લાયન્સ કલબ પોરબંદર દ્વારા ભાવસિંહજી હાઇસ્કુલમાં બાળ કેન્સર જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો
લાયન્સ કલબ પોરબંદર દ્વારા તા.13-07-2024 શનિવારના રોજ ભાવસિંહજી હાઇસ્કુલ, પોરબંદરમાં બાળ કેન્સર જાગૃતિ અભિયાન કાર્યક્રમ રાખવામાં આવેલ.
ભાવસિંહજી હાઇસ્કુલના પ્રિન્સીપાલ નમ્રતાબા વાઘેલાના માર્ગદર્શન મુજબ તા.13-07-2024 શનિવારના રોજ ભાવસિંહજી હાઇસ્કુલ, પોરબંદરમાં બાળ કેન્સર માટેના જાગૃતિ અભિયાનમાં લાયન્સ કલબ પોરબંદર ના સેક્રેટરી લાઈન હરદત્તપુરી ગોસ્વામીએ બાળકોમાં થતાં કેન્સર વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે વિશ્વમાં દર વર્ષે એક લાખ એંસી હજાર જેટલા બાળ કેન્સર દર્દીઓનો વધારો થાય છે તેના પચાસ ટકા જેટલો હિસ્સો ભારતનો છે જે ચિંતાજનક બાબત છે.બાળકોમાં મુખ્યત્વે બ્રેન અને સ્પાઈનલ કોર્ડ ટ્યુમર,ન્યુરોબ્લાસ્ટોમા,લ્યુકેમિયા, લિમ્ફોમા, ન્યુરોબ્લાસ્ટોમા, નેફ્રોબ્લાસ્ટોમા, મેડુલોબ્લાસ્ટોમા, રેટિનોબ્લાસ્ટોમા, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ટ્યૂમર, બોન કેન્સર બાળકોમાં જોવા મળતાં જાણીતા પ્રકાર છે.
શરીરમાં કોઈપણ જગ્યાએ ગાંઠ થવી. દા.ત. પેટમાં, ગળામાં, હાથ-પગ ઉપર, વૃષણમાં વગેરે. ,વજનમાં અચાનક ઘટાડો થવો. ભૂખ ઓછી થઈ જવી તથા વગર કારણે લાંબા સમય સુધી તાવ રહે તો , બાળકમાં અચાનક જણાતી ફિકાશ ,સરળતાથી શરીર ઉપર ઉઝરડા પડી જવા અથવા તો રક્તસ્રાવ થવો, શરીરમાં દુ:ખાવો રહ્યા કરવો. આંખમાં સફેદ ડાઘ દેખાવો , વારેઘડીએ ચક્કર આવવા. આંખોનું અસામાન્ય હલન-ચલન,ખેંચ આવવી, માથુ દુ:ખ્યા કરવું ,ચાલ બદલાઈ જવી અને વારેઘડીએ પડી જવું એવા લક્ષણો દેખાય એટલે તુરંત ડોક્ટરનો સંપર્ક કરી યોગ્ય માર્ગદર્શન મુજબ સારવાર કરાવવી જરૂરી બને છે.
તેમજ બાળ કેન્સર માં નિદાનની પદ્ધતિઓ અને સૌથી વધુ સફળ થતી કેમો થેરાપી વિશે સમજ આપેલ હતી.
પ્રેસિડેન્ટ લાયન ઋષીતાબા પરમારે આજની પેઢી આવતીકાલનું ભવિષ્ય છે,માટે વ્યસનમુક્તિ વિશે જાગૃતિ લાવવા અને તમાકુ માવા ફાકી ના વ્યસનો ખાસ બહેનોમાં આવી ગયા તે દૂર કરવા જણાવ્યું હતું.થોડી જીવન શૈલી બદલી નિરોગી રહી શકાય તે જણાવ્યું હતું.
બાળ કેન્સર અંગે પ્રશ્નોતરી માં વિજેતા વિદ્યાર્થીઓને પ્રેસિડેન્ટ લાયન ઋષીતાબા પરમારના આર્થિક સહયોગથી પ્રોત્સાહન ઈનામ આપવામાં આવેલ હતા.
આ કાર્યક્રમમાં ઇમિડીયેટ પાસ્ટ ડીસ્ટ્રીકટ ગવર્નર MJF લાયન હિરલબા જાડેજાએ શુભઆશિષ પાઠવ્યા હતા,પ્રેસિડેન્ટ લાયન ઋષીતાબા પરમાર,સેક્રેટરી લાયન હરદત્તપુરી ગોસ્વામી,લાયન્સ ક્લબ પ્રાઈડ પ્રેસિડેન્ટ સંજય માળી,ભાવસિંહજી હાઇસ્કુલના પ્રિન્સીપાલ નમ્રતાબા વાઘેલા, તથા અન્ય શિક્ષક ગણ સાથે 350 થી વધુ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભાવસિંહજી હાઇસ્કુલના શિક્ષક પૂજા રાજા દ્વારા સંગીતમય આભાર વિધિ કરી હતી.
લાયન્સ કલબ પોરબંદર દ્વારા આ કાર્યક્રમ યોજવા પાછળનો હેતુ બાળકોમાં જોવા મળતા કેન્સર પ્રત્યે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો અને કેન્સરની યોગ્ય સારવાર માટે કામ કરવાનો છે. કેન્સરનું ઝડપથી નિદાન થાય, સસ્તી અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત દવાઓની સુવિધા મળે, એ બાળકોની સરસ રીતે સંભાળ લેવાય એ તેનો મુખ્ય ઉદ્દેશ્ય હતો.