રોટરી ક્લબ પોરબંદર દ્વારા ઓર્થોપેડિક કેમ્પનું સફળ આયોજન
રોટરી ક્લબ પોરબંદર અને શેલ્બી હોસ્પિટલ, રાજકોટના સહયોગથી પોરબંદરના મનન હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેનો મુખ્ય ઉદ્દેશ પોરબંદર અને આસપાસના વિસ્તારોના દર્દીઓને ઉચ્ચ ગુણવત્તાની તબીબી સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો હતો.
આ કેમ્પમાં 90 જેટલા દર્દીઓએ લાભ લીધો, જેમાં હાડકાં અને સ્નાયુઓ સંબંધિત વિવિધ સમસ્યાઓ અંગે નિષ્ણાંત ડોક્ટરો દ્વારા નિદાન અને તબીબી માર્ગદર્શન આપવામાં આવ્યું. દર્દીઓએ કેમ્પનો સારી રીતે લાભ લીધો અને આ સેવા માટે રોટરી ક્લબ અને શેલ્બી હોસ્પિટલના આ ઉપક્રમે પ્રશંસા મેળવી.
રોટરી ક્લબ પોરબંદર ના પ્રમુખ રોટેરિયન દિવ્યેશ સોઢા એ આ કેમ્પની સફળતા માટે રોટેરિયન ડૉ. પરાગ મજીઠીયા નું વિશેષ આભાર વ્યક્ત કર્યું, જેમણે આ કેમ્પ માટે મનન હોસ્પિટલ ના પ્રિમાઇસિસ ઉપલબ્ધ કરાવ્યા. આ ઉપરાંત, શેલ્બી હોસ્પિટલ, રાજકોટના નિષ્ણાંતો અને રોટરી ક્લબના સભ્યોના સહયોગને કારણે આ કેમ્પને સફળ બનાવવામાં આવ્યો.
રોટેરિયન દિવ્યેશ સોઢા એ ભવિષ્યમાં પણ આવી સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા પોરબંદર શહેરની આરોગ્ય સેવાઓમાં યોગદાન આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.