પાયોનિયર કલબ પોરબંદર લેડીઝ વીંગના ચેરપર્સન ઉમાબેન ખોરાવાના જન્મદિવસ નિમિતે અનેક સેવકાર્યો

*(૧)*
તા.૧૦-૭-૨૦૨૪ ના રોજ પાયોનિયર કલબ પોરબંદર લેડીઝ વીંગના ચેરપર્સન શ્રીમતી ઉમાબેન ખોરાવાનો જન્મદિવસ હોય તે નિમીતે પાયોનિયર ક્લબ ઓફ પોરબંદર અને રેડક્રોસ સોસાયટી તાલુકા શાખા પોરબંદર દ્વારા આશા ચિલ્ડ્રન હોસ્પીટલ ખાતે નવા ડાયાલીસીસ મશીનની અર્પણ વિધિ રાખેલ.આ મશીનની કિંમત ₹ 7,50,000/- છે અને તેના દાતા રિધ્ધિબેન અનુપભાઈ પાણખાણીયા,
મેનેજીંગ ડાયરેકટર, JASPAR FOUNDATION LONDAN વાળા છે.પાયોનિયર ક્લબના સેક્રેટરી વિજયભાઈ ઉનડકટ ના પ્રયત્નથી આ આ મશીનના દાતા મળેલ છે.
આ મશીનની અર્પણ વિધિમાં મુખ્ય મહેમાન તરીકે JASPAR FOUNDATION ના જમનભાઈ હિરજીભાઈ પાણખાણીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.આ સેવાકીય કાર્યક્રમ માં પુર્વ કેબીનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, પોરબંદર છાંયા નગરપાલિકાના પ્રમુખશ્રી ચેતનાબેન તિવારી,
ડો.સુરેશભાઈ ગાંધી સાહેબ,
પ્રવીણભાઈ ખોરાવા, રામદેભાઈ મોઢવાડીયા અને કેતનભાઈ ભરાણીયા વગેરે મહાનુભાવો એ દીપ પ્રાગટ્ય કરી તેમજ પ્રાસંગિક પ્રવચન આપી જમનભાઈ તેમજ ઉમાબેન ખોરાવાના વરદ હસ્તે ડાયાલીસીસ મશીન આશા ચિલ્ડ્રન હોસ્પિટલ ને અર્પણ કર્યું હતું.આશા હોસ્પિટલ ના કેતનભાઈ ભરાણીયા તેમજ આશા હોસ્પિટલ ના સ્ટાફ દ્વારા કેક કાપી શ્રીમતી ઉમબેનના જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી અને કાર્યક્રમમાં આવેલ તમામ મહેમાનો તેમજ સંસ્થાના મેમ્બર્સ ને કેતનભાઈ ભરાણીયા દ્વારા આવકારવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમ નું સમગ્ર સંચાલન ડો. રાજેશ કોટેચા દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે આમંત્રીત મહેમાન
તેમજ શહેરના આગેવાનો ઉત્સવભાઈ રુઘાણી,
ધર્મેશભાઈ પરમાર,
વિજયભાઈ ભરાણીયા,
રસિકભાઈ ભરાણીયા,
કપીલભાઈ કોટેચા,કમલભાઈ ગોસલીયા,નવયુગ વિદ્યાલય ના પુરોહિત સાહેબ,
નવઘણભાઈ મોઢવાડીયા, દીપકભાઈ જુંગી,નરેશભાઈ થાનકી,લાખણશીભાઈ ગોરાણીયા,અશોકભાઈ મોરી,અનિલભાઈ કારીયા,ડો. આશિષ શેઠ,કમલભાઈ મહેતા,રાજીવ વ્યાસ તેમજ સંસ્થાના મેમ્બર્સ હરજીવનભાઈ કોટીયા, જ્યેન્દ્રભાઈ ખુંટી,મહેન્દ્રભાઈ જુંગી,ધર્મેશભાઈ દેસાઈ, કેતનભાઈ પટેલ,
ઘનશ્યામભાઈ મહેતા,જયેશ ભોગાયતા,ભરતભાઈ પોપટ,પ્રદીપભાઈ ગજ્જર,મયુર કુહાડ અને લેડીઝ મેમ્બર્સ લિલાબેન મોતીવરસ,દેવશ્રી ખોરાવા,દિપાબેનચાવડા,
ક્રિષ્નાબેન ઠાકર,દિપ્તીબેન રાયમગીયા,ખ્યાતીબેન લોઢારી,ચેતનાબેન થાનકી,મીનાબેન કોટીયા,
સંગીતાબેન અમલાણી,
ઉષાબેન ખેતાણી,હેતલબેન થાનકી,નીલાબેન થાનકી,
ઉર્મિલાબેન સાકરીયા,
મીનાક્ષીબેન ગજ્જર,
ડિમ્પલબેન ખુંટી,બીનાબેન માંડલિયા,પારુલબેન માંડલિયા,હર્ષાબેન રુઘાણી
દિપાબેન પલાણ વગેરે મેમ્બર્સ હાજર રહ્યા હતા અને કાર્યક્રમ ને સફળ બનાવવા સહકાર આપ્યો હતો.
સ્થળઃ
આશા ચિલ્ડ્રન હોસ્પિટલ,પેરેડાઈઝ ફુવારા પાસે,પોરબંદર.
તારીખ : ૧૦/૦૭/૨૦૨૪
સમય: સવારે ૧૦:૦૦ કલાકે
*(૨)*
આ ઉપરાંત જન્મદિવસ ઉજવણી માં ખોટા ખર્ચાઓ ના કરી અને સેવાકીય કાર્ય કરવા માટે રેલ્વે સ્ટેશન સામે આવેલ માણેકબાઈ સંસ્કૃત પાઠશાળામાં અભ્યાસ કરતા ઋષિકુમારોને પ્રવીણભાઈ ખોરાવા દ્વારા તેમના જીવનસાથી શ્રીમતી ઉમાબેન ખોરાવાના જન્મદિને સવારનો નાસ્તો,બપોરનું ભોજન અને સાંજનું ભોજનનું કરાવ્યુ હતું.
સ્થળઃ
માણેકબાઇ સંસ્કૃત પાઠશાળા,રેલ્વે સ્ટેશન સામે,પોરબંદર.
તારીખ : ૧૦/૦૭/૨૦૨૪
સમય:સવારે ૧૨:૩૦ કલાકે
*(૩)*
પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવા દ્વારા આજ રોજ ઉમાબેનના જન્મદિવસે સ્વામિનારાયણ સ્કૂલમાં અભ્યાસ કરતી બે વિદ્યાર્થીનીઓની સ્કૂલ ફી ₹૧૧૦૦૦/- લેખે ₹૨૨૦૦૦/- નું આર્થિક અનુદાન આપેલ છે.
*(૪)*
આજે આર્ય સમાજ ખાતે પ્રવીણભાઈ ખોરાવા અને શ્રીમતી ઉમાબેન ખોરાવા દ્વારા ત્રણ દીકરીઓના આર્ય સમાજ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન કરાવી આપવામાં આવ્યા હતા.તેમજ દરેક દીકરીને પાંચ જોડી કપડાં,સોનાનો દાણો, ચાંદીની ગાય અને ₹ ૫૦૦૦/- રોકડા અર્પણ કરેલ છે.
આજ આ જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિઓ કરી જન્મદિનની સેવાકિય ઉજવણી કરવામાં આવી હતી.આજના દિવસના તમામ આયોજનમાં આર્થિક સહયોગ સંસ્થાના પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવા અને શ્રીમતી ઉમાબેન ખોરાવા દ્વારા આપવામાં આવેલ છે.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!