ગુજરાત ખારવા સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ ફ્રેન્ડશીપ કપ – ૨૦૨૩માં ખારવા ઈલેવન ચેમ્પીયન બની
પોરબંદર સમસ્ત ખારવા જ્ઞાતિ દ્વારા આયોજીત પૂર્વ પ્રમુખ સ્વ. જશુભાઈ ગગનભાઈ શિયાળ ની સ્મૃત્તિ મા ગુજરાત ખારવા સમાજ T-20 ડે સીઝન ક્રિકેટ ટુર્નામેન્ટ ફ્રેન્ડશીપ કપ – ૨૦૨૩ નુ આયોજન સાગર ક્રિકેટ ટીમ ના સહયોગ થી કરવામા આવેલ. તા. ૧૫-૦૫-૨૦૨૩ થી તા. ૨૧-૦૫-૨૦૨૩ સુધી દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડ પોરબંદર ખાતે આ ટુર્નામેન્ટ રમાડવામા આવેલ જેમા વેરાવળ, ઘોઘલા, ઓખા, આરંભડા, વિગેરે જેવી ૮ ટીમો એ ભાગ લીધેલ હતો. ફાઈનલ મેચ વેરાવળ ની મગરા ઈલેવન અને ઘોઘલા ની ખારવા ઈલેવન વચ્ચે રમાયેલ હતો જેમા ઘોઘલા ની ખારવા ઈલેવન ચેમ્પીયન બની હતી. ચેમ્પીયન ટીમ ને વાણોટ પવનભાઈ શિયાળ ના હસ્તે ટ્રોફી અને રૂ. ૨૧,૦૦૦/- નુ રોકડ પુરસ્કાર એનાયત કરવામા આવેલ અને રનરઅપ ટીમ ને રણછોડભાઈ શિયાળ ના હસ્તે ટ્રોફી અને રૂ. ૧૫,૦૦૦/- નુ રોકડ પુરસ્કાર એનાયત કરવામા આવેલ હતી. ઉપસ્થિત મહાનુભાવો મા મુખ્ય મહેમાન તરીકે ખારવા સમાજ ના પહેલા રણજી ટ્રોફી પ્લેયર દામજીભાઈ હોદાર મુંબઈ થી ખાસ ઉપસ્થિત રહેલ, તેમજ અતિથી વિશેષ તરીકે પોરબંદર ડીસ્ટ્રીકટ ક્રિકેટ એસોસીએશન ના પ્રમુખશ્રી રણછોડભાઈ શિયાળ અને પોરબંદર ખારવા સમાજ ના વાણોટ પવનભાઈ શિયાળ, તથા પંચપટેલ/ટ્રસ્ટીશ્રીઓ, માજી વાણોટ પ્રેમજીભાઈ ખુદાઈ, પોરબંદર માછીમાર બોટ એસો. ના પ્રમુખ મુકેશભાઈ પાંજરી તથા કમીટી મેમ્બરઓ, ફીશ સપ્લાર્યસ એસો. ના પ્રમુખ હર્ષિતભાઈ શિયાળ, સીનીયર કોચ રામભાઈ ઓડેદરા, રણજીટ્રોફી પ્લેયર જયેશભાઈ મોતીવરસ, જે.જે. ટ્રાન્સપોર્ટ ના રાજુભાઈ લોઢારી, રત્નાંકર શાળા શિક્ષણ સમિતી ના પ્રમુખ કાનજીભાઈ મુકાદમ, તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત હતા. આ ટુર્નામેન્ટ નુ સંચાલન સાગર ક્રિકેટ ટીમના વિજયભાઈ બાંદીયાવાલા, કાન્તીભાઈ શિયાળ, પ્રફુલભાઈ કોટીયા, જયેશભાઈ મોતીવરસ, વેલાભાઈ સલેટ, હિતેશભાઈ સોનેરી, કિશોરભાઈ જુંગી, અને તેમની ટીમ દ્વારા કરવામા આવેલ. સતત ૭ (સાત) દિવસ સુધી ટુર્નામેન્ટ નુ જીવંત પ્રસારણ ગુજરાત સ્પોર્ટ લાઈવ યુ ટયુબ ઉપર કરવામા આવેલ હતુ. આ સુંદર ગ્રાઉન્ડ મા ટુર્નામેન્ટ રમાડવાની પરમીશન આપવા બાબતે પોરબંદર ખારવા સમાજ દ્વારા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. અને સહીયારો સાથ આપવા માટે પોરબંદર ડ્રીસ્ટ્રીકટ એસો. તથા દાતાઓનો ખાસ આભાર વ્યકત કરવામા આવેલ. ખારવા સમાજ સુસંગઠીત બને યુવાનોની રમત-ગમત પ્રત્યેની અભિરૂચી કેળવાય, ખેલદીલી ની ભાવના વધે, અને સ્વાસ્થય પ્રત્યે જાગ્રુત્તતા રહે એવા શુભ આશય થી આ ટુર્નામેન્ટ નુ આયોજન કરવામા આવેલ છે. આ ટુર્નામેન્ટ નુ ભવ્ય આયોજન પોરબંદર ખારવા સમાજ ના વાણોટ પવનભાઈ શિયાળ, અધ્યક્ષશ્રી રણછોડભાઈ તેમજ પંચપટેલ-ટ્રસ્ટીઓ ના સુંદર માર્ગદર્શન હેઠળ સાગર ક્રિકેટ ટીમ ઓફ પોરબંદર દ્રારા આ ટુર્નામેન્ટ સફળ બનાવવા માટે ખુબ જ જહેમત
ઉઠાવવામા આવેલ.