પોરબંદરમાં ઘેડીયા કોળી સમાજ દ્વારા શ્રીરામદેવજી મહારાજનો પ્રસાદી ઉત્સવ આસ્થાભેર ઉજવાયો

શ્રી રામ દેવજી મહારાજ ને પૂજવાની સાથે તેમના આદર્શ વિચારો ને આત્મ સાત કરવા જરૂરી: ડો. ઈશ્વરભાઈ ભરડા
પોરબંદર ના ઇન્દિરા નગર માં ઘેડીયા કોળી સમાજ દ્વારા શ્રી રામદેવજી મહારાજનો પ્રસાદી ઉત્સવ આસ્થા ભેર ઉજવાયો : પાલખી યાત્રા, ધ્વજાં રોહણ, મહાપ્રસાદ સંત વાણી કાર્યક્રમ યોજાયા
પોરબંદર : પોરબંદર ના બિરલા રોડ સ્થિત ઇન્દિરા નગર ઘેડીયા કોળી સમાજ દ્વારા પ્રતિવર્ષની જેમ શ્રી રામદેવજી મહારાજનો પ્રસાદી ઉત્સવ ઉજવાયો હતો. જેમાં ધર્મપ્રેમી લોકો બહોળી સંખ્યા માં આસ્થા ભેર જોડાયા હતા
શિક્ષણ, સેવા અને સમાજ ઉત્કર્ષ ની પ્રવૃર્તિ માં છેલ્લા બે દાયકાઓથી અગ્રેસર શ્રી ઇન્દિરા નગર ઘેડીયા કોળી સમાજ દ્વારા તાજેતરમાં ઇન્દિરા નગર ખાતે ની સોમનાથ હાઇવે પર આવેલી શ્રી ઘેડીયા કોળી સમાજની વાડીખાતે ઇન્દિરા ઘેડીયા કોળી સમાજના ઉત્સાહી સેવા કર્મી યુવા પ્રમુખ શ્રી નિલેશ ભાઈ કામરીયા ની ઉપસ્થિતિ માં શ્રી રામદેવજી મહારાજ નો પ્રસાદી ઉત્સવ ની આસ્થા ભેર ઉજવણી કરવામાં આવીહતી.
આ ઉત્સવમાં મોટી સંખ્યા માં નર -નારી સહીત ભક્ત સમૂહ દાયે ઉત્સાહ ભેર ભાગ લીધો હતો એકતા, એખલાસ અને સમન્વય ના પર્વ તરીકે ઉજવાતા પ્રતિ વર્ષના આ ઉત્સવ પ્રસંગે પોરબંદર ના ઇન્દિરા નગર ઘેડીયા કોળી સમાજની વાડી ખાતે સનાતન ધર્મ ના તારણ હાર ને ધ્વારકા ધીસ ભગવાન શ્રી ક્ર્ષ્ણ ના અંશ અવતાર નકલંગ નેજા ધારી શ્રી રામદેવજી મહારાજની મૂર્તિ સાથે કળશ ધારી બાળાઓ શણગારેલ પાલખી તથા ભજન સકીર્તન મંડળી સાથે પાલખી યાત્રા નીકળી હતી
જેમાં સમાજ શ્રેષ્ઠિ શ્રી હીરા ભાઈ ગોરડ, શ્રી કાંતિભાઈ કરગટિયા, સામાજિક કાર્યકર શ્રી વનરાજ ભાઈ કેશવાલા, pશ્રી અશોક ભાઈ કરગટિયા, શ્રી નાગા ભાઈ બાલસ, પૂર્વ પી. એસ. આઈ શ્રી મોહન ભાઈ બાલસ,શ્રી દેવશી ભાઈ કરગટિયા,શ્રી જીવા ભાઈ કરગટિયા શ્રી કિશોરભાઈ બગીયા, હિતેશ ભાઈ વાઢિયા, હરસુખ ભાઈ માવદીયા, શ્રી રમેશભાઈ ગીગા ભાઈ વાજા,શ્રી વિશાલ ભાઈ કરગટિયા, સંદીપ ભાઈ, શ્રી રાજેશ ભાઈ, શ્રી સુરેશ ભાઈ ખારવા સમાજના યુવા અગ્રણી શ્રી ધર્મેશભાઈ મઢવી,સહીત સંતો, મહતો અને ભક્ત સમૂહ દાય મોટી સંખ્યા માં જોડાયો હતો
આ શ્રી રામદેવજી મહારાજની પાલખી સાથેની શોભયાત્રા ઇન્દિરા નગર સોમનાથ હાઇવે પર આવેલ શ્રી રામદેવજી મહારાજ મંદિર ખાતે ધ્વજારોહનણ સાથે ઇન્દિરા નગરના જાહેર માર્ગો પર ફરીને શ્રી ઘેડીયા કોળી સમાજની વાડી ખાતે વિશાળ કમ્પાઉન્ડ માં ધર્મ સભાના રૂપમાં ફેરવાઈ હતી જેમાં ઘેડીયા કોળી સમાજના પ્રમુખ શ્રી નિલેશ ભાઈ કામળિયા એ વંડીના વિકાસમાં ઇન્દિરા નગરના સમાજના સહ યોગ ને બિરદાવી સૌ મહાનુભાવો ને આવકાર્યા હતા
આ પેસગે તાલુકા કોળી સમાજના પ્રમુખ શ્રી ગીગા ભાઈચાવડા એ શ્રી રામદેવજી મહારાજના પ્રસાદીઉત્સવ માં સમાજની સંપ,એકતા અને સંગઠન ની ધર્મ ભાવના ને બિરદાવી હતી.
આ પ્રસંગે પોરબંદર જિલ્લા કોળી સમાજ રત્ન ડો. ઈશ્વર ભાઈ ભરડા એ જણાવ્યું હતું કે, જીવનમાં આસ્થા શ્રદ્ધા, અને ભક્તિ નુ આચારણ આવશ્યક છે શ્રી રામદેવજી મહારાજ ને પૂજવાની સાથો સાથ તેમના વિચારોને અનુસરી આત્મ સાત કરવાની શીખ આપી હતી.
આ પ્રસંગે સમાજ શ્રેષ્ટિ શ્રી હીરા ભાઈ ગોરડ એ પાન ફાકી ગુટકા અને માદક દ્રવ્યો ને તિલા જલિ આપી “દીકરી ને બચાઓ, દીકરીને પઢાવો “ સૂત્ર ને વેગવાન બનાવવા આહવાન કર્યું હતું

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!