પોરબંદરમાં જીએમઇઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ દ્વારા સ્પોર્ટ્સ વિકનું આયોજન કરાયું

ક્રિકેટ, વોલીબોલ, ડોઝબોલ, દોરડા ખેંચ, ખો ખો, કબડ્ડી, નારગોલ, દોડ, આઉટડોર ગેમ્સ અને ટેબલ ટેનિસ, ચેસ, કેરમ, બેડમિન્ટન વગેરે સ્પર્ધામાં ૨૦૦ સ્પર્ધકો સહભાગી બન્યા

પોરબંદર, તા. ૨૨ પોરબંદરમાં જીએમઇઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ દ્વારા તા. ૧૬ થી ૨૨ મે દરમિયાન સ્પોર્ટ્સ વિકનું આયોજન કરાયું હતું. મેડીકલ કોલેજ ડીન ડો. ગૌરવ ભાંભાણીની અધ્યક્ષતામાં વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. સ્પોર્ટસ વિકમાં ક્રિકેટ, વોલીબોલ, ડોઝબોલ, દોરડા ખેંચ, ખો ખો, કબડ્ડી, નારગોલ, દોડ, આઉટડોર ગેમ્સ અને ટેબલ ટેનિસ, ચેસ, કેરમ, બેડમિન્ટન સહિત ઇન્ડોર ગેમ્સ યોજવામાં આવી હતી. આ વિવિધ સ્પર્ધામાં મેડિકલ કોલેજના ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ તથા સ્ટાફ ગણે ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પોર્ટ્સ વીકના છેલ્લા દિવસે તા. ૨૨ મેના વિજેતાઓને પ્રોત્સાહિત કરવા એવોર્ડ સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં ટ્રોફી તથા મેડલ એનાયત કરાયા હતા. અને ઉત્સાહ ભેર ભાગ લેનાર તમામ સ્પર્ધકોને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરાયા હતા.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!