પોરબંદરની યુવતીએ વડોદરામાં બનાવી રતન ટાટાની રંગોળી


◆◆◆◆◆◆◆◆◆◆◆
પરંપરા ગૃપ દ્વારા આયોજિત રંગોળી પ્રદર્શનમાં ભાગ લઈ કલા પ્રદર્શિત કરી
◆◆◆◆◆◆◆◆◆◆◆
60 કિલો કલર અને 90 કલાકની મહેનત રંગ લાવી

પોરબંદરની યુવતી વિશ્વા ડઢાણીયાએ વડોદરા ખાતે પરંપરા રંગોળી ગ્રૂપ દ્વારા આયોજિત રંગોળી પ્રદર્શનમાં ભાગ લઈ રતન ટાટાની અદ્દભુત રંગોળી બનાવી પોરબંદરનું ગૌરવ વધાર્યું છે.

વિશ્વાએ વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં ફાઇન આર્ટનો અભ્યાસ પૂર્ણ કરેલ છે અને ત્યાર બાદ ભારતભરના અનેક કલા પ્રદર્શનોમાં ભાગ લઈ પોતાની કલાનું કામણ પાથરેલ છે. વિશ્વાને ચિત્ર કામની સાથે સાથે રિયાલિસ્ટિક રંગોળી બનાવવાનો પણ ખૂબ શોખ છે.
વડોદરાના ખૂબ જ પ્રખ્યાત પરંપરા રંગોળી ગ્રૂપ દ્વારા છેલ્લા 14 વર્ષથી દિવાળી નિમિત્તે અદ્દભુત રંગોળી પ્રદર્શન યોજવામાં આવે છે. આ પ્રદર્શનમાં પોરબંદરની યુવતી વિશ્વા ડઢાણીયાએ પણ ઉત્સાહ પૂર્વક ભાગ લઈ 90 કલાકની સતત મહેનત બાદ 60 કિલો કલરના ઉપયોગથી રતન ટાટાની રંગોળી બનાવી ભારત રત્ન એવા રતન ટાટાને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
વડોદરા ખાતે યોજાયેલ આ રંગોળી પ્રદર્શનમાં બનાવેલી રંગોળીઓ 26 ઓક્ટોબરથી 3 નવેમ્બર સુધી લોકો જોઈ શકે તે માટે પ્રદર્શન ખુલ્લું મુકવામાં આવ્યું છે.

વિશ્વાની આ અનેરી સિદ્ધિ બદલ નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાનના પ્રમુખ લાખણશી ગોરાણિયાએ વિશ્વાને અભિનંદન આપી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!