પોરબંદર જિલ્લાની પાંડાવદર પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવ યોજાયો

પોરબંદર જિલ્લાની પાંડાવદર પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવ યોજાયો હતો.આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ગ્રામજનો, smc સભ્યો તથા વાલીઓએ હાજરી આપી હતી. બાલવાટિકાના તથા આંગણવાડીના બાળકોને એસએમસીના સભ્યો અને હાજર રહેલ ગ્રામજનોએ પ્રવેશ કરાવ્યો હતો. બાલવાટિકામાં પ્રવેશ મેળવતા તમામ બાળકોને શૈક્ષણિક કીટ શાળા પરિવાર દ્વારા આપવામાં આવી હતી. ગત વર્ષે અને આ વર્ષે CET પરીક્ષામાં મેરિટમાં આવેલ વિદ્યાર્થીઓનાં નામની જાહેરાત કરવામાં આવી હતી. વાર્ષિક પરીક્ષામાં ધોરણ ત્રણ થી આઠમાં પ્રથમ અને દ્વિતીય ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન એસએમસીના સભ્યો, ગામના આગેવાનો અને ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ ગામના આગેવાનો અને ગામલોકો દ્વારા કરવામાં આવેલ હતુ. કાર્યક્રમના અંતે શાળાના શિક્ષકોએ શાળામાં વિદ્યાર્થીઓને આપવામાં આવતી વિવિધ ભૌતિક સુવિધાઓ જેવી કે, સ્માર્ટ બોર્ડ, વિજ્ઞાન કીટ વગેરેનું નિદર્શન કરાવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળા આચાર્ય અને શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી.
