બરડા અભ્યારણ્ય નજીક ખંભાળા અને બિલેશ્વર ગામના વાડી વિસ્તારમાંથી ગેરકાયદેસર વીજ શોકનો ગુન્હો નોંધાયો

પોરબંદર વન વિભાગની રાણાવાવ રેન્જના બરડા અભ્યારણ્ય જંગલ નજીક ખંભાળા અને બિલેશ્વર ગામના વાડી વિસ્તારમાંથી ગેરકાયદેસર વીજ શોકનો ગુન્હો નોંધવામાં અવ્યો હતો.

પોરબંદર વન વિભાગના નાયબ વન સંરક્ષક લોકેશ ભારદ્વાજ તથા એમ.બી.મણિયાર રે.ફો.ઓ. ના સીધ્ધા માર્ગદર્શન હેઠળ વહેલી સવારના તા.૧૬/૧૧/૨૦૨૪ ના રોજ વન વિભાગના સ્ટાફ દ્વારા પેટ્રોલીગ દરમ્યાન બરડા અભ્યારણ્યના રાણાવાવ રાઉન્ડની સાતવીરડા, બીટના ખંભાળા ગામના વાડી વિસ્તાર તથા બિલેશ્વર રાઉન્ડની આશીયાપાટ બીટના બિલેશ્વર ગામના વાડી વિસ્તારમાંના બે સ્થળોએ માલીકીના ખેતરમાં ખુલ્લો લોખંડનો વાયર બાંધી તેમા વિજ પ્રવાહ પસાર કરી ગેરકાયદેસર ઇલેકટ્રીક શોક મુકવા બાબતેનો ગુનો શોધી કાઢવામાં આવેલ હતો. અને વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨ ની કલમની જોગવાઇ મુજબ ગુનો નોંધી અને સદરહું ગુના અન્વયે આ ગુનો કરનાર રણજીત સુકા ઓડેદરા રે. ખંભાળા તથા જીજ્ઞેશ હીરાભાઈ મોરી રે. બિલેશ્વર પાસેથી કુલ મળીને રકમ રૂા. ૪૦,૦૦૦/- પેટે દંડ વસુલવા ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!