પોરબંદર જિલ્લા કોળસમાજના અગ્રણી ભીખુ ભાઈ મોકરીયા ને અંજલિ
વ્યક્તિ જાય છે, પણ સત કાર્યો થકી જીવિત રહે છે : કેબિનેટ મંત્રી કુરવજી ભાઈ બાવળીયા
પોરબંદર જિલ્લા કોળસમાજના અગ્રણી ભીખુ ભાઈ મોકરીયા ને અંજલિ
પોરબંદર : પોરબંદર ના ઊંટડા ગામના પૂર્વ સરપંચ,પોરબંદર જિલ્લા કોળી સમાજ સમાધાન પંચ ના પ્રમુખ ( ભડ ) ગામના નિવાસી અને ,રાણાવાવ ને કર્મ ભૂમિ બનાવનાર, અને વિવિધ સંસ્થા સાથે જોડાયેલા કોળી સમાજના સેવા કર્મી અગ્રણી શ્રી ભીખુ ભાઈ મોકરીયા ( ઉ. વ 62) નુ તાજેતરમાં રાણાવાવ ખાતે ગોપાલ પરા ખાતે નિધન થતા પોરબંદર જિલ્લા માં શોકનું મોજું ફરી વળ્યું હતું
છેલ્લા ત્રણ દાયકાઓ થી કોળી સમાજમાં 300 જેટલાં ઘરેલુ ઝગડા, જમીન ના પ્રસ્નો માં સમાધાન કરવાનું તેઓનું બહુ મૂલ્ય પ્રદાન રહ્યું હતું, સાલસ, પરગજુ, મિત ભાષી સ્વાભાવ ના કારણે પોરબંદર જિલ્લા માં લોકો ના રુદય માં અનેરું સ્થાન ધરા વતા હતા, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારો ના લોકો ના હૃદયસ્થ ર્રહ્યા હતા
રાણા વાવ ખાતે ના તેમના નિવાસ સ્થાને રાજ્ય ના કેબિનેટ મંત્રી કુંવરજી ભાઈ બાવળીયા ની ઉપસ્થિત માં મળેલી શોક સભામાં જિલ્લા કોળી સમાજ ના પ્રમુખ લીલા ભાઈ ડાકી, જિલ્લા કોળી સમાજ કર્મ ચારી મંડળ ના પ્રમુખ રામ ભાઈ બગીયા,જિલ્લા કોળી સમાજ ગરબી મંડળ ના પ્રમુખ શ્રી લાખા ભાઈ મોકરિયા,જિલ્લા કોળી સમાજ રન્તઅને કેળવણીકાર ડો ઈશ્વરભાઈ ભરડા, છાયા પ્લોટ ઘેડીયા કોળી સમાજના પ્રમુખ દેવાયત ભાઈ વાઢિયા પોરબંદર ૐ સાઈ ટેકા પરબ ના પ્રમુખ રામશી ભાઈ બામણીયા, પોરબંદર તાલુકા કોળી સમાજના પ્રમુખો સર્વ ગીગા ભાઈ ચાવડા, નારણભાઇ વાઢિયા, નારણભાઇ બામણીયા, મહેર સમાજના અગ્રણી નાગા ભાઈ ઓડેદરાસહીત ના અગ્રણી ઓ ઉપસ્થિત રહ્યા હતા,
ગુજરાત ના કેબિનેટ મંત્ર કુંવરજી ભાઈ બાવળીયા એ વ્યક્તિ જાય છે પણ તેના સત કાર્યો થકી આજીવન જીવિત રહે છે સ્વ. ભીખુ ભાઈ ની સમાજ ઉત્કર્ષ ની પ્રવુતિ ને બિરદાવી અંજલિ આપી હતી
જિલ્લા ભરના ના અગ્રણીઓએ સદ્દગત ના પુત્રો ડો. મનસુખ ભાઈ, ડો ભરત ભાઈ. દીકરી સવીતા બેન ને સાત્વન આપી સદ ગત ની સામાજિક, રાજકીય, અને સેવાકીય ક્ષેત્રે ની પ્રવૃત્તિ ને યાદકરી બે મિનિટ નું મૌન પાળી શોક સંદેશ પાઠવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી