પોરબંદર જિલ્લાના પોરબંદર તાલુકાના મજીવાણા ગામે સબ ડીવીઝન ફાળવવા મુખ્યમંત્રીને રજુઆત

પોરબંદર તાલુકામાં બરડા વિસ્તારમાં બગવદર ગામે એક સબ ડીવીઝન આવેલ છે. આ સબ ડીવીઝન ઉપર ઘણો લોડ અને મોટો વિસ્તાર આવતો હોય જેથી સમયસર વીજ ફોલ્ટ રીપેર થતા નથી. અત્યારે લોકોને ૨૪ કલાક જમવાનું ન મળે તો ચાલે તેમ છે પરંતુ ૨ કલાક વીજ પુરવઠો ન હોય તો ચાલે તેમ નથી. જેથી આ વિસ્તારમાં એક મજીવાણા ગામે સબ ડીવીઝન મંજુર કરવા પોરબંદર જિલ્લા પંચાયત ના પૂર્વ પ્રમુખ મંજુ બેન કરાવદરા અને તાલુકા પંચાયત ના. પૂર્વ પ્રમુખ વીરમ ભાઈ કારાવદરાએ મુખ્યમંત્રી ને રજુઆત કરી

મજીવાણા ગામે સબ ડીવીઝન આપવું ખુબ જરૂરી છે. કારણ કે, હાલ બગવદર ગામે સબ ડીવીઝન કાર્યરત છે તેમાં ૪૩ ગામનો સમાવેશ થાય છે. જેમાં ૩૬ ખેતીવાડી ફીડર આવેલા છે. ૧૬ જે.જી.વાય ફીડર આવેલ છે. કુલ ૫૨(બાવન) ફીડર હાલ કાર્યરત છે.
જેમાં ૧૧ કે.વી.ની લાઈન ૧૯૩૦ કિલો મીટર ની લંબાઈ છે અને એલ.ટી. લાઈનની લંબાઈ ૧૨૬૧ કિલોમીટર ની લંબાઈ છે . કુલ ૩૧૯૧ કિલોમીટર ની લંબાઈ છે. જેમાં ૯૩૬૧ ટી.સી. આવેલ છે અને ૨૮૭૩૧ ગ્રાહકો આ સબ ડીવીઝનમાં આવેલ છે. ફોલ્ટ એક ફીડર માં હોય જેથી સમયસર ફોલ્ટ રીપેર ન થવાથી ગ્રાહકોને સમયસર વીજ પુરવઠો મળતો નથી. ખેડૂતો એ વાવેતર કરેલ હોય અને બીજું સિંચાઈનું પાણી આપવાનું હોય સમયસર વીજ ફોલ્ટ રીપેર ન થવાથી તેના બિયારણ ઉગવા માટે પણ મોટું નુકશાન ભોગવવું પડે છે. આટલું જ નહી પણ અગાઉ કહ્યા મુજબ કોઈ ને ૨૪ કલાક જમવાનું ન મળે તો ચાલે પણ વીજ પુરવઠા વગર બે કલાક ન નીકળે. અને ૯૦ % ખેડુતો વાડી વિસ્તારમાં મકાન બાંઘી કુટુંબ સાથે રહે છે. જેથી અત્યારના સમય પ્રમાણે અભ્યાસ, ઘર કામ, ખેતીકામ બધું જ વીજ પુરવઠા ઉપર થઇ ગયું છે. અને જીવન જરૂરી વસ્તુમાં લોકોને વીજ પુરવઠો અગત્યનો બની ગયેલ છે. જેથી હાલ બગવદર સબ ડીવીઝનમાંથી અધિકારી ખુબ પ્રયત્ન કરે છે વહેલામાં વહેલો ફોલ્ટ રીપેર કરવાનો અને ગ્રાહકોને વહેલાસર વીજ પુરવઠો મળે પરંતુ દાખલા તરીકે કોઈ નું ફીડર ૨ વાગ્યે ખરાબ થઇ ગયેલ હોય તો તેનો ફોલ્ટ ૪ વાગ્યાની ગેંગ આવે તે કરે પરંતુ ક્યાય જે.જી.વાય ફીડરમાં ફોલ્ટ થયો હોય તો તે પહેલા કરે જેથી પેલા ગ્રાહકને રાતે ૮ વાગ્યા પછી ફોલ્ટ રીપેર કરવા ના વારો આવે છે અને હાલ ૬ થી ૭ કલાકે ફોલ્ટ રીપેર થાય છે.

