પોરબંદરની નામાંકિત ખાનગી શાળાઓને સરકારના નિયમોનું ભાન કરાવો- વિધાર્થી નેતા
સરકાર બાળકોના ભણતરનો બોજ ઘટાડવા ‘બેગલેસ દિવસ’ અમલમાં મૂકવા જઇ રહી છે, પરંતુ પોરબંદરની અમુક ખાનગી શાળાઓ સરકારી નિયમનું ઉલ્લંઘન કરીને વધુ વજનવાળી બેગ લઇ જવા બાળકોને મજબૂર કરી રહી છે
પોરબંદરમાં અનેક શૌક્ષણિક સંકુલો છે જેમાં ઘણીખરી સંકુલોમાં/સંસ્થાઓમાં વિધાર્થીઓની સારી રીતે કાળજી લઇને ગુણવતા અને સારૂ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે પરંતુ અમુક સંકુલો/સંસ્થાઓમાં સરકારશ્રીના નિયમોનું ઉલાળ્યો કરવામાં આવી રહ્યો છે. સરકાર કરતા પણ આ સંકુલો/સંસ્થાઓ ઉપરી હોય તેમ મનમાની કરી રહી છે. આવી સંસ્થાઓને સરકારશ્રીના નિયમોનું ભાન કરાવવા વિધાર્થી નેતા કિશન રાઠોડ અને તેમની ટીમે શિક્ષણ અધિકારી સાહેબનું આજે ધ્યાન દોર્યું હતુ.
પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરીમાં બે સ્કુલ બેગો સાથે વિધાર્થી નેતા તેમની ટીમ સાથે પહોચી સાહેબશ્રીના ટેબલ પર રાખી કહ્યું હતુ સાહેબ આ બન્ને બેગ છે તેમનો વજન અલગ છે એક બેગ સ્કુલના બાળકો માટે બીજા બેગનો વજન મજદૂરી જતા હોય તે બરાબર છે આપ સાહેબ નક્કી કરી આમાંથી બાળકોને કયુ બેગ લેવાનું છે ?
પોરબંદરની મોટાભાગની શાળાઓ પોતીની મનમાની કરી રહી છે, સરકારશ્રી કરતા પણ પોતે ઉપરી હોય છે તેમ નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે. સરકાર દ્વારા બાળકોને ભાર વગરના ભણતર જાહેરાત કરી તેમના નિયમો બનાવવામાં આવ્યા છે પરંતુ પોરબંદરની અનેક ખાનગી સ્કુલામાં આ નિયમો માત્ર તેમના કાગળો પર હોય તેમ દેખાઇ રહ્યું છે. આજે પ્રાથમિક શાળામાં નાના-નાના ભૂલકાઓ સ્કુલે નહિ પરંતુ ‘મજદૂર’ બની જતા હોય છે તેમ વજનવાળી બેગો લઇને જતા હોય છે, આ બેગોનો વજન ૬ થી ૭ કિલો જેટલો હોય છે તે બેગ સાથે બાળકો પોતાના વર્ગમાં બે બે , ત્રણ ત્રણ માળ ચડીને જતા હોય છે. કોઇ બાળકોને કોઇ જાનહાની થઇ કોઇ બનાવ બન્યો તો શું તેમની જવાબદારી ખાનગી શાળાઓના સંચાલકો લે છે ખરી ??
પોરબંદરની ઘણી બધી ખાનગી સ્કુલામાં વાલીઓને સ્પેશિયલ પ્રકાશનની બુકો લેવા માટે કહેવામાં આવી રહ્યું છે, જ્યારે સરકાર દ્વારા પરિપત્ર કરાયો છે સરકારી બુકો સાથે બાળકોને શિક્ષણ આપવામાં આવે પરંતુ આ ખાનગી શાળાઓ મોટી મોટી સ્ટેશનરીઓ સાથે કોઇ સાંઠગાઠ હોય તેમ અલગ-અલગ પ્રકાશનની બુકો લેવાં માટે કહેવાય છે તે પણ નિયત કરાયેલી સ્ટેશનરીઓ માથી આવી ખાનગી શાળાઓ સામે પગલાં લેવા માટે પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રીને વિધાર્થી નેતા કિશન રાઠોડ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.
ઘણી ખાનગી શાળાઓ પોતાના ઘરના નિયમો બનાવી વાલીઓ પાસે સહી કરાવી સહમતી મેળવી લેતા હોય છે પરંતુ આ નિયમો બનાવવાનો તેમનો કોઇ પણ હક્ક છે નહિ સરકારશ્રી દ્વારા જે નિયમો શાળામાં સમય તેમજ બાળકોને લઇને કરવામાં આવ્યો છે તેમનું યોગ્ય રીતે અમલવારી કરવામાં આવે તેવી પ્રાથમિક શિક્ષણ અધિકારીને રજૂઆત કરાઇ હતી, વાલીઓને પણ જાગૃત થવા અપીલ કરવામાં આવી હતી કે આવી કોઇ પણ ખાનગી શાળા પોતાના ઘરના નીતી નિયમો બનાવતી હોય તો તેમની સામે અવાજ ઉઠાવી શિક્ષણ અધિકારી કચેરીએ રજૂઆત કરો જેથી કરી તેવી શાળાઓ સામે પગલાં લેવામાં આવે.
ભણતરને વધુ આનંદદાયી, પ્રયોગાત્મક અને તણાવમુકત બનાવાની યોજના સરકાર લાવી રહી છે જેમાં બાળકોના ભણતરનો બોજ ઘટાડવા સરકાર સજ્જ બની છે, શાળાઓમાં ‘બેગલેસ દિવસ’ યોજના ટુક સમયમાં અમલમાં મુકવા જઇ રહી છે જો સરકાર પણ બાળકો માટે ભાર વગરનું ભણતર અને તેમના ભવિષ્યનું વિચારી નિયમો બનાવી રહી છે તો પછી પોરબંદરની જે અમુક શાળા સરકારના નિયમોનું ઉલ્લંઘન કરી નિયમોનું ઉલાળીયો કરી રહી છે તેમને કડકરૂપે નિયમોનું ભાન કરાવવું જોઇએ તેવુ વિધાર્થી નેતા કિશન રાઠોડે અને તેમની ટીમ દ્વારા પ્રાથમિક શિક્ષણ અધિકારીને જણાવ્યું હતુ.આપ સાહેબ યોગ્ય કરશો તેવો વિશ્વાસ વિધાર્થી નેતા દ્વારા અપાયો હતો
કિશન રાઠોડ,રાજ પોપટ,જયદિપ સોલંકી,ચિરાગ વદર,ચિરાગ ચાંચિયા,હિરેન મેઘનાથી,સાહિલ વાજા,યશ ઓઝા,યશરાજસિંહ,હર્ષ ભટ્ટ,હર્ષ રાબડિયા સહિત હાજર રહ્યા હતા