લાયન્સ ક્લબ પોરબંદર દ્વારા “અકસ્માત સમયે પ્રાથમિક સારવાર” કાર્યક્રમ યોજાયો

લાયન્સ ક્લબ પોરબંદર દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અભિયાન અંતર્ગત
તા.13-02-2024 મંગળવારના રોજ પોરબંદર પોલીસ ટ્રાફિક વિભાગ તથા સુરક્ષા અધિકારીઓની હાજરી વચ્ચે “અકસ્માત સમયે પ્રાથમિક સારવાર” કાર્યક્રમ યોજાયેલ.
સમગ્ર રાજ્યમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અભિયાન અંતર્ગત પોરબંદર જિલ્લા પોલીસ ટ્રાફિક વિભાગ દ્વારા તા.15-01-2024 થી તા.14-02-2024 સુધી એક મહિના સુધી રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અભિયાન શરૂ કરવામાં આવેલ.
લાયન્સ ક્લબ પોરબંદર દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ જાગૃતિ અભિયાન અંતર્ગત તા.13-02-2024 મંગળવારના રોજ નરસંગ ટેકરી વિસ્તારમાં જ્યાં સતત ચારેબાજુથી બહારગામ જતા વાહનો તથા દ્વી ચક્રી વાહનોથી સતત ધમધમતો રહેતો હોય એવા વિસ્તારમાં લાયન્સ ક્લબ પોરબંદર દ્વારા “અકસ્માત સમયે પ્રાથમિક સારવાર” અસરકારક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
લાયન્સ કલબ પોરબંદર દ્વારા આજના કાર્યક્રમ માટે ડો. ભરત ભાઈ ગઢવી સાહેબ, લાયન્સ હોસ્પિટલ ,પોરબંદરના ક્રીટીકલ વિભાગના ડો.કમલભાઈ મહેતા સાહેબ તથા તમામ સુરક્ષા અધિકારીશ્રીઓનું પુષ્પ ગુચ્છ આપી સ્વાગત કરેલ. હાજર રહેલ બંને ડો. ભરત ભાઈ ગઢવી સાહેબ તથા ડો.કમલભાઈ મહેતા સાહેબ તથા રેડ ક્રોસ સોસાયટીના પ્રમુખ લાખણસી ભાઈ ગોરાણીયાનો પ્રાથમિક પરિચય આપવામાં આવેલ.

ડો. ભરત ભાઈ ગઢવી સાહેબે પ્રાથમિક સારવારની વિગતો સરળ ભાષામાં આપી સમજાવેલ કે ,અકસ્માત સમયે વધુ લોહી વહેતું અટકાવવું,તૂટેલા અંગોને કઈ રીતે સપોર્ટ આપી, સર્પ દંશ ,દાઝી જવા વખતે,ગેસ ગૂંગળામણ વખતે કઈ કઈ કાળજી રાખવી,પોલીસ કેસ કે અન્ય બીજી ખોટી બાબતોનો ડર રાખ્યા વિના દર્દીને હોસ્પિટલ સુધી પહોંચાડી માનવતાનું કાર્ય કરવાની સમજણ આપી હતી.
ડો.કમલભાઈ મહેતા સાહેબ દ્વારા હાજર રહેલ તમામ ને પ્રેકટીકલ સમજાવ્યું બાહ્ય કે આંતરિક ઉત્તેજનાઓ છતાં દર્દી સચેતન ન થાય અને પ્રતિભાવ ન આપે તેવી સ્થિતિ. તેને અચેતનતા કહે છે. એવું મનાય છે કે જાહેર હૉસ્પિટલોના સંકટકાલીન સારવાર કક્ષ(આઇ સી યુ)માં પહોચાડતા પહેલા 108 કે કોઈ નજીકના ડોકટર ને જાણ કરી એ આવે તે સમયગાળા દરમ્યાન દર્દીને છાતી ઉપર મિનિટના 60 વખત બંને હથેળી ભેગી કરી દબાણ આપવામાં આવે તો આવા દાખલ થતા દર્દીઓમાંથી લગભગ 8 % દર્દીઓ નો જીવ બચી જતો હોય છે.સાથે સાથે કઈ સાવચેતી રાખવી એ પણ વિગતવાર સમજાવ્યું હતું કે દર્દીને છાતી માં દુખતું હોય કે નાક કાન માંથી લોહી નીકળતા હોય ત્યારે આ કરવું જોખમી બની જતું હોય છે.
પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.બી.ચૌહાણ સાહેબે સરકારશ્રીના નવા કાયદા વિશે સમજ આપી હતી કે અમુક શરતોને આધીન કોઈપણ વ્યક્તિ અકસ્માત સમયે દર્દીને હોસ્પિટલ સુધી પહોંચાડવા બદલ સરકારશ્રી તરફથી ઈનામ મળે છે તેની જાણકારી આપી હતી.
પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.એન.અઘેરા સાહેબે પોલીસ જાહેર જનતાનો મિત્ર છે,દરેક વખતે મુશ્કેલીના સમયે આપની મદદ કરવામાં સહાય મેળવી શકશો,તેમજ કાયદાના પાલન માટે યોગ્ય સહકાર આપવાની અપીલ કરી હતી.
લાયન્સ ક્લબ પોરબંદરના પ્રેસિડેન્ટ નિધી શાહ મોઢવાડિયાએ પોતાના વ્યક્તવ્યમાં જણાવ્યું હતું કે ટ્રાફિક જાગૃતિ માં લોકો નો સહકાર મળે ,તેમજ આવા કાર્યક્રમ આપવા બદલ સૌનો આભાર વ્યક્ત કરેલ હતો.
આ કાર્યક્રમમાં પ્રેસિડેન્ટ લાયન નિધિ શાહ મોઢવાડિયા, સેક્રેટરી લાયન અજય દત્તાણી,જોઈન્ટ સેક્રેટરી હરદત્તપુરી ગોસ્વામી,લાયન રાજેશભાઈ લાખાણી,લાયન પંકજ ચંદારાણા,લાયન ભુપેન્દ્રભાઈ દાસાણી,લાયન કિસન મલકાણ,લાયન ગોપાલ લોઢારી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.બી.ચૌહાણ સાહેબ,પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.એન.અઘેરા સાહેબ,હેડ કોન્સ્ટેબલ અશોક ગોંડલિયા,હેડ કોન્સ્ટેબલ અજયસિંહ જાડેજા,આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર દેવરાજ વાઢિયા,આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર કે. એ. જોગલ,આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર કે. બી.પરમાર, ટીઆરબી રામભાઇ ઓડેદરા તથા અન્ય ટીઆરબી સ્ટાફ ઉપસ્થિત રહેલ હતા.

“અકસ્માત સમયે પ્રાથમિક સારવાર ” કાર્યક્રમ માં પોતાનો કિંમતી સમય કાઢી નિશુલ્ક સેવા આપનાર ડો. ભરત ભાઈ ગઢવી સાહેબ તથા ડો.કમલભાઈ મહેતા સાહેબનું મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન જોઈન્ટ સેક્રેટરી હરદત્તપુરી ગોસ્વામી દ્વારા કરવામાં આવેલ હતું.
અકસ્માત સમયે પ્રાથમિક સારવારનો હેતુ ‘હાજર સો હથિયાર’ કહેવતની જેમ હાથવગાં તેમ જ ઓછામાં ઓછા સાધનો વડે કટોકટીગ્રસ્ત વ્યક્તિને યોગ્ય સારવાર મળે ત્યાં સુધીમાં ઓછામાં ઓછું નુકસાન થાય, એટલી વ્યવસ્થા કરવાનો હોય છે. તે સમજ વાહન ચાલકો તેમજ આમ જનતા ને આપી રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ના અભિયાનની શરૂઆત પોરબંદર જિલ્લામાં શરૂ છે તેના ભાગરૂપે લાયન્સ ક્લબ પોરબંદર તેમાં સહભાગી બની પોતાની રાષ્ટ્રીય ફરજ બજાવી છે.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!