિર્દી કેમ બનાવવી અને તેની વાલીઓએ પણ કાળજી રાખવી એ અપીલ કરવામાં આવી છે🪴
