માણેકચોકમાં આવેલ “મોટી હવેલી” થી ઓળખાતી જગ્યાના સંચાલકોનો દુકાન ખાલી ખાલી કરાવવાનો દાવો રદ કરતી પોરબંદર કોર્ટ

- પોરબંદર જિલ્લામાં ધાર્મિક સંપ્રદાયો દ્વારા પણ સામાન્ય નગરજનોને અને પ્રજાજનો ઉપર જોર જુલમ કરી તેઓની આજીવીકા થી માંડીને જમીનો પચાવી પાડવા સુધીના કાવત્રાઓથી પૈસાના પાવર્સ, પોલીટીકસ, ગુંડાગીરી જેવા હથિયારોથી જુકાવતા આવ્યા છે. પરંતુ ન્યાયતંત્ર ઉપર પુરો વિશ્વાસ અને ભરોસો રાખવાથી સામાન્ય નાગરીક ન્યાય પણ મેળવી શકે છે. જેને સાર્થક કરતો એક કિસ્સો તાજેતરમાં બનેલ છે.
જેની વિગતો મુજબ પોરબંદર ખાતે માણેકચોકમાં આવેલ ‘મોટી હવેલી” ના નામથી ઓળખાતી સંસ્થા/સમિતિ કે જેને નાથદ્વારા ટેમ્પલ બોર્ડ તરીકે ઓળખવામાં આવે છે. જેના દ્વારા પોરબંદરની માણેક્સોક પાસે મોટી હવેલીની સામે આવેલ શેઠવાળા ડેલા તરીકે ઓળખાતી દુકાન એક લાચાર અને વયોવૃધ્ધ વડિલ વ્યકિત પાસેથી પડાવી લેવા માટે થઈને પોરબંદરની અધિક સિનિયર સિવિલ જજ સાહેબની કોર્ટમાં દાવો દાખલ કરેલ હતો. અને બહોળો વહીવટ અને આર્થિક સધ્ધરતા ધરાવતી આસંસ્થાએ ઉંમરલાયક અને પેરેલીસીસનાદર્દી પાસેથી દુકાન મેળવી લેવામાટે ભાડુઆતે ચડત ભાડુ લાંબા સમયથી ભરેલ ન હોવાનુ જણાવી ગેરકાયદેસર કબ્જો રાખેલ હોવાનુ જણાવી તાત્કાલીક દુકાન ખાલી કરી આપવાની માંગણી કરેલ હતી. જેની સામે ભાડુઆત બિપિનકુમાર કેશવલાલ લાખાણીએ પોરબંદરના જાણીતા એડવોકેટ વિજયકુમાર પંડયા મારફત બચાવ લઇ જણાવેલ હતુ કે, ચડત ભાડાની રકમ સમયાંતરે મેનેજમેન્ટની ઓફિસે રૂબરૂ આપવા જતા હોવાછતાં સ્વીકારેલ નથી. કે મનીઓર્ડર પોસ્ટ પણ રીજેકટ કરી માત્ર દુકાનનો કબ્જો લેવા આતુર સંસ્થાને ભાડાની રકમમાં કોઈ રૂચી નથી. આમપણ ચડત ભાડાની રકમ કોર્ટમાં જમા કરાવી આપેલ હોય તકરાર રહેતી ન હોવાનુ જણાવેલ હતુ. જે વકિલ વિજયકુમાર પંડયાની દલીલો અને પુરાવાઓને ધ્યાને લઈ નાથદ્વારા ટેમ્પલબોર્ડે દાખલ કરેલ દાવો રદ કરેલ છે અને ચડત ભાડાની રકમ કોર્ટ પાસેથી મેળવી લેવાનો હુકમ કરેલ છે. આમ, વયોવૃધ્ધ બિપિનભાઈની સામે દુકાન ખાલી કરવાનો હુકમ ન થતા રાહતનો શ્વાસ લીધેલ છે અને ન્યાય મળેલ હોવાનો અહેસાસ થયેલ
