લાયન્સ કલબ પોરબંદર દ્વારા બાલુબા કન્યા વિદ્યાલયમાં વોટર ફિલ્ટર કૂલર અર્પણ કરાયું

લાયન્સ કલબ પોરબંદર દ્વારા તા.28-06-2024 શુક્રવારના રોજ મહારાણી બાલુબા કન્યા વિદ્યાલયના વિદ્યાર્થીનીઓ માટે વોટર ફિલ્ટર કૂલર અર્પણનો કાર્યક્રમ યોજાયો
તા.28-06-2024 શુક્રવારના રોજ મહારાણી બાલુબા કન્યા વિદ્યાલયના વિદ્યાર્થીનીઓ માટે વર્ષ 2023-2024ના લાયન્સ ઇન્ટરનેશનલના કાયમી પ્રકલ્પ અંતર્ગત 200 લીટરનું વોટર ફિલ્ટર કૂલર અર્પણ કરવામાં આવેલ.
આ કાર્યક્રમમાં ડિસ્ટ્રિક્ટ ગવર્નર MJF લાયન હિરલબા જાડેજા,પ્રેસિડેન્ટ લાયન નિધિ શાહ મોઢવાડીયા,ઝોન ચેરપર્સન લાયન પંકજ ચંદારાણા,
સેક્રેટરી લાયન અજય દત્તાણી,જોઈન્ટ સેક્રેટરી લાયન હરદત્તપુરી ગોસ્વામી, ટ્રેઝરર લાયન તુષાર પારેખ,લાયન દુર્ગાબેન લાદીવાલા, લાયન ગોપાલ ભાઈ લોઢારી, ડો.સિદ્ધાર્થ ગોકાણી, ડો.નૂતનબેન ગોકાણી,પ્રિન્સીપાલ રાજશ્રીબેન સિસોદિયા,આશાબેન ભટ્ટ તેમજ અન્ય કર્મચારી ગણ સાથે ઉપસ્થિત રહ્યા હતાં.. વોટર ફિલ્ટર કૂલર પહોંચાડવાના તમામ જવાબદારી ડો.નૂતન બેન ગોકાણી એ લીધેલ હતી,જે બદલ લાયન્સ કલબ પોરબંદર તેમનો આભાર વ્યક્ત કરે છે.
મનુષ્યની ત્રણ મુખ્ય જરૂરિયાતો પૈકીની સૌથી મહત્વની જરૂરિયાત પાણી છે.
વિદ્યાર્થીનીઓ સ્વસ્થ રહી શકે તેટલું પૂરતું શુદ્ધ અને ઠંડુ પાણી મળી રહેશે.શાળામાં તમામ વિદ્યાર્થિનીઓને પીવાના પાણીની જરૂરિયાતને ધ્યાને લઇને 200 લીટરનું વોટર ફિલ્ટર કૂલર ની વ્યવસ્થા કરવામાં આવી.
🪴
