શ્રી રૂપાળીબા કન્યા શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો

આજે શ્રી રૂપાળીબા કન્યા શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો.
ગુજરાત સરકાર દ્વારા સતત 21 વર્ષ થી આયોજિત કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવમાં આજરોજ શ્રી રૂપાળીબા કન્યા શાળામાં આવનાર મુખ્ય મહેમાન
ડૉ. રણજીત કુમાર સિંઘ ,
કમિશનર, ICDS, સચિવાલય
ગાંધીનગર.અને ભાવનાબેન,
પ્રોગ્રામ ઓફીસર, ICDS,
પોરબંદર.સાથે પોરબંદરના સિનિયરમોસ્ટ ફિઝિશિયન ડોક્ટર સુરેશભાઈ ગાંધી, ડોક્ટર ઘનશ્યામભાઈ મહેતા, ડોક્ટર જનકભાઈ પંડિત, પ્રતિકભાઈ લાખાણી, ઇનરવ્હિલ ક્લબના પ્રેસિડેન્ટ શ્રીમતી સીમાબેન સિંઘવી સાથે લાયઝનમાં સી.આર.સી. વિવેકભાઈ જોશી અને શ્રી ભગીરથભાઈ તથા શાળા પરિવાર અને વાલીઞણની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી .

આજ તા.28-6-24 ના રોજ, નૂતન શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ મેળવનાર બાલવાટિકાનાં 35 અને ધોરણ -1 ના 35 વિદ્યાર્થીને શૈક્ષણિક કીટ આપી શાળા પ્રવેશોત્સવ કરવામાં આવ્યો હતો. સાથેNMMS,PSE,CET માં મેરીટ માં આવનાર વિદ્યાર્થી અને વાર્ષિક પરીક્ષામાં પ્રથમ ,દ્વિતીય નંબર મેળવનાર વિદ્યાર્થીને શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ડોક્ટર સુરેશભાઈ ગાંધી તરફથી બધા જ બાળકોને ફુલસ્કેપ બુક અને બાલવાટિકાના બાળકોને રાજેશભાઈ લાખાણી તરફથી
સ્કુલ બેગ તથા આઇ.ટી.આઈ. ઇન્વેસ્ટમેન્ટ ના મેનેજર ભવદીપ રાણીંગા દ્વારા શૈક્ષણિક કીટ બાળકોને વિતરણ કરવામાં આવી હતી. રોટલા બેન્ક તરફથી બાળકોને બિસ્કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. શાળા પ્રવેશોત્સવ નિમિત્તે હાજર વિદ્યાર્થીઓ અને વાલીઓને શિક્ષણની સાથે સરકારની યોજનાઓ વિશે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમનાં અંતે શ્રી રૂપાળીબા કન્યાશાળાના પ્રિન્સિપાલ ડૉ. પ્રીતિબેન કોટેચા એ સહુનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર શાળા પરિવાર એ વિશેષ જહેમત ઉઠાવી હતી.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!