આમ પણ ગ્રાહકોને ૩૫ કિલોમીટર અંતર બગવદર આવવા માટે કાપવા પડે છે. ફોલ્ટ આપવો, બીલ ભરવું, કે અન્ય કોઈ કામ હોય તો ખર્ચ વધે છે.સમય પણ વધુ જોઈએ. જેથી મજીવાણા ગામે સબ ડીવીઝન અને ઓફીસ કાર્યરત કરવામાં આવે તો મજીવાણા, ફટાણા, શીંગડા, ભેટકડી, સોઢાણા, અડવાણા, કુણવદર, મોરાણા, પારાવાડા, ભોમીયાવદર, સીમર, રોજીવાડા, ઈશ્વરીયા, આ તમામ ગામના ગ્રાહકોને સમય પણ બચી શકે અને આર્થિક ખર્ચ પણ બચે. એટલું જ નહિ સરકારને અહિયાં ફોલ્ટ રીપેર કરવા બગવદર થી આવવા જવા માટે ડીઝલ પણ અડધું નહિ જોઈએ અને ગ્રાહકોનો ફોલ્ટ પણ ઝડપથી રીપેર થઇ શકે તેમ છે.
અમારા વિસ્તારનાં વધારે પડતા લોકો વાડી વિસ્તારમાં પોતાના ફાર્મ હાઉસમાં બાળકો, પરિવાર સાથે રહે છે. લોકોને વિજળી જીવન જરૂરીયાતની વસ્તુ બની ગઇ છે. આધુનિક યુગમાં તમામ કામગીરી વીજળી થકી જ કાર્યરત છે અને વારંવાર થતા ફોલ્ટને હિસાબે તમામ પ્રકારની કામગીરી ખોરવાઇ છે. આ નો એક જ ઉપાય છે કે મજીવાણા ગામે સબ ડિવીઝન મંજુર કરવામાં આવે તો આ તમામ પ્રશ્ન હલ થઇ શકે તેમ છે અને આ માંગણી અમારી વર્ષો જૂની છે વારંવાર રજૂઆત પણ કરવામાં આવે છે નિયમોનુસાર કોઇ વિગતો ઘટતી નથી પરંતુ નાની એવી બાબતો ધ્યાને લઇને સબ ડિવિઝન મંજુર કરવામાં આવતુ નથી અને અન્ય જગ્યાએ નિયમોનુસાર ના હોય તેમ છતાં પણ ખાસ કિસ્સામાં સબ ડિવિઝન આપવામાં આવે છે. અમારી વર્ષો જૂની અને વારંવાર રજૂઆતની આ માંગણી હોય લોકોનાં અને ખેડૂતોનાં વીજળીને લગતા પ્રશ્નો ખુબ મોટા પ્રમાણમાં હોય આના કાયમી નિકાલ માટે મજીવાણા ગામે ખાસ કિસ્સામાં સબ ડિવિઝન આ વિસ્તારના લોકો તથા ખેડૂતો વતી વિનંતી છે કે વહેલા માં વહેલી તકે અમારી માંગણી સ્વીકારી મજીવાણા ગામે સબ ડીવીઝન સરકારમાં માંગણી અગાઉ પેન્ડીગ છે તેને ખાસ કિસ્સામાં મંજુર કરવા પોરબંદર જિલ્લા પંચાયત ના પૂર્વ પ્રમુખ મંજુ બેન કરાવદરા અને તાલુકા પંચાયત ના. પૂર્વ પ્રમુખ વીરમ ભાઈ કારાવદરાએ મુખ્યમંત્રી ને રજુઆત કરી હતી

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!