Bsc સેમેસ્ટર -૪ નું પરિણામ જાહેર કરવા વિધાર્થી નેતાની યુનિવર્સિટિમાં રજૂઆત,પરિક્ષાના ૨ મહિના બાદ પણ પરિણામ જાહેર નહિ કરાતા વિધાર્થીઓ મુશ્કેલીમાં
ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા એપ્રિલ= ૨૦૨૩-૨૦૨૪ માં Bsc સેમેસ્ટર ૪ ની પરિક્ષા લેવામાં આવી હતી, જેમાં કોલેજનાં રેગ્યુલર વિધાર્થીઓ તેમજ જેમને આગલા વર્ષ= ૨૦૨૨-૨૦૨૩ માં ATKT આવી તે વિધાર્થીઓએ પણ આ વર્ષમાં પરિક્ષા આપી તે બાદ તેમનું ગેજ્યુશન પુરુ કરી માસ્ટર ડીગ્રી અથવા તો કોઇ અન્યમાં વિધાર્થીઓ પ્રવેશ લેતા હોય છે.આજે સરકારની નવી શિક્ષણ નીતિ લાગુ થવાથી GCAS માં રજીસ્ટ્રેશન ફરજિયાત બન્યું છે એ બાદ વિધાર્થીઓ જે તે પસંદીદા કોર્ષમાં પ્રવેશ મેળવી શકે છે
વિધાર્થીઓ દ્વારા વિધાર્થી નેતા કિશન રાઠોડને આ અંગે જાણ કરાતા કહેવાયું કે પરિક્ષા લેવામાં આવી છે એમને પણ આજે ૨ મહિના કરતાં વધુ સમય પસાર થઇ ગયો છે, યુનિવર્સિટીમાંથી પણ યોગ્ય જવાબ મળી રહ્યો નથી અમોને આગળ માસ્ટર ડિગ્રી તેમજ અન્ય કોલેજમાં પ્રવેશ લેવાનો હોય છે પરંતુ યુનિવર્સિટી દ્વારા પણ અમને વિધાર્થીઓને યોગ્ય પ્રતિસાદ નથી મળી રહ્યો.
આજે વિધાર્થી નેતા કિશન રાઠોડ દ્વારા નરસિંહ મહેતા યુનિવર્સિટિના રજીસ્ટાર સાહેબ સાથે ટેલિફોનિક વાતચીત કરી જણાવ્યું હતુ કે પરિક્ષાના ૨ મહિના કરતાં વધુ સમય પસાર થતાં પણ પરિણામ જાહેર નહિ થતાં જે વિધાર્થીઓને ATKT હોય તેમણે આ પરિક્ષા આપી હોય તેમણે આગળ MSc Botny માં પ્રવેશ મેળવવા માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. GCAS માં અંદાજિત જુલાઇના પહેલા અઠવાડિયામાં બીજા રાઉન્ડો બહાર પડી જશે જો એ રાઉન્ડ પુરા થઇ જશે પછી આ બધા વિધાર્થીઓને MSc botany માં પ્રવેશ મેળવો લગભગ અશક્ય છે. ઘણા વિધાર્થીઓને ફિજિક્સમાં પ્રવેશ મેળવો હોય તો તેમને અન્ય જિલ્લામાં જવું પડતું હોય છે તો ત્યાં પણ પરિણામા તેમજ માર્કશીટ અનિવાર્ય હોય છે તો પછી આ બધા વિધાર્થીઓ કેવી રીતે પ્રવેશ મેળવી શકશે ?? વધુમાં રજીસ્ટાર સાહેબને જણાવાયુ હતુ કે આપ ખાસ કરીને જે વિધાર્થીઓને ATKT આવેલ છે તે વિધાર્થીઓને માસ્ટરમાં પ્રવેશ લેવા માટે એક પરિણામ માટે અટકી જતું હોય તો તેમના માટે ખાસ યોગ્ય કરવું જોઇએ. તે બાબતને ધ્યાને રાખી રજીસ્ટાર સાહેબે વિધાર્થી નેતા કિશન રાઠોડને ખાત્રી આપી હતી કે આગામી એક જ અઠવાડિયામાં યુનિવર્સિટી દ્વારા વિધાર્થીના ભવિષ્યને ધ્યાને રાખી પરિણામ જાહેર કરી આપશે. કોઇને પણ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો ના કરવો પડે તે માટે ખાસ સમય વધારો લઇને યોગ્ય કરાશે તેમની ખાત્રી અપાઇ હતી