બ્યુટી પાર્લર કલાસીસ તથા સ્કિલ ઇન્ડીયા અંતર્ગત કોમ્પ્યુટર કલાસીસના નામે અલગ અલગ સ્થળે મહીલાઓ સાથે છેતરપીંડી કરતો શખ્સ ઝડપાયો

બ્યુટી પાર્લર કલાસીસ તથા સ્કિલ ઇન્ડીયા અંતર્ગત કોમ્પ્યુટર કલાસીસના નામે અલગ અલગ સ્થળે મહીલાઓ સાથે કુલ રૂ.૫,૮૭,૪૪૯/- ની છેતરપીંડી કરતા શખ્સ ને પકડી પાડતી ઉધોગનગર પોલીસ
> જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરાક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા સાહેબ દ્વારા (૧)ઉધોગનગર પોલીસ સ્ટેશનના ગુ.ર.નં.પાર્ટ એ. ૧૧ર૧૮૦૧૦૨૪૦૪૦૨/૨૦૨૪ આઇ.પી.સી કલમ-૪૦૬,૪૨૦ મુજબ (૨)કમલાબાગ પોલીસ સ્ટેશનના ગુ.ર.ન.પાર્ટ એ. ૧૧૨૧૮૦૦૯૨૪૦૩૪૦/૨૦૨૪ આઇ.પી.સી કલમ-૪૦૬,૪૨૦મુજબ (૩)કિર્તીમંદીર પોલીસ સ્ટેશનના ગુ.ર.નં.પાર્ટ એ. ૧૧૨૧૮૦૦૬૨૪૦૪૪૧/૨૦૨૪ આઇ.પી.સી કલમ-૪૦૬,૪૨૦ મુજબનો આરોપી – હિતેશ મનસુખભાઇ ચૌહાણ રહે. સુરેન્દ્રનગર વાળાને શોધી કાઢવા સુચના કરવામાં આવતા પોરબંદર શહેર વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક સાહીત્યા વી.તથા ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.આર.ચાવડાના માર્ગદર્શન હેઠળ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના પો.કોન્સ. દેવેન્દ્રસીંહ ધીરૂભા તથા ભરત નાથાભાઈ નાઓને સંયુકત બાતમીરાહે હકીકત મળેલ કે, ઉપરોકત ગુન્હાનો આરોપી અમદાવાદ સરખેજ ગામ ગાયત્રીનગર ખાતે રહેતો હોવાની હકીકત આધારે આરોપીને ટેકનીકલ સોર્સ તથા હુમનસોર્સ મદદ થી શોધી કાઢી પ્રસંશનિય કામગીરી કરેલ છે.
આરોપી-
હિતેશ મનસુખભાઇ ચૌહાણ ઉવાર૮ રહે. મુળ સુરેન્દ્રનગર હાલ રહે. સરખેજ ગામ ગાયત્રીનગર અમદાવાદ
આરોપીનો એમ.ઓ
– બ્યુટી પાર્લરના કલાસીસ ચાલુ કરવા તથા સ્કિલ ઇન્ડીયા અંતર્ગત કોમ્પ્યુટર કલાસીસ ચાલુ કરવાના બહાને અલગ અલગ સ્થળે મહીલાઓને લાલચ આપી કુલ રૂ.૫,૮૭,૪૪૯/- ની છેતરપીંડી કરેલ છે.
આરોપી વિરૂધ્ધ દાખલ થયેલ ગુન્હા-
– (૧) ઉધોગનગર પોલીસ સ્ટેશનના ગુ.ર.ન.પાર્ટ એ.૧૧૨૧૮૦૧૦૨૪૦૪૦૨/૨૦૨૪ આઇ.પી.સી કલમ- ૪૦૬,૪૨૦ મુજબ
(૨)કમલાબાગ પોલીસ સ્ટેશનના ગુ.ર.નં.પાર્ટ.એ.૧૧:૧૮૦૦૯૨૪૦૩૪૦/૨૦૨૪ આઇ.પી.સી કલમ- ૪૦૬,૪૨૦ મુજબ
(3)કિર્તીમંદીર પોલીસ સ્ટેશનના ગુ.ર.નં.પાર્ટ એ.૧૧૨૧૮૦૦૬૨૪૦૪૪૧/૨૦૨૪ આઇ.પી.સી કલમ- ૪૦૬,૪૨૦ મુજબ
4 કામગીરી કરનાર અધિકારી/કર્મચારી
PSI એસ.આર.ચાવડા તથા HC બી.પી.કારેણા તથા PC વિશાલભાઈ રવજીભાઈ વિંઝુડા, કનકસીંહ પરાક્રમસીહ દેવેન્દ્રસીંહ ધીરૂભા, ભરત નાથાભાઈ, સચીન ભીખાભાઇ, દ્વારા કરવામાં આવેલ છે.
